________________
છે. મોક્ષ એ જૈન દર્શનનું પરમ સાધ્ય મનાયું છે. ભારતવર્ષમાં જે આધ્યાત્મદર્શનો છે તે બધા મોક્ષવાચી છે. મુકિત એ ભારતવર્ષનું અંતિમ લક્ષ છે. જો કે પાછળથી કેટલાક વૈષ્ણવ સંપ્રદાયમાં પ્રેમલક્ષણા ભકિતને આધીન થઈ તેઓએ મોક્ષને નકાર્યો છે, તેઓએ મુકિત કરતા ભકિતને અધિક મહત્વ આપ્યું છે, અને ત્યાં સુધી ગાય કે “જનમ જનમ માંગું ભકિત રે, ન ચાહું મુકિત રે.” પરંતુ આ પ્રકારનું કથન કરનારા સંપ્રદાયો બહુ ઓછા છે તેમ જ આવી ભકિતની પાછળ પણ તે જ આચાર્યોએ ફળશ્રુતિરૂપે મુકિતનું જ વર્ણન કર્યું છે.
જૈન દષ્ટિએ મોક્ષ : મુકિત કે મોક્ષ અધ્યાત્મશાસ્ત્રોનું એક સાર્વભૌમ લક્ષ છે. જૈનદર્શન પણ આવા મોક્ષને વિશેષ રૂપે સ્થાન આપી મોક્ષની વ્યાખ્યામાં ઘણા સુધારા કરી મોક્ષના સિદ્ધાંતને સ્પષ્ટ કરે છે કારણકે કેટલાક દર્શનો મોક્ષમાંથી પણ જીવ પુનઃ અવતરણ કરે છે તેવા સિધ્ધાંતનું પ્રતિપાદન કરે છે, અને મોક્ષના પણ સાયુજ્યમુકિત, સાંગોપાંગમુકિત એવા ભેદ કરી મોક્ષમાં પ્રકાર પાડે છે પરંતુ જૈન દર્શન આ બધા સિદ્ધાંતોનું અવલંબન ન લેતા સ્વસ્થપણે અખંડ મોક્ષની વ્યાખ્યા કરે છે. અને આગળના અનંતકાળ માટે મોક્ષમાં જીવની સમ અવસ્થા બની રહે છે, ત્યાં કોઈ અન્ય ઈશ્વરીય સામ્રાજય છે તેવું ન માનતા, સમગ્ર મુકત જીવો પરસ્પર સામ્ય યોગને પ્રાપ્ત થયા છે ત્યાં જ્ઞાનાત્મક દશા છોડીને સિદ્ધ તત્ત્વોની સર્વથા નિષ્ક્રિયતાને મુખ્યરૂપે સ્થાપે છે.
હવે તે જીવોને જગત સાથે કશું કતૃત્વ નથી, આ જગતના જે ઉત્પતિ, સ્થિતિ, લયના ભાવો ભજવાય છે તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ આ જીવોનો સંપર્ક નથી, સંશય નથી, કર્તૃત્વ નથી, તે જીવો સર્વથા અસંગ રહી શાશ્વત ભાવે સ્વસ્વરૂપમાં સમાવેશ કરી નિરંતર એક સ્વસ્થિતિને પ્રાપ્ત થયા છે. અર્થાત્ પરમાત્મદશાને વર્યા છે, આવા મુકત જીવો માટે જૈનદર્શનમાં તેમના મુખ્ય મહામંત્રમાં નમો સિદ્ધાણં' એવો ભકિતયુકત શબ્દ રાખી તે મુકત જીવોને વંદન કર્યા છે. આ મોક્ષ એ જૈનદર્શનનું અંતિમ લક્ષ છે.
પૂર્વમાં આપણે મુકિત વિષે ઘણી વ્યાખ્યા કરી ગયા છીએ. અહીં મોક્ષ માટે શાસ્ત્રોકત પ્રામાણિક વ્યાખ્યાની ચર્ચા કરશું. ઉમાસ્વામીએ મોક્ષ માટે ‘ન લિયો મોલ' અર્થાત્ સપૂર્ણ કર્મોનો નાશ થવો તે મોક્ષ છે. સંપૂર્ણ કર્મો કહેવાનો અર્થ છે શુભાશુભ બને કર્મો અર્થાત્ પાપાશ્રય કે પુન્યાશ્રવના આધારે જે કાંઈ શુભાશુભ કર્મો અને બંધના ઉદય હતા તે બધા વિપાકોનો સર્વથા ક્ષય કરી જે સ્થિતિ પ્રાપ્ત થઈ છે તે સ્થિતિના આધારે શાસ્ત્રકારે કર્મક્ષયને જ મોક્ષ કહ્યો છે.
અહીં થોડી દાર્શનિક ચર્ચા કરશું.
અભાવનું દર્શન : મોક્ષ તે અભાવાત્મક તત્ત્વ છે. અર્થાત્ આપણે ત્યાં અભાવનું અસ્તિત્ત્વ હોતું નથી. અભાવને આશ્રી દર્શનશાસ્ત્રોમાં પ્રચંડ તત્ત્વ ચર્ચાઓ થઈ છે. ન્યાયદર્શન અભાવને સ્વતંત્ર તત્ત્વ માને છે અને કહે છે કે જેમ પદાર્થનું અસ્તિત્ત્વ છે તેમ અભાવનું પણ અસ્તિત્વ છે. પરંતુ અન્ય દર્શનોમાં ને ખાસ કરીને જૈનદર્શનમાં આ વસ્તુનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. જે અધિકરણમાં અભાવ થયો છે તે અધિકરણનો અભાવ શબ્દથી પરોક્ષ ઉલ્લેખ થાય છે. અર્થાત હથેળીમાં ગોળનો અભાવ છે. તો તેનો અર્થ એ થયો કે ગોળનો અભાવ હથેળીમાં છે. કારણ કે હાથ એ તે સમય પૂરતુ ગોળનું અધિકરણ હતું. આગળ ચાલીને અભાવના નાશ થયા પહેલાના
, છા!!||
હા
શાળાની બાળા ૨૭