________________
મહત્ત્વપૂર્ણ વાત એ છે કે પ્રથમ પ્રકારની શારીરિક કરુણાના ફળરૂપે સામાન્ય દાન ઈત્યાદિ ઉપકારી ઉપકરણો આપવા રૂપી સીમિત હોય છે, જ્યારે આધ્યાત્મિક કરુણાનું ફળ તે જીવોના અનંતકાળના દુઃખો મટાડી તેમને શાશ્વત સુખ પ્રાપ્ત થાય જેમાં બાહ્ય સાધન નથી પણ સૂક્ષ્મ આધ્યાત્મિક ભાવો ભરેલા છે. તેવી આ કરુણાથી જીવની દશા બદલાય જ જાય છે અને જેમ કાળી દાળ છડી દાળ બની જાય તેમ આ જીવ કૃષ્ણપક્ષમાંથી શુકલપક્ષમાં આવી શુકલ લેશ્યા અને શુકલ ધ્યાનનો સ્પર્શ કરે તેવું આ કરુણાનું મહાફળ છે તેમ જ તેના ભૌતિક દુઃખો પણ મટે છે. આ રીતે આધ્યાત્મિક કરુણા તે સ્વયં ત્રિવિધ ફળ આપનારી છે. આધ્યાત્મિક સુખ અને ભૌતિક સુખ. આધ્યાત્મિક સુખનો પ્રભાવ જ એવો છે કે આધિભૌતિક દુઃખ માટે અને કદાચ પૂર્વ જન્મના અશુભ કર્મના ઉદયથી દુઃખ ન મટે તો પણ તેનો પ્રભાવ તો અવશ્ય માટે અને જીવ જરાપણ ગુંગળાય નહીં અને અશુભ કર્મનું વેદન કરતા સમભાવે વેદન કરી તે મહાનિર્જરાને પણ પામે છે. ખરું પૂછો તો આ આધ્યાત્મિક કરુણા એ ત્રિવિધ ફળ આપનારી છે.
(૧) આધ્યાત્મિક કરૂણાનો સુધાર અર્થાત્ શુદ્ધ પરિણમન. (૨) કષાયાદિ ભાવોનું ઉપશમન.
(૩) અઘાતિ કર્મોના ઉદયને ટાળી પુણ્ય પ્રકૃતિનો ઉદય કરાવે અથવા પ્રબળ પાપનો ઉદય હોય તો પણ તેને નિર્જરાનો હેતુ બનાવે.
ઉત્તમ કરૂણા : આધ્યાત્મિક કરુણા તે અમૃત વર્ષા છે. અહીં આપણા મહાન યોગીરાજ આવી કરૂણાને પ્રાપ્ત કરી અથવા કરૂણાને આધીન થઈ, નિર્મળ કરૂણાનો સ્પર્શ કરી “કરૂણા ઉપજે જોઈ” એમ બોલી ઉઠયા છે. જો કે અહીં કોને કરૂણા ઉપજી એમ સ્પષ્ટ કર્યું નથી. જેમ આગળ પણ શુષ્કજ્ઞાની કે ક્રિયાજડ કોણ એમ સ્પષ્ટ કર્યું નથી, તેમ કોઈ વ્યકિત કે સંપ્રદાયનો ઉલ્લેખ કર્યો નથી. પરંતુ આ બધા ગુણો સ્વયં આકાશમાં હોતા નથી, કોઈ વ્યકિત કે આત્માના આધારે ઉદ્ભવે છે. અહીં તે અધ્યાહાર છે તેમ સમજવું જોઈએ. આત્મસિદ્ધિના રચયિતા સ્વયં બોલે છે કે “કરૂણા ઉપજે જોઈ તેનો અર્થ એ છે કે પરમકૃપાળુ દેવને જ આ કરુણા ઉપજી છે અને ખરેખર તેઓ આવી નિર્મળ કરૂણાના અધિકારી છે. સાધારણ જીવમાં આવી જ્ઞાનાત્મક કરૂણા હોતી નથી, પરંતુ ઉચ્ચ કોટિના આત્મદર્શી પુરુષોને જ આ આધ્યાત્મિક કરૂણા ઉપજે છે અને પરોક્ષ રીતે તેઓ કહે છે કે ફકત પોતે જ નહીં પરંતુ આવા આત્મદર્શી જે જે પુરુષો હોય તેને આવી પરિસ્થિતિ જોઈને કરુણા ઉપજે એ સ્વાભાવિક છે.
અહીં આપણે આત્મસિદ્ધિના કર્તાને જ આ કરુણાના ભાજન માનીએ છીએ. જેમ વૈદરાજ રોગીના દુઃખને નિહાળી ઉપચારનું વર્ણન કરે છે અથવા ઉપચારનું આયોજન કરે છે, તે જ રીતે આ ઉચ્ચ કોટિના જ્ઞાની ગુરુ હવે જીવોનો ઉધ્ધાર થાય તેવા સાધનારૂપ સાચી પરિસ્થિતિને સ્પર્શ કરે તેવા સચોટ ઉપાય પ્રદર્શિત કરવા તત્પર થયા છે, જેને આપણે આગળની ગાથાઓમાં નિહાળી શકશું.
ઉપસંહાર : અહીં ત્રણ ગાથાનું સૂક્ષ્મ વિવેચન કર્યા પછી થોડો ઉપસંહાર કરી આગળ વધશું. આ ત્રીજી ગાથામાં મુખ્ય તત્ત્વ ક્રિયાજડતા, શુષ્કજ્ઞાન, મોક્ષમાર્ગની વિપરીત માન્યતા અને
૬૧