________________
ગાથા-ર૦ એહવોમાર્ગવિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ, 'મૂળહેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય |
કાવ્યનો રહસ્યવાદ કે છાયાવાદ : આ ગાથામાં રહસ્યવાદનો પ્રભાવ છે. અધ્યાત્મને સાહિત્યમાં બધે રહસ્યવાદ અને છાયાવાદની અસર જોવામાં આવે છે. રહસ્યવાદનો અર્થ છે કોઈ એક તત્ત્વનો ઈશારો કરી ગંભીર ગૂઢ ભાવ સમજવા માટે પાત્ર ઉપર આધાર મૂકી દેવામાં આવે છે. વિશ્વના લગભગ ઊંચા સાહિત્ય રહસ્યવાદથી ભરેલાં છે તેમાં બૌધ્ધિક તર્ક કરતાં શ્રધ્ધાની ઝડપ વધારે હોય છે અસ્તુ.
અહીં પણ કાવ્યકારે “સમજે કોઈ સુભાગ્ય’ એમ કહીને કોઈ ગૂઢ ભાવ પ્રત્યે ઈશારો કર્યો છે. રહસ્યવાદની બે ધારા છે. સીધો સરળ અર્થ અને બીજો ગૂઢ ગંભીર ભાવાર્થ. કાવ્યશાસ્ત્રમાં પણ આવું જોવા મળે છે તો વિનયનો સામાન્ય સીધો અર્થ સાધારણ વ્યકિતને પણ સમજાય તેવો છે, પરંતુ અહીં વિનયનો ગૂઢ અર્થ અથવા તેના કારણ અને હેતુ કોઈ સુભાગ્ય જન સમજી શકે છે. આ રીતે રહસ્યવાદની એક ઝલક અહીં પણ છે. સુભાગ્ય કોને કહેવો તે પછીનો પ્રશ્ન છે. પણ સાધારણ રીતે તેનો અર્થ “સુપાત્ર થશે. જો કે સુપાત્ર કરતા સુભાગી વધારે ઊંચાઈ પર છે, કારણ કે સુપાત્રતા આવ્યા પછી પણ પુણ્યના ઉદયની અપેક્ષા રહે છે. સુપાત્ર નૈતિક દષ્ટિએ યોગ્ય છે પરંતુ જયાં સુધી તેના પુણ્યનો ઉદય ન થાય ત્યાં સુધી સુભાગ્ય બનવામાં કે સુભાગી બનવામાં થોડીક કચાસ રહે છે. સુભાગ્યનો અર્થ ફકત ભાગ્યવાન નહીં કારણ કે ઘણી વખત ધર્મહીન માણસો પણ બાહ્ય દષ્ટિએ ભાગ્યવાન હોય છે પણ તેને સુભાગ્યવાન કહી શકતા નથી એટલે કવિરાજે અહીં “સુ” શબ્દ ઘણો જ ઉચિત મૂકયો છે. આપણે સુભાગ્યની વ્યાખ્યા કરતાં પહેલા ગાથાના પ્રથમ પદની વ્યાખ્યા સમજીએ.
એવો માર્ગ વિનય તણો : જેમ પાછલી ગાથામાં જે શબ્દ મૂકયો હતો તે જ રીતે અહીં વિશિષ્ટ ભાવ બતાવવા માટે “એવો શબ્દ મૂકયો છે. “એવો એટલે કેવો એ પ્રશ્ન થાય છે અર્થાત વિનય માર્ગ કેવળ વ્યાવહારિક ન હોવો જોઈએ. વ્યાવહારિક વિનય, આ વિનય માર્ગની કક્ષામાં આવતો નથી. તે આવશ્યક છે પરંતુ જેમ ખેતર ખેડવું આવશ્યક છે પણ ખેડીને અટકી જાય અને બીજ ન વાવે તો તે આવશ્યક ક્રિયા પણ અર્થહીન થઈ જાય છે. વ્યાવહારિક વિનય એક સામાન્ય આચરણ છે. પરંતુ ત્યારપછીનો જે વિનય માર્ગ છે, જે જાણવા જેવો છે, જોવા જેવો છે, સમજવા જેવો છે, આચરણ કરવા યોગ્ય છે. જ્ઞાન અને ભક્તિથી ભરેલો તે વિનય માર્ગ છે. તે વિનય માર્ગમાં આશા તૃષ્ણા કે બાહ્ય કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની કામના નથી. નિષ્કામ, નિષ્કાંચનક, શુધ્ધ, કંચન જેવો આ વિનયમાર્ગ એક વિશેષ સ્થાન ધરાવે છે. એક રીતે કહો તો મોક્ષમાર્ગ અને આ વિનય માર્ગ સગા બંધુ જેવા છે. એટલે જ અહીં કવિરાજ “એવો માર્ગ વિનય તણો” એમ કહે
ા ાઈ ધાdi માં ૨૪૦ 'I.