________________
ભાવ સ્પષ્ટ થઈ જશે. (૧) વૈરાગ્ય છે ને આત્મજ્ઞાન નથી. (ર) આત્મજ્ઞાન છે પણ વૈરાગ્ય નથી. (૩) વૈરાગ્ય પણ નથી અને આત્મજ્ઞાન પણ નથી. (૪) વૈરાગ્ય પણ છે અને આત્મજ્ઞાન પણ છે.
(૧) વૈરાગ્યની એક ભૂમિકા છે. એ ભૂમિકા કોઈ દૂષિત નથી, તેમજ વર્ય પણ નથી. સાધનાને પ્રતિકૂળ પણ નથી પરંતુ જો આત્મજ્ઞાન પ્રગટ ન થાય તો જીવ ત્યાં જ અટકી જાય છે અને કદાચ વૈરાગ્યનો રંગ ફીકકો પણ પડી જાય અથવા પુનઃ રાગ-દ્વેષના ચક્કરમાં આવે છે. જેથી આત્મજ્ઞાનનું પ્રગટ થવું નિતાંત જરૂરી છે.
જેમ કોઈ નૃત્યકાર નૃત્ય કરે પણ તેને પોતાનું ભાન છે. પોતાનું ભાન ભૂલીને નૃત્ય કરે તો તે સુંદર હોવા છતાં અંતે દુઃખનું કારણ થાય છે. અથવા તે પોતાની કલાથી પણ દૂર હટી જાય છે. નૃત્યકારને પોતાનું ભાન હોવું જોઈએ, તે જ રીતે વિરકિતના ફલક ઉપર ત્યાગનું નાટક કરનારને પોતાનું ભાન એટલે આત્મજ્ઞાન હોવું જોઈએ. પ્રથમ ભંગ વૈરાગ્યની અવહેલના કરતો નથી પરંતુ તે અપૂર્ણતાનું સૂચક છે. ' (૨) બીજા ભંગમાં આત્મજ્ઞાન છે એમ લખ્યું છે પણ વસ્તુતઃ ત્યાં આત્મજ્ઞાનનો આભાસ લેવાનો છે. વાસ્તવિક આત્મજ્ઞાન થાય તો વૈરાગ્ય ઉદ્ભવે જ અને આ રીતે બીજો ભંગ અઘટિત થઈ જાય છે. અર્થાત્ આત્મજ્ઞાનની વાતો કરનાર વ્યકિત જો વૈરાગ્યથી રંગાતો ન હોય તો તે પોતાની જાતને પણ અંધારામાં રાખે છે. બીજા ભંગથી આટલું સમજવાનું છે કે ફકત આત્મજ્ઞાનની વાત કરવાથી આત્મજ્ઞાનનું ફળ મળતું નથી, જેમ કોઈ ખાવાપીવાની કોરી વાતો કરે તો તેનાથી પેટ ભરાતું નથી. કમાવા માટેની ખાલી વાતો કરે તો તેનાથી ધન પ્રાપ્ત થતું નથી અને તે સ્વપ્નદ્રષ્ટા બની જાય છે. એમ અહીં આ બીજા ભંગમાં ખાસ ટકોર કરવામાં આવી છે કે આત્મજ્ઞાનની પ્રાપ્તિનું સાચું લક્ષણ વૈરાગ્ય છે.
(૩) જીવ મોહદશાથી ભરેલા મિથ્યાત્વના સમયમાં જે કાંઈ ભાવો ભજવે છે અને અંતે અનંત ભવસાગરમાં જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાય છે. આ ત્રીજો ભંગ છે. જીવો તેના શિકાર છે. વૈરાગ્ય અને આત્મજ્ઞાન બન્નેથી દૂર કેવળ પરાધીન અવસ્થામાં વિભાવોને ભજતા કાળચક્ર પૂરું કરે છે. ત્રીજો ભંગ તે અનંતકાળના અંધારાનું ચિત્ર આપે છે. - (૪) ચોથો ભંગ એ વાસ્તવિક સાધનાનો ભંગ છે. આ ભંગ એ સાચી કસોટી પર કસેલું ચોવીસ કેરેટનું શુધ્ધ સોનુ છે. જેમાં જીવ મિથ્યાત્વ અને મોહદશા એ બન્નેથી મુકત થવા માટે કટિબધ્ધ થયો છે. વૈરાગ્યનો પ્રતિબંધક મોહ છે અને આત્મજ્ઞાનનું પ્રતિબંધક મિથ્યાત્વ છે. આમ મોહ અને મિથ્યાત્વ બન્નેની માત્રાને નિર્બળ કરી આત્મજ્ઞાન અને વૈરાગ્યની એકેક કળાને વધારી જેમ બીજનો ચંદ્ર પુનમ સુધીની યાત્રા કરે છે તેમ આ જીવાત્મા વૈરાગ્ય અને આત્મજ્ઞાનનું અવલંબન કરી સમ્યગુદર્શનથી મોક્ષ સુધીની યાત્રા કરે છે. જો કે આ બન્ને લક્ષણ સમ્યકત્વની પૂર્વભૂમિકામાં પણ ઉપલબ્ધ થાય છે. ગાઢ મિથ્યાત્વમાંથી નીકળી અર્થાત્ પ્રથમ ગુણસ્થાનથી નીકળી ચોથા ગુણસ્થાનની યાત્રામાં પણ વૈરાગ્ય અને આત્મજ્ઞાનની ઝાંખી કારણભૂત હોય છે.
KURSURILE ASUKABILIANE 900 m