________________
ઘણો ગંભીરતા વાચક છે. “એવો' અર્થાત્ આ માર્ગ નિરાળો છે. બીજા કોઈ સામાન્ય માર્ગથી તેની તુલના થઈ શકે એમ નથી. વ્યવહારમાં જે કોઈએ ભકિતનો માર્ગ સ્થાપ્યો છે, તે બધા ભૌતિક લક્ષવાળા હોય છે. બાહ્ય પદાર્થોની પ્રાપ્તિ માટે આ લૌકિક ઉપદેષ્ટાઓ ભિન્ન ભિન્ન પ્રકારના માર્ગને નિર્દિષ્ટ કરે છે. પરંતુ આ માર્ગ એ માહેલો કોઈ માર્ગ નથી તેનાથી સર્વથા ભિન્ન પ્રકારનો કેવળ આત્મલક્ષી માર્ગ છે, તેથી અહીં શાસ્ત્રકાર “એવો માર્ગ વિનય તણો એમ કહે છે. માર્ગ શબ્દ સાધનવાચી છે. જૈનશાસ્ત્રોમાં પણ મોક્ષમાર્ગ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમ દ્રવ્યમાર્ગ હોય છે તેમ આ આધ્યાત્મિક આત્યંતરમાર્ગ છે. પહેલા માર્ગ ઉપર માણસ શરીરથી ચાલે છે. જ્યારે આ માર્ગ પર મનથી વિનયપૂર્વક ચાલે છે, કારણ કે પૂર્ણ માર્ગ વિનયનો માર્ગ છે. ઉમાસ્વાતીએ તત્ત્વાર્થસૂત્રમાં પણ પ્રથમ સૂત્રમાં જ માર્ગ શબ્દનો ઉપયોગ કર્યો છે. માર્ગ શબ્દ લક્ષ બંધી હોવાથી અધ્યાત્મશાસ્ત્રમાં પણ આ શબ્દનો સ્વીકાર કર્યો છે. માર્ગમાં મૂળ શબ્દ “મૃગ' છે અને મૃગ એટલે હરણ, જંગલની અંદર મૃગો વિચરણ કરે છે તે બહુજ સુવાળા જાનવર હોવાથી વ્યવસ્થિત સાવધાનીપૂર્વક ચાલે છે, મૃગોને ચાલવાના રસ્તાને માર્ગ કહેવામાં આવે છે. આમ શાબ્દિક રીતે તેની વ્યાવહારિક ઉત્પતિ થઈ, પરંતુ જ્ઞાની મહાત્માઓએ આ શબ્દને અપનાવી લીધો અને મનરૂપી મૃગને સાચા રસ્તે ચાલવા માટે જે રસ્તો નિર્ધારિત કર્યો, તે રસ્તાને જ્ઞાનમાર્ગ, ધ્યાનમાર્ગ, વિનયમાર્ગ, મોક્ષમાર્ગ, ઈત્યાદિ પવિત્ર લક્ષ માટે માર્ગ શબ્દ સ્વયં પણ પવિત્ર બની ગયો. મૃગ શબ્દનો અર્થ ખોજવું, ગોતવું, નિહાળવું એવો થાય છે. કોઈ વસ્તુની શોધ કરવા માટે કોઈ એક નિર્ધારિત ક્રમ નક્કી કરવામાં આવે તો તેને પણ માર્ગ કહેવામાં આવે છે અસ્તુ. અહીં માર્ગ શબ્દની આટલી વ્યાખ્યા કર્યા પછી “એવો માર્ગ વિનયતણો” એમ કહીને શાસ્ત્રકારે પણ માર્ગને મુખ્યતા આપી છે. વિનયનો માર્ગ એમ ન કહેતા માર્ગ વિનય તણો એમ કહ્યું છે, તેમાં માર્ગની પ્રધાનતા જણાય છે. આખો માર્ગ વિનયનો છે, અર્થાત્ વિનય તરફ જે માર્ગ લઈ જાય, માર્ગ પર વિનયપૂર્વક ચાલવું અને વિનયયુકત ચાલવાની પધ્ધતિ તે વિનયનો માર્ગ છે. અહીં ગંભીર ભાવ સમજીએ. “એવો માર્ગ વિનયતણો' એમ કહેવામાં થોડું રહસ્ય છે. વિનયનો માર્ગ નથી પરંતુ સમસ્ત માર્ગમાં જે જે કેન્દ્રો છે ત્યાં બધી જગ્યાએ વિનય કરવાનો છે. સંપૂર્ણ માર્ગ વિનય પૂરતો સીમિત નથી. વિનય ભરેલો. આ માર્ગ છે. માર્ગમાં બીજા પણ ગુણો છે પણ વિનય ન હોય તો માર્ગની શોભા વધતી નથી અથવા વિનયના અભાવે લક્ષ સુધી પહોંચાતું નથી માટે માર્ગની મુખ્યતા હોવા છતાં વિનય તે માર્ગનો પ્રધાનગુણ છે અને આવો વિનયનો માર્ગ સ્વયં વિતરાગ પ્રભુએ પ્રદર્શિત કર્યો છે. છમસ્થ જીવો જે કાંઈ નિરૂપણ કરે છે તેના મૂળમાં વીતરાગ પ્રભુનું નિરૂપણ છે. જ્ઞાનની કચાશને લીધે નિરૂપણમાં અલ્પતા કે અધિકતા આવી શકે છે પરંતુ આ સંપૂર્ણ નિર્દોષ વિનયનો માર્ગ શ્રી વીતરાગ પ્રભુએ ફરમાવ્યો છે. તેનો અર્થ એ થયો કે આ માર્ગ આધારહીન નથી પરંતુ પ્રમાણભૂત છે. (નિર્દોષ નરનું કથન માનો તેવું શ્રીમદ્જીનું પદ જોવા મળે છે.) શ્રી વીતરાગ પ્રભુ બધા દોષો રહિત હોવાથી તેમની વિનયની પ્રરૂપણા પણ સોળ આના પરિપૂર્ણ છે એટલે જ કવિરાજ અહીં ભારપૂર્વક કહે છે કે “ભાખ્યો શ્રી વીતરાગ” જેમ અનાજના દોષ તેનાથી નિષ્પન્ન થતાં પદાર્થમાં આવી શકે છે. ઉપાદાન કારણના ગુણધર્મો તેના કાર્યમાં પ્રગટ થાય છે. ઉપદેખાના દોષ તેમની વાણીમાં પણ પ્રગટ થઈ શકે છે. જો ઉપાદાન કારણ શુધ્ધ હોય