________________
પરમશ્રુત સુધી પરિસીમિત નથી. પરમશ્રુતનો બીજો ધર્મ છે સ્થિરતા. જ્ઞાન કરતા જ્ઞાનની સ્થિરતા ઘણીજ મહત્વપૂર્ણ છે. ચંચળતાના દોષ, પરાક્રમના અભાવે, વીર્યંતરાયકર્મના ઉદયથી સાધારણ મનુષ્ય જ્ઞાનમાં સ્થિર રહી શકતો નથી. અર્થાત્ તેનું જ્ઞાન સ્થિર રહેતુ નથી. સમસ્થિતિ તે જ્ઞાનનો બીજો ઊંચો ગુણ છે. ગીતામાં પણ કહ્યું છે, “સ્થિતપ્રજ્ઞ” અને સ્થિતપ્રજ્ઞની વ્યાખ્યામાં ૨૨ શ્લોક મૂકયા છે, જે મનનીય છે.
જ્ઞાનની સ્થિરતા : અહીં આપણે જ્ઞાનની સ્થિરતા વિશે વાત કરીએ છીએ. મોહાદિક કર્મના ઉદયથી અથવા પ્રતિકૂળ નિમિત્તોની ઉપસ્થિતિમાં જ્ઞાન અસ્થિર બની ડોલી જાય છે. જ્યારે જ્ઞાન સ્થિર થાય ત્યારે ધ્યાનની કક્ષામાં પ્રવેશ કરે છે. ધ્યાન પણ જ્ઞાનની ઊંચી બાજુ છે. જ્યારે જ્ઞાન સ્થિર ભાવોને વરે અને અડોલ અવસ્થાનો જન્મ થાય ત્યારે જ્ઞાન અથવા સ્થિતજ્ઞાન સામાન્ય જ્ઞાન મટીને પરમશ્રુત બને છે. પરમશ્રુત તે સદ્ગુરુનું ચોથું લક્ષણ બતાવ્યું છે. પરમશ્રુત પરમ તેજસ્વી બની જાય છે. જેમ કરવત લાકડાને કાપે તેમ પરમ શ્રુત મોહાત્મક ભાવોને છિન્ન ભિન્ન કરી નાંખે છે. સમયસારની ટીકામાં અમૃતસૂરીજીએ ઠીક જ કહ્યું છે.
" तीक्ष्णज्ञान प्रगटेन छिद्यन्ते काष्ट कर्माणि "
અર્થાત્ તીક્ષ્ણ દાઢાવાળી કરવત જેમ લાકડાને ચીરી નાંખે છે. તે જ રીતે પરમ તેજસ્વી ધારવાળુ આ જ્ઞાન મોહાદિક ભાવોને છિન્ન ભિન્ન કરી નાંખે છે અને આવુ તીક્ષ્ણ ધારવાળુ જ્ઞાન તે પરમશ્રુત છે. પોતાની જગ્યાએ બરાબર રહી નિરંતર જ્ઞાનનો પ્રકાશ આપતો રહે તેવું સભ્યશ્રુત પરમશ્રુત છે. પરમશ્રુત ઉપર ક્ષેત્રના, કાળના કે કોઈ અન્ય પદાર્થના પ્રભાવ પડતા નથી. બધી સ્થિતિમાં બીજા અન્ય તત્ત્વોનો પ્રભાવ પડયા વિના અન્ય પ્રભાવથી અપ્રભાવિત એક વખત પ્રગટ થયેલું નિર્મળ જ્ઞાન બરાબર ટકી રહે છે. ઉપરના બધા વિવેચનથી એ સ્પષ્ટ થયું કે સ્વ-શુદ્ધભાવે ઉદ્ભવેલુ જ્ઞાન, તે પરમશ્રુત, દ્રવ્ય ભાવે નિરાળુ તે પરમશ્રુત, સ્થિતિથી અડોલ, કાળના પ્રભાવથી રહિત તે પરમશ્રુત અને એ જ રીતે કોઈ પ્રકારના ક્ષેત્રાંતર થવાથી જ્ઞાનની સ્થિતિમાં અન્ય વિકલ્પો ઉદ્ભવતા નથી તે પરમશ્રુત છે. અહો ! ધન્ય છે આ પરમશ્રુતને ! ધન્ય છે આ જ્ઞાનરૂપી દર્પણને ! અને ધન્ય છે તે જ્ઞાન જે સદ્ગુરુનું આભૂષણ બની સ્વયં સુશોભિત રહી સદ્ગુરુને પણ શોભાયમાન કરે છે ! અહો અહો ! ધન્ય છે આ પરમધારાને ! જે નિર્મળ ભાવે સરિતા રૂપે વહેતી હોવા છતાં તેના કોઈ રંગ બદલાતા નથી ! અને આ સરિતા તે અંતે કેવળ જ્ઞાન રૂપ મહાસમુદ્રમાં જ વિલીન થવાની છે. પરમશ્રુત પોતે ખંડજ્ઞાન હોવા છતાં અખંડ દ્રવ્યોનો સાક્ષત્કાર કરાવી પરમશ્રુતના અધિષ્ઠાતા એવા એ સાધકને પરમ સુખની પ્રાપ્તિ કરાવે છે.
અહીં આપણે ખંડજ્ઞાન શબ્દનો ઉપયોગ કર્યો તો સમજી લેવું જોઈએ કે કેવલજ્ઞાનથી નીચેના જ્ઞાન છે, અર્થાત્ મતિજ્ઞાન આદિ ચારેય જ્ઞાન અને વિશિષ્ટ પ્રકારના ક્ષયોપશમથી ઉત્પન્ન થતાં વિશિષ્ટ પ્રકારના જ્ઞાન પર્યાયો તે બધા ખંડજ્ઞાન છે. ખંડજ્ઞાનનો અર્થ છે કે જે જ્ઞાન સમગ્ર દ્રવ્યને જાણી શકતું નથી. દર્શનભાવે સમગ્ર પદાર્થની સત્તાનો સ્વીકાર કરે છે પરંતુ ત્યારબાદ જે જ્ઞાનપર્યાય ઉદ્ભવે છે, તે દ્રવ્યના કોઈપણ અંશને સ્પર્શ કરે છે. નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ ઈત્યાદિ કોઈપણ નિક્ષેપને આધારે પદાર્થનો મર્યાદિત નિર્ણય કરે છે. તેથી તેને ખંડજ્ઞાન કહેવામાં આવ્યું છે. પરમશ્રુત પણ એક પ્રકારનું ખંડજ્ઞાન છે પરંતુ અહીં પરમશ્રુતનો અર્થ ફકત પરમશ્રુત
મ ૧૬૦