________________
પ્રાગુભાવ, નાશ થયા પછીના પ્રધ્વસાભાવ તેવા અનિત્ય ભાવ અને કેટલાક સાદિસાંત ભાવ,
જ્યારે કેટલાક અનાદિ અનંતા ભાવ, આમ અભાવનું એક વિશદ શાસ્ત્ર બૌદ્ધિક રીતે અસ્તિત્વમાં આવ્યું છે.
જૈનદર્શનમાં સાદિ અનંત અર્થાત્ જેની આદિ છે પણ હવે અંત નથી. તેવા અભાવને મોક્ષમાં ગણવામાં આવ્યો છે. અર્થાત્ કર્મોનો ક્ષય થયો તેની આદિ છે, પરંતુ આ ક્ષયનો પુનઃ ક્ષય થતો નથી. એટલે તે અનંતકાળ સુધી શાશ્વત ભાવે ટકશે. હકીકતમાં અભાવ એ પદાર્થ નથી. પણ જીવાત્મા એ કર્મોનું અધિકરણ છે. અને કર્મોનો ક્ષય જીવરૂપ અધિકરણમાં થયો છે, તેથી આ અભાવ શબ્દથી ભાવાત્મક જીવનો પરોક્ષ ભાવે ઉલ્લેખ થાય છે. ઉમાસ્વામી મહાન દાર્શનિક છે. એટલે તેઓએ કર્મોના સંપૂર્ણ ક્ષયને મોક્ષ કહીને શાશ્વત એવા અક્ષય આત્માની વ્યાખ્યા કરી છે.
જ્યાં સંપૂર્ણ ક્ષય છે ત્યાં સામે સંપૂર્ણ અક્ષય તત્ત્વ પણ છે. જૈન સિદ્ધાંત અનુસાર અભાવાત્મક તત્ત્વ ભાવાત્મક પદાર્થનું જ ધોતન કરે છે. ક્રોધનો ક્ષય કે અભાવ એ ક્ષમાનું સૂચક છે. આમ અભાવ શબ્દ હકીકતમાં ભાવાત્મક છે. આવો ભાવપૂર્ણ મોક્ષ તે મુમુક્ષુ જીવોનું લક્ષ છે. આ મોક્ષ સ્વયં આત્મા સ્વ-પ્રજ્ઞાથી તેનો અનુભવ કરી હવે કોઈ પ્રકારના કાર્યો અવશેષ ન હોવાથી આનંદમય કોષમાં પ્રવેશ કરી જાય છે, અને ત્યાં જ્ઞાન અર્થાત્ પરમ જ્ઞાન, આનંદ અર્થાત પરમાનંદ, બન્ને એકાકાર બની પરમાત્મ સ્વરૂપના અધિકારી બની અનંત કાળ માટે સ્થિર થાય છે. જુઓ તો ખરાઆ કેવી છે ઉત્તમ આનંદ લહરીની શાશ્વત અવસ્થા ! આ મુકિત એ કેવળ શાબ્દિક નથી અને કેવળ અભાવાત્મક નથી, પરંતુ જેને જન્મ મૃત્યુના ચક્કર કહે છે, તેનાથી નિરાળી એક અદ્ભુત અવસ્થા છે. હવે ફકત તેને કાળ અને ક્ષેત્રનું બંધન છે.
વસ્તુતઃ જૈનદર્શન આકાશદ્રવ્યને બંધનનું કારણ ન માનતા ધર્માસ્તિકાય જેવા એક દ્રવ્યને સમગ્ર પદાર્થને મર્યાદિત કરે તેવું ગુણાત્મક દ્રવ્ય માને છે. આ ધર્માસ્તિકાયનું બંધન અને હવે અનંતકાળ સુધી કાળ તેને એકજ અવસ્થામાં રાખશે, તેવું કાળનું કાલ્પનિક બંધન છે. વસ્તુતઃ આ મુકત જીવોને બંધન અને અબંધન એવો કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ ભેદ લાગુ પડતો નથી. અસ્તુ. - પ્રત્યક્ષ મુકિત અંતિમ મુકિતનું કારણ કે અહીં આપણે જે વ્યાખ્યા કરી તે સંપૂર્ણ મોક્ષની વ્યાખ્યા કરી. જ્યારે વસ્તતઃ જીવ જે જે ઉદય ભાવોથી મુકત થાય, ત્યાં પણ મુકિતનું સર્જન થાય છે, આવી ક્રમિક ગુણસ્થાન આશ્રિત મુકિતઓ આ મહામકિતનું કારણ છે. અત્યારે સાધક માટે પ્રત્યક્ષ મુકિતનું અધિક મહત્ત્વ છે. પ્રત્યક્ષ મુકિત એ સાધનાનું લક્ષ છે. જીવ તેમાં જ ગોથા ખાઈ શકે છે. એટલે સાચો માર્ગ ન મળે તો આ પ્રત્યક્ષ મુકિતનો અનુભવ જીવ ન કરે અને શુદ્ધ પર્યાયનો અનુભવ ન થાય ત્યાં સુધી સમ્યગુદર્શનનો પણ પ્રાર્દભાવ ન થાય. અહીં જે મોક્ષમાર્ગની લોપ થયાની હકીકત છે તે વસ્તુતઃ પ્રત્યક્ષ સાધનાને આશ્ચિત જીવને જે મુકિત મળવી જોઈએ તે અનુભવતો નથી, તેથી તેને લોપ કહીને સાચી દિશા આપવામાં આવી છે.
સંપૂર્ણ મોક્ષ તો શાશ્વત છે. જ્યારે વર્તમાન મુકિત એ આરાધ્ય છે. ક્ષયોપશમ, ઉપશમના આધારે તે મુકિત હાનિવૃદ્ધિવાળી છે અને ક્ષાયિક ભાવોના આધારે તે સમ અવસ્થાવાળી પણ છે, પરંતુ આવી આ પર્યાયાત્મક નિર્મળ મુકિતના ભાવો ઘણું જ મહત્ત્વ ધરાવે છે. તેના ઉપર જો