________________
આ થયો પૌદ્ગલિક સમભાવ કારણ કે મનુષ્યના જીવનમાં આ બધા જડ પદાર્થો જીવના રાગ દ્વેષને ઉત્તેજિત કરે છે. રાગ દ્વેષનું કે વિષમભાવનું ઉપાદાન પુગલ નથી પરંતુ જીવની પોતાની આરાધ્ય ભૂમિકા પ્રગટ ન થઈ હોય, તો બધા આશ્રવ ભાવો પ્રગટ થઈ સમદર્શિતા લય કરે છે અસ્તુ. પુદ્ગલના વિષયભાવોથી મુકત થયા પછી આરાધક જીવ બીજી કેટલીક લોકેષણાઓને કારણે બીજા અન્ય જીવો સાથે સમભાવ ગુમાવી બેસે છે તેનું આપણે અહીં થોડું વિવરણ કરીએ.
જ્ઞાનકક્ષામાં આવેલો સાધક સામાન્ય ગુરુપદ પ્રાપ્ત કર્યા પછી પણ અન્ય ગુરુપદ ધારણ કરનારા સાથે ભિન્ન ભિન્ન પ્રકારના નિમિત્તનો આશ્રય કરી પોતાની સમદર્શિતા ગુમાવે છે. (૧) અહંકારને કારણે હું સાચો છું બાકી બધા ખોટા છે, તેવી આગ્રહબુધ્ધિથી સ્યાદ્વાદ સિધ્ધાંતનું
અવલંબન છોડી એકાંતવાદનું અવલંબન કરી પોતાની પૂજયતા માટે ભરચક પ્રયાસ કરે છે. (૨) માયાકપટ રાખી, છળકપટનો આશ્રય લઈ, ચમત્કાર દેખાડી સામાન્ય ભદ્રજીવોને અહો
ભાવમાં રમાડી બીજા કોઈ જાણકાર નથી તેવા ભાવ પ્રગટ કરી બહારમાં સમતા દર્શાવીને
પણ આંતરિક કપટનું સેવન કરી સમદર્શિતાનો લાભ ગુમાવી બેસે છે. (૩) લોભ, પરિગ્રહની ભાવનાઓથી અન્ય જીવો પોતામાં આસકત થાય અને તેનાથી મળતાં
પરિગ્રહનો લાભ ઉઠાવવા માટે અન્ય લોકોની નિંદા કરી સમદર્શિતાના નિર્મળ કપડાં ઉપર
કાળા ડાઘ પાડે છે. (૪) ક્રોધ કષાયને આધીન થઈ અસહિષ્ણુતાના ભાવે ક્રોધમાં ઉશ્કેરાટ પામી સત્યને સમજવા
વિના અન્યને પોતાના કોપનું ભાજન બનાવી સમદર્શિતાના ત્રાજુને ન્યાય તત્ત્વથી વંચિત કરી પોતાનું બેલેન્સ ગુમાવી બેસે છે.
આ બધા અભિમાનયુકત ભાવો અન્ય જીવરાશિ સાથે વિષમતાના ભાવો અંતે સ્વયં દુર્ગતિના બંધ ઊભા કરે છે.
આ બંને પ્રકારના વિષમ ભાવોથી દૂર થઈ વિષય અને કષાયનો આશ્રય છોડી. પુલને પુદ્ગલ સમજી બધા જીવાત્માઓને આદર ભાવથી નિહાળી સમભાવને ધારણ કરે છે તેવી સમદર્શિતા મહાન સદ્ગમાં હોય છે. એટલે જ સ્વયં શ્રીમદ્જીએ કહ્યું છે કે “સર્વાત્મમાં સમદષ્ટિ ધ્યો આ વચનને હૃદયે લખો” આ રીતે પુદ્ગલ પ્રત્યેની અને જીવાત્મા પ્રત્યેની આ પ્રકારના સમભાવની વાત આપણે કરી. તે ઉપરાંત સ્થાન સંબંધી, કાળસંબંધી કેટલાક વિષમભાવો ઉત્પન થાય છે, સંક્ષેપમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, આ ચારે અંશોમાં સમભાવ દાખવવો અને ચારે અંશોમાં સમદર્શિતાનો આધાર આત્મજ્ઞાન છે. એટલે જ અહીં સિધ્ધિકારે પાંચ લક્ષણમાં પ્રથમ આત્મજ્ઞાન લીધું છે. અર્થાત્ આત્મજ્ઞાનની ભૂમિકા ઉપર સમદર્શિતા નિર્માણ થાય છે. પાંચે લક્ષણો સ્વતંત્ર હોવા છતાં પરસ્પર કારણ કાર્યનો સંબંધ ધરાવે છે.
પૂર્વમાં કહેલા સમદર્શિતાનો ખોટો અર્થ ન થાય તે ઉપર દષ્ટિપાત કરીએ. જેમ કે ઝેર અને અમૃતને એક ન ગણાય, લોખંડ અને સોનું એક ન ગણાય, અપથ્ય અને પથ્યમાં સમભાવ ન રાખી શકાય અર્થાત્ બંનેનું સમાન મૂલ્યાંકન થઈ શકે. સમભાવનો આવો ખોટો અર્થ ન થવો જોઈએ. સમભાવ તે જ્ઞાન પ્રેરિત હોય છે. સમભાવ રાગ દ્વેષનું નિવારણ કરે છે પરંતુ જ્ઞાનનો
૧૪૯ -