________________
બહોળો વારિનિધિ સમુદ્ર પણ પાણી જ છે. તેમ કરૂણા એક બિંદુથી વિસ્તાર પામે છે એક જીવ પ્રત્યે દયાનો ઉદ્ભવ થતાં ક્રમશઃ થતાં ઘણા જીવો પ્રત્યે કરૂણા ઉદ્ભવ્યા પછી સમગ્ર ત્રણ લોકના સૂક્ષ્મ સ્થૂળ તમામ જીવરાશિ સાથે સમુદ્રના પાણીની જેમ કરુણા વિસ્તાર પામે છે. પુચ્છિસુર્ણમાં ઠીક જ કહ્યું છે.
“વર્ડ્ઝ ઞદે યં તિષિ વિજ્ઞાપુ, તા ૧ ને થાવર ને ય પાળ' અર્થાત્ ઊર્ધ્વ દિશા અને અધોદિશા, અને તિર્યંગદિશા અર્થાત્ સમગ્ર દિશામાં રહેલા સ્થાવર અને ત્રસ પ્રાણીઓને શાંતિ આપી શકે તેવો કરૂણામય સિદ્ધિાંત ભગવાન મહાવીરે સ્થાપિત કર્યો છે અને આજે આ આત્મસિદ્ધિની ત્રીજી કડીમાં મહાન યોગીરાજ કૃપાળુ ગુરુદેવના અંતરમાં તે જ શુદ્ધ નિર્મળ કરુણા ઉપજી છે. અસ્તુ. Plz B
અહીં બન્ને પ્રકારની શુભ, શુદ્ધ કરૂણાની તારતમ્ય ભાવે વ્યાખ્યા કરી આપણે કરૂણાને નિહાળી રહ્યા છીએ. કરૂણાનું દર્શન કરતા જ કારુણિક ભાવો ઉદ્ભવે છે અને જ્યારે કરૂણા સાક્ષાત્ પ્રગટ થાય ત્યારે જડતા કે શુષ્કજ્ઞાન લુપ્ત થઈ જાય છે.
જે કરુણાની વાત ચાલે છે તે કરુણા વસ્તુતઃ બે ભાગમાં વિભકત છે. એક વ્યાવહારિક અને એક આધ્યાત્મિક. પ્રાણીના શરીરની પીડા કે બાહ્ય દુઃખોને જોઈને જે કરુણા ઉપજે તે શરીર સંબંધી ભૌતિક કરૂણા છે. આ કરૂણાના પરિણામે જીવને કદાચ પુણ્યનો યોગ હોય તો દુઃખ વિમુકત થાય પરંતુ તેનો કાયમી ઉપકાર થતો નથી. પુનઃ તે જીવ અજ્ઞાનદશાના કારણે તેવા દુઃખોમાં સપડાતો રહે છે પરંતુ સમ્યગ્દષ્ટિ જીવનું લક્ષણ છે કરુણામય વ્યવહાર, તેથી જ્ઞાની જીવો પણ આ વ્યાવહારિક કરૂણાને સહજભાવે અપનાવે છે અને પુણ્યના બંધ કરે છે. પરંતુ આ કરૂણા વાસ્તવિક નિર્જરાનો હેતુ બની શકે નહીં. બને તો પણ બહુ જ અલ્પ નિર્જરા નો હેતુ બને અને તે પણ અકામ નિર્જરાનો હેતુ બને છે. શારીરિક કરૂણા સામાન્ય રૂપે ધર્મનો આધાર માનવામાં આવે છે અને બધા પુણ્યક્ષેત્રો આવી કરૂણાને આધારે મોટા ઉપકારી કાર્યો કરતા હોય છે. અસ્તુ.
કરુણાનું મંગલમય રૂપ : કરુણાનો બીજો ભાગ તે આધ્યાત્મિક કરુણા છે. અર્થાત્ ફકત શરીરની પીડા નહીં, પરંતુ મિથ્યાત્ત્વ, કષાય કે અવ્રતને આધીન થઈ જીવ તે અનંત પીડા ભોગવે છે તે પીડાને દૂર કરવા માટે જ્ઞાની પુરુષો મુકિતનો માર્ગ અપનાવી તેમના પ્રત્યે કરુણાની દૃષ્ટિ અપનાવી તેમનો આધ્યાત્મિક ઉપકાર કરે છે. આ કરુણા એ સભ્યજ્ઞાનની શુદ્ધ ધારામાંથી ઉદ્ભવેલી આધ્યાત્મિક કરુણા છે. આ કરુણા તે આત્માના સ્વરૂપમાં સમાવિષ્ટ થયેલી સ્વભાવ પર્યાય છે. પ્રથમ પ્રકારની કરુણા મોહાત્મક પણ હોઈ શકે છે. તેમાં શુભ બંધન વધારે થાય છે. જ્યારે આ આધ્યાત્મિક કરુણા તે ઉત્તમ નિર્જરાનો હેતુ છે ઉપરાંત શ્રેષ્ઠ ઉચ્ચ કોટિનું, નિર્મળ અને નિર્વધ પુણ્ય બાંધે છે. જે પુણ્ય આગળ ચાલીને મોક્ષમાર્ગમાં સહાયક બને છે. સામાન્ય જીવોની આધ્યાત્મિક અજ્ઞાન ભરેલી દુર્દશાને જોઈ આ જ્ઞાનાત્મક કરુણા ઉપજે છે. જ્યારે જીવના બાહ્ય દુઃખો જોઈને તેમનું ભલુ થાય તે રીતે તે સદ્ભાવ ભરેલી લાગણીરૂપ કરુણા છે. જો કે આ શારીરિક કરુણાને પણ નકારી શકાય તેમ નથી. કારણ કે પુણ્યત્માઓનો સ્વભાવ અને પ્રવૃત્તિ બધી રીતે ઉપકારી અને સૌનું ભલુ થાય એવી સદ્ભાવ ભરેલી હોય છે.
५०