________________
છે. એવો એટલે અલૌકિક નિશ્ચિત ફળ આપનારો, નિશ્ચિત લક્ષ ઉપર લઈ જનારો, જે માર્ગમાં ભટકવાપણું નથી તેવો ધોરી, શાશ્વત માર્ગ તે આપણો આ વિનય માર્ગ છે. આ માર્ગ–ગવેષણા પછીનો સ્પષ્ટ ઉત્તર આપે તેવો સ્પષ્ટ સંકલ્પવાળો માર્ગ છે. માર્ગની ગવેષણા થઈ ચૂકી છે, સદ્ગુરુ સામે ઊભા છે, ભકત અહંકાર રહિત થઈ નિષ્કામ ભાવે ચાલવામાં તત્પર છે; માર્ગ પણ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. એવો આ વિનયનો માર્ગ કોઈ સાધારણ માણસોએ નક્કી કર્યો નથી, તેથી તેની મહત્તા બીજા પદમાં સ્વયં શાસ્ત્રકાર ભાવપૂર્ણ શબ્દમાં કહે છે.
ભાખ્યો શ્રી વીતરાગ', આ માર્ગની સ્થાપના કરનાર વીતરાગ પ્રભુ સ્વયં છે. વીતરાગ શબ્દમાં પ્રધાન રૂપે અરિહંત ભગવાન છે તીર્થંકર દેવાધિદેવ છે. પરોક્ષ ભાવે સિધ્ધ ભગવંતો પણ વિતરાગ રૂપે આ માર્ગની સાક્ષી આપે છે. વીતરાગમાં ફકત રાગ શબ્દ મૂકયો છે, પરંતુ આ વિત–ષ, વીત–ક્રોધ, વીત-ક્રષાય, વીત–મોહ એવા ભાવોને પ્રગટ કરે છે. વીતરાગ શબ્દ એક બોલવાની પ્રથા છે. તે રાગ પૂરતો સીમિત નથી, પરંતુ મોહનીય કર્મથી ઉદયમાન અથવા ઘાતિ કર્મોના સમસ્ત પરિણામોની વ્યાવૃત્તિ બતાવે છે. વીતનો અર્થ વ્યતીત થઈ ગયેલ છે અર્થાત ઘાતિકર્મોનું ફળ નષ્ટ થઈ ગયું છે. પ્રભુનો આત્મા સ્વચ્છ બની ગયો છે અને આવા દેવાધિદેવ તીર્થકર અનંત ભૂતકાળને પણ જુએ છે અને અનંત ભૂતકાળના અરિહંતોએ આ જ વિનય માર્ગની સ્થાપના કરી છે અને એ જ માર્ગ ફરીથી વીતરાગ પ્રભુએ અહીં ભાખ્યો છે, સ્થાપ્યો નથી. સ્થાપના અપૂર્ણ શબ્દ છે. એટલે કવિરાજ “ભાખ્યો એમ કહે છે અર્થાતું જે છે શાશ્વતો માર્ગ તેને જ પ્રગટ કર્યો છે. તેને જ બતાવ્યો છે જેમ કોઈ આપણું ભવિષ્ય ભાખે છે. તો તેનો અર્થ એવો નથી કે તે ભવિષ્યનું નિર્માણ કરે છે. જે ભવિષ્ય તેને દેખાણું, તે કહે છે. પ્રભુ વીતરાગ અને અનંતજ્ઞાની હોવાથી વિનય તણો ઉજળો માર્ગ, જે શાશ્વત પરંપરામાં તેમને દેખાયો છે, તેવો આ દિવ્ય માર્ગ તેઓએ ભાખીને એટલે વાણીથી પ્રદર્શિત કરી જગતના કલ્યાણ માટે કહી સંભળાવ્યો
આ માર્ગનું કથન કરનાર તેનું વિવરણ કરનાર કોઈ સામાન્ય વ્યકિત નથી તેમ કોઈ મનમાં ઘડી કાઢેલી વાત પણ નથી. તેમજ આ માર્ગ માટે શાસ્ત્રકાર સ્વયં ઉદારતાપૂર્વક, પોતાને નિરાળા રાખી શ્રી વીતરાગ પ્રભુને જ શ્રેય આપી રહ્યા છે. આવા શાશ્વત માર્ગનો નિર્ધાર કરવાનો અધિકાર ફકત વીતરાગ પ્રભુને જ હોય છે. અનઅધિકારી માણસોએ કહેલી વાત આધાર હીન હોય છે તે ક્યારેક ભટકાવે તેવી પણ હોય છે. પરંતુ જેના ઉપદેષ્ટા સ્વયં વીતરાગ પ્રભુ હોય તે વાત સાચા હીરા જેવી હોય છે, શુધ્ધ કુંદન જેવી હોય છે. તેથી અહીં કહ્યું છે કે એવા વિનયતણો આ માર્ગ શ્રી વીતરાગ ભગવંતોએ ભાખ્યો છે, પ્રદર્શિત કર્યો છે, માર્ગ નક્કર છે અને તેના અધિષ્ઠાતા, ઉપદેષ્ટા તે પણ સોળ આના આત્મસ્વરૂપમાં રમણ કરતાં અનંતજ્ઞાની વીતરાગ પ્રભુ સ્વયં છે.
એવો શબ્દ જે વાપર્યો છે. “એવો” એટલે જોવા જેવો જે માર્ગ અદ્વિતીય છે. એવો શબ્દ
મારા ગામ પાથાકાકા નાણા નાણાવાવાળાઓ/૨૪૧