________________
ક્રમિક પરિવર્તનોનું ફળ હોય છે. ન સમજી શકવાથી ઘણાં દર્શનોએ ઈશ્વરવાદનું અવલંબન લીધું છે અને બુધ્ધિનો બોજ હલકો કરી વિશ્વનિયંતા તરીકે ઈશ્વરને સ્થાપ્યા છે, અહીં આપણે ઈશ્વરવાદ ઉપર ચર્ચા કર્યા વિના પ્રકૃતિ જગતના જે કંઈ પરિવર્તનો છે, તેના સૂમ અને આત્યંતર કારણો વિષે વિચાર કરીએ.
પૂર્વમાં આપણે કહી ગયા કે બધું ઈચ્છાપૂર્વક થતું નથી. પ્રકૃતિનો પરિપાક તેમાં કારણભૂત હોય છે અને અતિ સૂક્ષ્મ પ્રાકૃતિક પરિવર્તનો એ જીવની ગતિવિધિ સાથે જોડાયેલા છે. જેને શાસ્ત્રોમાં વિપાકજન્ય ઉદયમાન પરિણામ કહેવામાં આવે છે. એક પ્રકારની આ કર્મશકિત છે અને જીવ સંબંધી સમગ્ર વિશ્વનું સંચાલન પ્રધાનપણે કર્મ સાથે જોડાયેલું છે. જેમાં બીજા પણ સમવાય કામ કરે છે; કાળ, સ્વભાવ, નિયતિ, વિગેરે.
અહીં મૂળ પ્રશ્ન એ છે કે વિકારભાવો આવ્યા કયાંથી ? એનો સાચો જવાબ એ છે કે વિશ્વની એ મૂળભૂત સંપત્તિ છે. જેમાં શુભ અને અશુભ ભાવો ભરેલા છે. પ્રકૃતિ સ્વયં તમોગુણ, રજોગુણ અને સત્ત્વગુણથી વ્યાપ્ત છે. આ ગુણો પરમાણુજન્ય હોવા છતાં માનવીય શરીર, વાણી અને બુધ્ધિ ઉપર પ્રભાવ નાંખે છે. એકેન્દ્રિય આદિ જીવોમાં જ્યાં મન, વચનનો અભાવ છે, ત્યાં પણ તમોગુણ અને સત્ત્વગુણ વ્યાપ્ત છે. કેટલાક વૃક્ષો ઝેરી હોય છે અને કેટલાક મધુરસથી ભરેલાં પણ વૃક્ષો છે. આ પ્રાકૃતિક નૈસર્ગિક વિભેદ જૈન શાસ્ત્રોએ અનાદિકાળથી ચાલ્યા આવતા પ્રવાહરૂપે સ્વીકારેલા છે. જયારે કેટલાક દર્શનો ઈશ્વરકૃત પણ માને છે. જેમ જેમ જીવનો વિકાસ થાય તેમ તેમ તેના મન, પ્રાણ અને ઈન્દ્રિયો પર પ્રથમ આ કષાયો કે વિકારોનો પ્રભાવ પડે છે અને બેઈન્ડિયાદિ જીવોમાં પણ વીંછી, સાપ જેવા ઝેરીલા પ્રાણીઓ ઉત્પન્ન થાય છે. જયારે કેટલાક ગુણકારી જીવો પણ જોવા મળે છે. તે જ રીતે સંજ્ઞી પંચેન્દ્રિયતિર્યંચ અને મનુષ્ય પણ તેનાથી પ્રભાવિત છે.
આ વિવેચનથી સમજાય છે કે આ બધા કષાય અને વિકારો કયાંથી આવ્યા છે. તેનું સમાધાન મળી રહે છે કે જડ અને ચેતન બન્નેની એક પ્રકારે વિકૃત સંપત્તિ છે.
માનાદિક કષાયો અજ્ઞાન અવસ્થામાં વધારે કષ્ટ આપે છે પરંતુ તેનું સ્વરૂપ શું છે? જો આ પ્રશ્નના જવાબમાં જઈએ તો એ પણ ગુણાત્મક તત્ત્વ છે. તેની સંપૂર્ણ પ્રક્રિયા નિશ્ચિત છે અને તે જેમ અગ્નિ પ્રજ્વલિત કરે છે, કોઈને બાળે છે, પાણી શીતળતા આપે છે, કોઈ ચીજને ઠારે છે તે રીતે આ કષાયો પણ વિભિન્ન પ્રકારના સ્વભાવવાળા છે. અહીં માનાદિક કહીને સંક્ષેપ કર્યો છે. પરંતુ આ ચારે કષાયનું સ્વરૂપ વિભિન્ન છે. ક્રોધમાં તમોગુણ છે. માનમાં રજોગુણ છે. માયામાં મિશ્ર ગુણ છે. લોભ તે મહા તમોગુણ છે. આ કષાયો ધીમા પડે, તેની માત્રા ઓછી હોય તો સત્ત્વગુણનું પણ પ્રદર્શન કરે છે. ટૂંકમાં આપણે કહેવા માંગીએ છીએ કે આ કષાયો કેવળ કલ્પના નથી એક પ્રકારે વૈજ્ઞાનિક સત્ય છે અને નિશ્ચિત ગુણધર્મથી યુકત છે.
આ કષાયની ઉત્પતિનું મૂળ અધિષ્ઠાન' જીવની વીર્યશકિત પર આધારિત છે. જેમ જેમ જીવ શકિતશાળી હોય તેમ તેમ ભયંકર કષાય ઉત્પન્ન કરી શકે છે. જૈન દર્શનમાં માખી નરકે જઈ શકતી નથી. પરંતુ સિંહ કે મનુષ્ય નરકે જઈ શકે છે. કારણ કે સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં કષાયની
ડ ૨૨૬