________________
INTEI/AI||T'N|III III
III
III IIIII II
અંતરના ઊંડાણમાં પ્રવેશ કરે છે, ત્યારે ગંભીરપણે દ્રવ્યના આંશિક ભાવોને પણ જાણી શકે છે. આમ ગહન ગતિથી જાણ્યા પછી, પદાર્થના જે આંતરિક દ્રવ્યો છે અથવા આંતરિક પ્રદેશો છે, તેના ગુણધર્મને નિહાળવા અને આંતરિક પ્રદેશ પરમાણુની સમૂચિ પ્રકૃતિનો ખ્યાલ કરવો તે અવગાહન છે. ઉદાહરણ, જેમ કોઈ વડનું ફળ જુએ, એ સામાન્ય દર્શન થયું પંરતુ આ ફળની અંદર અસંખ્ય બીજ રહ્યા છે. ગહન દૃષ્ટિથી વિચારતા તે બધા બીજનો વિશેષ રૂપે ખ્યાલ આવે છે અને તેની રચના, તેની વ્યવસ્થાનો બોધ થાય છે. ત્યારબાદ આ ફળના આંતરિક એક એક બીજનું અવલોકન કરવામાં આવે કે પર્યાલોચન થાય, ત્યારે એક એક બીજાના ગુણધર્મો વિચારમાં લેવાય અને એ ગુણધર્મોમાં એક એક બીજની અપૂર્વ શકિત સમજાય છે કે એક એક બીજમાં એક એક વડ સમાયેલો છે, તેવું સૂક્ષ્મ ચિંતન કરવું તે અવગાહન છે. આ જ રીતે સ્થૂળ શરીર અને દિવ્ય જીવાત્માનું દર્શન કરવું કે કોઈ એક જીવને નિહાળવો તે બાહ્ય દર્શન છે. જેમ કે કોઈ ગાય જુએ છે, આ જાનવર છે તેવો તેને સ્થૂળ ખ્યાલ આવે છે, પરંતુ જયારે જ્ઞાની જીવ આંતરદૃષ્ટિથી વિચારે ત્યારે તેમાં અસંખ્યાત પ્રદેશી શાશ્વત આત્મતત્ત્વ પણ છે, જેના આધારે ગાયનું નિર્માણ થયું છે અને આ દષ્ટિ પ્રાપ્ત થતાં હવે ગાય તે ગાય નથી પરંતુ એક શાશ્વત અરિહંતનો આત્મા છે. આ બધું જાણ્યા પછી, જીવ શા માટે સુખ દુઃખ ભોગવે છે ? આવો શુધ્ધાત્મા કેવી પરિસ્થિતિમાં છે? તેની સાથે રહેલા અસંખ્ય કર્મચલો જે સૂક્ષ્મ રૂપે ત્યાં કાર્ય કરી રહ્યા છે અને છતાં આ અંતરાત્માનો પ્રકાશ બુઝાયો નથી અને સર્વથા કર્મના આવરણથી તે ઢંકાયેલો નથી, તેવું પરિદર્શન કરવું, તે અવગાહન છે. દા.ત. જેમ ફાનસની ચીમની ઉપર મેસ લાગેલી છે, તેથી કાળો અંધકાર છે અને હલકો પ્રકાશ દેખાય છે પરંતુ ચીમનીની અંદર પ્રકાશમાન જયોતિ પણ છે, તે પોતાના ગુણધર્મોથી પરિપૂર્ણ છે, આ વિશેષ દર્શન કરવું તે અવગાહન છે. “અવગાહન' શબ્દ આંતરદષ્ટિના ભાવોને પ્રગટ કરે છે. જેમ પદાર્થમાં ગહનતા છે તેમ દ્રષ્ટાની ઈન્દ્રિયમાં અને મનોયોગમાં પણ ગહનતા આવે છે. આવું ગહન તત્ત્વ પરસ્પર સમીકરણ કરે છે. એટલે જેમ બહારનું અવગાહન થાય છે તેમ પોતાનું અવગાહન થાય છે. દ્રષ્ટા–દ્રશ્ય એ બન્નેનું અવગાહન કરનારી દષ્ટિ બન્નેનો તાર મેળવે છે અને એક અલૌકિક અવગાહન થતાં પ્રત્યેક દ્રવ્યની સંપૂર્ણતાનો પૂર્ણ ખ્યાલ આવે છે. વ્યવહારમાં ઊંડા તળાવમાં ડૂબકી મારી તળાવના અંદરના ભાવોને નિહાળવા તે લૌકિક અવગાહન છે જ્યારે દ્રવ્યોની સત્તામાં ડૂબકી મારી, તેના આંતરિક ભાવોને નિહાળવા તે અલૌકિક અગમ્ય અવગાહન છે.
અહીં કવિરાજે આવું અવગાહન કર્યા પછી, સદ્ગુરુએ તેવું અવગાહન કરવા માટે જે જે કાર્યો બતાવ્યા છે, તે ઉપર ધ્યાન આપવાનો આદેશ છે. “સદ્ગુરુએ કહ્યા જે અવગાહન કાજ તેમાં સહજ સદ્ગુરુ પોતે અવગાહન કર્યા પછી, અવગાહન કરવા માટે ખાસ કાર્યોની પ્રેરણા આપે છે. આમ અવગાહન તે પણ શ્રી સદ્ગુરુથી પ્રાપ્ત થયેલું છે અને તેવું અવગાહન કરવા માટે સદ્ગુરુએ જે કાર્ય બતાવ્યા છે, તે ઉપર લક્ષ આપવાનું છે. ગાહન” “શબ્દ” ગહન' ઉપરથી બનેલો છે. ગહન શબ્દ તે ઊંડાઈવાચી છે અને તે જ રીતે ગંભીરતાનો વાચક છે. અર્થાત્ ઊંડાઈથી પ્રાપ્ત કરેલી ગંભીરતા કે ગહનતા છે. “ગહન” એક પ્રકારનું દોહન છે. જેમ દહીંમાં માખણ રહેલું છે, તેને પ્રાપ્ત કરવું, તે ગહન છે. ગાહનતાનો એક અર્થ તિરોભાવ પણ થાય છે. અર્થાત્ અપ્રગટ