________________
51121-6
ત્યાગ વિરાગ ન ચિતમાં, થાય ને તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન II
ત્યાગ વૈરાગ્યની જોડી : છઠ્ઠી ગાથામાં આત્મજ્ઞાનને મહત્વ આપી, આત્મજ્ઞાનની હાજરીમાં વૈરાગ્ય સફળ થાય એમ કહ્યું છે, જ્યારે અહીં તે જ વાત ઉલટાવીને કહે છે કે વૈરાગ્ય અને ત્યાગ હોય તો જ આત્મજ્ઞાન થાય. બન્નેમાં એક વાત હોવા છતાં કાર્યકારણની દૃષ્ટિએ ક્રમિક અંતર છે. આત્મજ્ઞાનથી વૈરાગ્યની સફળતા અને વૈરાગ્યથી જ આત્મજ્ઞાનનો ઉદ્ભવ; આમ બન્નેને પરસ્પર કાર્ય-કારણ રૂપે સાંકળી લીધા છે. અહીં વિરાગ શબ્દ વાપર્યો છે. જ્યારે છઠ્ઠી ગાથામાં વૈરાગ્ય શબ્દ વાપર્યો છે. ત્યાં વૈરાગ્યનું અધિષ્ઠાન પ્રદર્શિત કર્યું નથી, જ્યારે અહીં ત્યાગ વિરાગના અધિષ્ઠાન રૂપે ચિત્ત શબ્દનો પ્રયોગ કર્યો છે અને કહ્યું છે કે ‘ત્યાગ વિરાગ ન ચિત્તમાં,' તેમ કહ્યું છે. વિરાગની સાથે ત્યાગ પણ જોડવામાં આવે છે. પૂર્વ ગાથામાં વૈરાગ્ય આદિ કહીને ત્યાગ શબ્દ રાખ્યો હોય તેમ પ્રતિભાસિત થાય છે અને અહીં સ્પષ્ટપણે વિરાગ સાથે ત્યાગ શબ્દ જોડવામાં આવ્યો છે. વ્યાકરણની દૃષ્ટિએ વિરાગ અને વૈરાગ્યમાં અંતર પ્રગટ થાય છે. જેમ સુંદર અને સૌંદર્ય, માનવ અને માનવીય, કૃતિ અને કર્તવ્ય – આમ વ્યાકરણમાં પ્રત્યયો જોડાવાથી શબ્દ રૂપાંતર પામે છે. વિશેષણ તે નામ બની જાય છે. નામ તે વિશેષણ બની જાય છે. સુંદર એ વિશેષણ છે અને સૌંદર્ય તે ભાવવાચક નામ છે. એ જ રીતે વિરાગ શબ્દ એક પ્રકારનું વિશેષણ છે. અને વિરાગ વ્યકિતની જે કાંઈ કૃતિ છે, જે કાંઈ ક્રિયાકલાપ છે, તે બધું વૈરાગ્ય છે. વિરાગ તે અધ્યાત્મિક પરિણતિ છે. જ્યારે વૈરાગ્ય તે તટસ્થ પરિણતિ છે. વૈરાગ્ય શબ્દથી વ્રત નિયમ અથવા વૈરાગીના કપડાં ઈત્યાદિ વૈરાગ્યના સૂચક છે. જ્યારે વિરાગ શબ્દ એ ભાવાત્મક કે ગુણવાચક વિશેષણ છે અને આ આધારે કવિશ્રી કહે છે કે વૈરાગ્ય આદિ બહારની ક્રિયાઓ આત્મજ્ઞાન હોય, ત્યારે જ સફળ થાય. જ્યારે અહીં કહે છે કે ચિત્તમાં વૈરાગ્ય હોય તેને આત્મજ્ઞાન થાય છે. આ ગાથામાં ક્રમ બદલી નાંખવામાં આવ્યો છે. ત્યાં વૈરાગ્યની સફળતા તે કાર્ય હતું અને આત્મજ્ઞાન તે કારણ હતું. જ્યારે અહીં વિરાગ અને ત્યાગ એ બન્ને આત્મજ્ઞાનની સ્પષ્ટ ભૂમિ છે. આ બન્નેની હાજરીમાં આત્મજ્ઞાનનો સંભવ થાય છે. આમ કહીને અહીં આ સાતમી ગાથાના પૂર્વાર્ધમાં ત્યાગ વિરાગની મહત્તા બતાવી છે. છઠ્ઠી ગાથામાં જે વિષય આરંભ કર્યો છે, તેનું અહીં સ્પષ્ટીકરણ કર્યું છે. આમ બંને ગાથા ઘણી જ સમન્વિત છે અથવા છઠ્ઠી ગાથાનો અન્વય સાતમી ગાથામાં પ્રગટ થયો છે. અસ્તુ. હવે અહીં આપણે ત્યાગ વિરાગના મૂળ તપાસશું અને ત્યાગ વિરાગ વખતે કર્મની સ્થિતિ શું હોય અથવા સ્વભાવ વિભાવની પરિસ્થિતિમાં શું પલટો આવ્યો હોય અને કયા કારણથી રાગ અને ભોગનું નિવારણ થઈ તેના પ્રતિયોગી વિરાગ–ત્યાગ પ્રગટ થયા છે અને ત્યાગ વિરાગની શું મહતા છે તથા ત્યાગ—વિરાગ કોને કહી શકાય તે સમજવા માટે વિશેષ પ્રયાસ કરશું. અહીં જે એમ કહેવામાં આવ્યું છે. કે “ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને આત્મજ્ઞાન”. આમ આખું પદ નિષેધાત્મક છે. છઠ્ઠી ગાથામાં વૈરાગ્ય અને આત્મજ્ઞાન બન્નેને વિધિ ભાવે ઉપસ્થિત કર્યા હતા. જ્યારે અહીં ત્યાગ
૧, ૧૧૨
—
-