________________
દ
tte
; ; ; ;
;
; ;
;\:::
કરાવે છે. આ પ્રકારનો પુણ્યોદય ભૂતકાળમાં નિર્વધભાવથી કરેલા પુણ્યનું ફળ હોય છે. આમ એક ઉત્તમ પુણ્યની પરંપરા જીવને પ્રાપ્ત થાય છે. આવા પુણ્યયોગ અને ઉપાદાનની વિશુધ્ધિ બન્નેની હાજરી પછી સરુ નિમિત્ત બને છે. સગુરુ નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ સ્વયં છે. પરંતુ અહીં એક સૂક્ષ્મવાત સમજવાની છે કે ઉપાદાન તૈયાર ન થયું હોય, પરંતુ સદગુરુના શબ્દો સાંભળવાથી ભાવોનું પરિવર્તન થતાં ઉપાદાનના અતૂટ આવરણો હટી જાય છે અને તત્પણ ઉપાદાનની વિશુધ્ધિ ઉપલબ્ધ થાય છે, આ રીતે પરોક્ષ ભાવે નિમિત્ત એવા સદગુરુ સ્વયં ઉપાદાનરૂપે આત્મામાં નિર્વાસિત થઈ જીવનું કલ્યાણ કરે છે. અર્થ એ થયો કે એક સદ્ગુરુ વ્યકિત રૂપે બહારમાં છે જ્યારે એક સદ્ગુરુ ભાવરૂપે સ્વ-પદે બિરાજમાન છે. પર પદે બિરાજમાન સદ્ગુરુ અને સ્વપદે વસેલા સદ્ગુરુ એકાકાર થતાં આત્માનું કલ્યાણ પણ નિશ્ચિત બની જાય છે અને અહીં ગુરુમાં લાગેલો સત્ શબ્દ બધી જગ્યાએ વ્યાપક બની સત્ના દર્શન કરાવી, સરુનો પણ મહિમા સમજાવી જીવન ધન્ય બનાવે છે.
અહીં ટૂંકમાં એટલું જ કહેવાનું હતું કે સત્ શબ્દ અત્યંત મહત્વપૂર્ણ છે. તે શાશ્વત સિધ્ધાંતનો બોધક છે. અને જ્યાં આ સત્ શબ્દ જોડાય છે ત્યાં કલ્યાણની વૃષ્ટિ થાય છે. કર્મમાં પણ સત્ શબ્દ જોડવાથી કર્મો પણ સત્કર્મો બની જાય છે અને તે સત્કર્મ કેવળ પુણ્ય બંધ કરે છે. એટલું જ નહીં, પરંતુ સત્કર્મ મોહનીયકર્મ ઈયિાદિ ઘાતી કર્મોના અંશોને પાતળા પાડી સ્વભાવને પ્રગટ કરવામાં પ્રમાણભૂત કારણ બની જાય છે. અને કર્મને પણ પવિત્ર કરી સત્કર્મ બનાવી દે છે. એટલે અહીં સિધ્ધિકારે સદ્ગુરુ શબ્દનો પ્રયોગ કરી સનો મહિમા સમજવા માટે આપણને એક અવસર આપ્યો છે. ન સમજી શકે તો પણ ગુરુ કરતા સગુરુ ઊંચું પદ ધરાવે છે, તેટલો બોધ લેવાથી પણ કેટલાક સારા ભાવોની પ્રાપ્તિ થાય છે.
લગભગ ૧૦મી કડીની પરિસમાપ્તિ અને ઉપસંહાર કર્યા પછી ૧૧મી કડીની પૂર્વભૂમિકાનો વિચાર કરશું.
ઉપસંહાર : આખી ગાથાનો સાર એ જ છે કે વ્યકિતએ સમજણપૂર્વક ગુરુ ધારવા જોઈએ. અથવા સમજદાર ગુરુને ચરણે જવું જોઈએ. સામાન્ય નિયમ છે કે ભોમિયો ખોટો હોય તો યાત્રી ભટકી જાય છે. ડોકટરનું નિદાન બરાબર ન હોય તો રોગ વધી જાય છે. વ્યવહારિક જગતમાં જેમ સાચા જાણકારની જરુર છે તેમ આધ્યાત્મિક જગતમાં પણ સદ્ગુરુની જરુર છે. સદ્ગુરુ કેવા હોય તેનું સ્વયં ગાથાકારે વિવરણ કર્યું છે અને ત્યાર બાદ સદ્ગુરુને ઓળખીને, તેના લક્ષણો સમજીને, સદ્ગુરુ પ્રત્યે ભકિત ધરાવી, તેનાથી સાચું માર્ગદર્શન મેળવવાની આવશ્યકતા છે. આ લક્ષણોના માધ્યમથી તેમણે બીજા કેટલાક ઉચ્ચકોટિના સામાન્ય ગુણોનું પણ વ્યાખ્યાન કર્યું છે. જેમ કે સમદર્શિતા આ ગુણ વ્યાપક રીતે મનુષ્ય જીવનનું સમતોલપણું રાખવા માટે જરૂરી છે. જેને અંગ્રેજીમાં balance of life કહી શકાય તેવો ગુણ છે. આમ આ આખું પદ આત્મજ્ઞાનની સાથે ઉચ્ચ કોટિની વ્યવહાર શુધ્ધિની પણ પ્રેરણા આપી જાય છે. આત્મજ્ઞાનનો અર્થ ચૈતન્યતત્ત્વની સમજ એ તો છે જ, પરંતુ વ્યવહારમાં પોતે કઈ કક્ષાનો છે, પોતાને કેટલી સમજ છે અને સ્વયં કેટલા ગુણો ધરાવે છે તે વિચાર કરી વધારે પડતો ખોટો આત્મવિશ્વાસ ન રાખતા સાચી રીતે પોતે પોતાની ઓળખાણ રાખે તો ઘણા અહંકાર અને મિથ્યાદોષથી જીવ બચી જાય છે.