________________
ગાથા-૧૮ 'માનાદિક શત્રુ મહા, નિજ ઈદે ન મરાય;
'જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાયા અહીં જૈનદર્શનમાં આત્મશુદ્ધિમાં અવરોધનો મુખ્ય જે સ્થંભ છે તે કષાય છે. કષાયના ચાર અંશો મુખ્ય ગણાય છે. ક્રોધ, માન, માયા, લોભ. આપણી ગણનામાં કે શાસ્ત્રીય ગણનામાં ક્રોધને પ્રથમ સ્થાન આપ્યું છે. જ્યારે શ્રીમદ્જી ક્રમ બદલીને, માનને મુખ્ય સ્થાન આપે છે અને માનાદિક કહીને ચારે કષાયનો ઉલ્લેખ કરે છે – અર્થાત્ માન, માયા, ક્રોધ, લોભ ઈત્યાદિ.
આ વ્યુત્ક્રમનું શું કારણ છે ? ક્રોધ અજ્ઞાનદશામાં પ્રગટ થાય છે. અથવા તે સહજ સ્વભાવ - પણ બની જાય છે. બધા ક્રોધ, સંકલ્પમુકત હોતા નથી જેથી માનવજાતિમાં ક્રોધ એક સામાન્ય દુર્ગુણ છે અને પશુ–પંખીમાં પણ ક્રોધનો ઉપદ્રવ જોવામાં આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, ક્રોધની એક પ્રકારની શારીરિક કે માનસિક ક્રિયા છે. જેનો દેહાદિક સાથે સબંધ છે. જેથી અહીં શાસ્ત્રકારે ક્રોધને મહત્વ ન આપતાં “માન' એટલે અહંકારને પ્રથમ સ્થાન આપ્યું છે. જ્યારે મનુષ્ય બાળ અવસ્થાનો ત્યાગ કરે છે ત્યારે કેમ જાણે અહંકાર તેની લગામ સંભાળતો હોય તેમ માનવ જીવનનો કબજો કરે છે. આધ્યાત્મિક સાધનામાં સૌથી પ્રબળ પ્રતિયોગી કષાય તે માન કષાય છે. માન એક પ્રકારનો સૂક્ષ્મ અને સ્થળ બંને પ્રકારનો અહંકાર છે જૈન શાસ્ત્રોમાં આઠ પ્રકારના અહંકારનું કથન છે, તેનાથી જીવનું ઘોર પતન થાય છે. અસ્તુઃ અહીં આપણે માનકષાયને તત્ત્વતઃ સમજવા કોશિશ કરીએ.
અહંકારના બે પ્રકાર : માન અર્થાત્ અહંકાર બે પ્રકારનો છે. (૧) વાસ્તવિક ધરાતળ પર શકિત સાથે સંબંધ ધરાવતો અહંકાર છે. અર્થાત્ વ્યકિતના અહંકારનું મૂળ તેના સામર્થ્ય કે શકિતમાં રહેલું છે. (૨) અવાસ્તવિક અહંકાર જેનું ધરાતળ કશું નથી. હકીકતે, મનમાં જે વસ્તુનો તે અહંકાર કરે છે તેનો સદંતર અભાવ હોય છે અને તેને સામાન્ય કથાઓમાં મિથ્યા અહંકાર કહેવામાં આવે છે. - જો કે બધા અહંકાર મિથ્યા જ છે, પરંતુ શકિતથી ઉદ્ભવેલો અહંકાર બહુ દઢમૂળ હોય છે. અને જેમ જેમ તેમની શકિત વધે તેમ તેમ તેમનો અહંકાર વધતો જ જાય છે. ઘણી વખત એવું બને કે શકિતનો નાશ થયા પછી પણ વ્યકિતના અહંકારનો નાશ થતો નથી.
મિથ્યા કે વાસ્તવિક બંને અહંકાર જીવનને જ્ઞાનભંડારથી કે આત્માના નિરાવરણ શુધ્ધ પ્રદેશોથી દૂર રાખી એક પડદો ઉભો કરે છે અને આત્મદર્શન માટે મહાબાધક તત્ત્વ છે. આ અહંકાર કેવળ ભૌતિક જ હોતો નથી અર્થાત્ બાહ્ય ધન પરિગ્રહ સબંધી જ અહંકાર છે એમ નથી. પરંતુ જયારે વ્યકિત સાધનાશીલ બને અને જ્યારે સારા ગુણ ખીલે છે, ત્યારે અહંકાર પડખું ફેરવી ભૌતિક અહંકાર મટીને, આધ્યાત્મિક અહંકાર બની જાય છે. જ્ઞાનનો અહંકાર, ચારિત્રનો અહંકાર, પોતાની વચનશકિતનો અહંકાર આમ ભૌતિક શકિતઓમાંથી હટી આ અહંકાર પુનઃ આધ્યાત્મિક શકિતઓ પર પણ પોતાનું સ્થાન ધરાવે છે.
૨૨૨ here