________________
છે તે બધા છંદ કોટિમાં આવે છે. સંસાર મનુષ્યની ઈચ્છા પ્રમાણે ચાલતો નથી. પરંતુ ત્યાં બધા કાર્ય કારણના સિધ્ધાંતો વ્યાપક છે અને તદ્અનુસાર જો જ્ઞાન હોય તો તેને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. આવું પ્રમાણભૂત જ્ઞાન સક્રિય બને, ત્યારે સફળ બને છે. પરંતુ કોઈપણ સિધ્ધાંતનું અવલંબન લીધા વગર પોતાની ઈચ્છા પ્રમાણે વર્તાવ કરે કે પરિવર્તન લઈ આવવા પ્રયાસ કરે તો તે સંભવ નથી બલ્ટે હાનિકારક છે. ઈચ્છાથી આકાશના તારાઓને નીચે લાવી શકાતા નથી. ઈચ્છાથી લોખંડમાં લાકડાની કળા કોતરી શકાતી નથી. અર્થાત્ બધા પદાર્થો પોતપોતાના ગુણધર્મો અનુસાર થીયરી પૂર્ણ છે અને તે જ રીતે સંસારના જે કંઈ વિકાર છે તે પણ તેના નિશ્ચિત કારણોથી ઉત્પન્ન થાય છે અને ચોકકસ ઉપાયથી તેનો વિલય થાય છે. ઈચ્છા પ્રમાણે હટાવી શકાતા નથી. રોગી પથ્ય ઔષધનું સેવન ન કરે અને દુરાગ્રહથી કહે હું મારો રોગ મટાડી દઈશ. રોગ તો મટતો મટશે પરંતુ વધી જવાનો પૂર્ણ સંભવ છે. ૧૬મી ગાથામાં પણ આ જ વાત શાસ્ત્રકારે કહેલી છે કે “પ્રાયે બમણો થાય. આ ગાથામાં પણ એ જ હકીકત છે કે નિજ છંદે અર્થાત્ પોતાના દુરાગ્રહથી કે અસમજણ ભરેલા આગ્રહથી હું કષાય મટાડી દઉં તેવા અહંકારથી માનાદિક શત્રુ મારી શકાતા નથી. બન્ને પક્ષમાં એક જ વિકાર છે. તો વિકારથી વિકાર કઈ રીતે જઈ શકે. નિજ છંદ સ્વયં વિકાર છે અને માનાદિ દુશ્મન પણ સ્વયં વિકાર છે. જેથી કવિરાજે દ્રઢતાપૂર્વક કહ્યું છે કે નિજછંદે આ શત્રુઓ મારી શકાતા નથી. આ ઉપર્યુકત વિવેચનથી છંદ અને નિજછંદ એ બંનેની વ્યાખ્યા સ્પષ્ટ થાય છે. હકીકતમાં છંદ પોતાનો છે જ નહીં, પરાયુ તત્ત્વ છે. તે આત્માનું કલ્યાણ કયાંથી કરે ? ઘરમાં બેઠેલો દુશ્મન પોતાનો બનીને આપણાં કલ્યાણની વાત ક્યાંથી કરી શકે. મૂળમાં તે ઘાતક છે અસ્તુ અહીં ૧૮મી ગાથામાં “માનાદિક શત્રુ મહા” માન શત્રુ છે, એમ કહ્યું છે. તો આ કષાયોને શત્રુ કેવી રીતે ગણવા બધા શાસ્ત્રો અને કથાનકોમાં બે પ્રકારના શત્રુ જોવા મળે છે, એક બાહ્ય શત્રુ અને એક આત્યંતર શત્રુ. ભગવાન મહાવીરે પણ કહ્યું છે કે ગળું કાપનાર દુમન પણ એટલું અહિત કરી શકતો નથી. જેટલું દુરાત્મા સ્વયં પોતાનું અહિત કરે છે. શત્રુ એ અર્થમાં છે કે જે આપણી જ્ઞાન, દર્શન, ચારિત્રની મોટી સંપત્તિ છે તેને લૂંટે છે, તેનો નાશ કરે છે, તેથી તેને શત્રુ કહ્યા છે. હકીકતમાં બાહ્ય શત્રુ તે શત્રુ છે અને અત્યંતર શત્રુ તે મહાશત્રુ છે. આ ગાથામાં પણ મહાશત્રુ કહીને તેનો ઉલ્લેખ કર્યો છે. આ શત્રુઓ કેવળ આધ્યાત્મિક ક્ષેત્રમાં જ નુકશાન કરે છે તેમ નથી. પરંતુ વ્યવહાર ક્ષેત્રને પણ દુષિત કરે છે. આ હકીકત જગત પ્રસિધ્ધ છે. જેથી અહીં અમે તેનું પુનરાવર્તન નહીં કરીએ પરંતુ આ મહાશત્રુને હવે આપણે સૂક્ષ્મ ભાવે નિહાળી તેની નાડી તપાસીશું.
દોષોનો ઉદ્ગમ ક્યાં ? પ્રથમ પ્રશ્ન, આ શત્રુ આવ્યા ક્યાંથી ? શત્રુઓનું સ્વરૂપ શું છે ? તેમની ઉત્પત્તિ વિકાસ અને વર્ધન કેવી રીતે થાય છે? આ શત્રુઓનું સ્થાન કયાં છે. શું તે કોઈ ઈશ્વરકૃત માયા છે ? કે પ્રકૃતિજન્ય કોઈ દોષ છે કે સ્વયં ઉદ્ભવીને વિલય પામે છે ? આ બધા પ્રશ્નોનું ટૂંકમાં આપણે વિવેચન કરીશું.
જગતના બધા દ્રવ્યો તેમાં થતાં પરિવર્તનો અને શુભાશુભ ભાવો તે પ્રકૃતિ જગતમાં થનારા
*********
*****
***
૨૨૫ ભારત