________________
આવરણ આવે અથવા તેની સાધનાનો માર્ગ અજ્ઞાનના કારણે લોપ થયો હોય તો મહામુકિત મળે જ કયાંથી ! જેમ કોઈ સ્વર્ણકાર મૂળમાં જ પીતળને સોનું માની સોનાના અલંકાર તૈયાર કરે, તો જ્યાં ઉપાદાન ખોટું છે, ત્યાં સાચો અલંકાર બને જ કયાંથી ?
સંપૂર્ણ મોક્ષ તો આનુષંગિક પરિણામ છે. જ્યારે આરાધ્ય મોક્ષ તો જીવના પુરુષાર્થની ઉપલબ્ધિ છે અને આવા આરાધ્ય મુકિતના પગથિયા એક પછી એક ચઢતા જાય તો જીવ સ્વતઃ મોક્ષ નગરમાં પ્રવેશ કરે છે. આમ મોક્ષ એ ઘણી જ નાજુક વસ્તુ છે અને પ્રાપ્ત કરવામાં ભિન્ન ભિન્ન પ્રકારના માયાવી આવરણો આડા આવે છે. જેને પરા અને અપરા એવી બે શકિતમાં વિભાગ કરવામાં આવ્યા છે. મોક્ષમાર્ગના આરાધકને પરાની ઉપલબ્ધિ સાથે અપરાની ઉપલબ્ધિ વહેલી થવા લાગે છે. અર્થાત્ શુદ્ધ ફળની જગ્યાએ બાહ્ય ફળો જલ્દી મળવા લાગે છે, જેવા કે સન્માન, બહુમાન સારા પદાર્થોની પ્રાપ્તિ વગેરે બાહ્ય ફળો મળે છે, ક્ષમાના, નિરહંકારના, નમ્રતાના, જ્ઞાનના, સમજના જે કારણો છે તે પરાશકિત છે. એટલે જ કહ્યું છે કે :
"अपराम् विहाय परां जे अवलंबते ऊर्ध्वगतिम् प्राप्नोति”
अपराम् विहाय अपराम् अवलंबतेते अधः રાન્તિ’
આનો અર્થ થયો કે અપરાને છોડીને જે પરાને ભજે તે ઊર્ધ્વગતિ પામે અને પરાને છોડી જે અપરાને ભજે તે અધોદશાને પામે, આ વાકયોથી સમજી શકાય છે કે મોક્ષ કે મુતિ કેવી બુદ્ધિમત્તાપૂર્વકની તારવણી છે. કેટલી નાજુક પગદંડી છે ! અહીં માર્ગ લુપ્ત થવાનો પૂરો સંભવ છે. માયાવી જીવો મોક્ષના નામે માયાજાળ પાથરે છે. તેથી જ કવિરાજ કહે છે કે “મોક્ષમાર્ગ બહુ લોપ”, અસ્તુ. અહીં આપણે મોક્ષ વિષે તત્ત્વ વિચારણા કરી અને આ અખંડ દ્રવ્યની ઉપલબ્ધિ માટે જે શાશ્વત માર્ગ છે તેનું મહત્વ શું છે તેનું કથન સ્વયં સિદ્ધિકાર પ્રગટ કરશે, તે ભાવો સાથે આગળ વધશું.
સારાંશ :મુકિત શબ્દ એ અભાવાત્મક તો છે જ અને જે રીતે જૈન તત્ત્વજ્ઞાનની થિયરી છે તે રીતે પરોક્ષ રીતે વિધેયાત્મક પણ બતાવ્યું છે. પરંતુ તેમાં એક મહત્વપૂર્ણ કડી રહી જાય છે કે,મુકિતમાં બે દ્રવ્યો કે બે તત્ત્વો જુદા પડે છે. ઉમાસ્વામીએ સંપૂર્ણ કર્મક્ષયને મોક્ષ કહ્યો તેમાં પણ અધ્યાહાર તો છે જ. કર્મનો ક્ષય તે મોક્ષ છે કે ક્ષયનું પરિણામ તે મોક્ષ છે. વસ્તુતઃ કર્મના ક્ષયનું પરિણામ જ મોક્ષનું સ્વરૂપ છે. તો અહીં બે દ્રવ્યો છૂટા પડે છે. એક શુદ્ધ આત્મ તત્ત્વ અને બીજા ભૌતિક અથવા ભાવાત્મક અશુદ્ધ ઉપદાનરૂપ વિભાવો. આ બંને છૂટા પડે છે. તો પ્રશ્ન એ થાય છે કે કર્મ ને આત્માનો સંબંધ કેવો હતો ? શું કર્મ અને આત્મા વચ્ચે સંયોગ સંબંધ છે ? કે બીજો કોઈ સમવાય જેવો સંબંધ છે ? કે ગુણ દ્રવ્યાત્મક તાદાત્મ્ય સંબંધ છે ? અને આ સંબંધનો વિચ્છેદ થાય છે તેને ઈષ્ટ માની મોક્ષરૂપે સ્વીકારવામાં આવે છે.
આત્મા અને કર્મનો અવાસ્તવિક સંબંધ : વસ્તુતઃ આત્મા અરૂપી છે અને દ્રવ્યકર્મો રૂપી છે. તે બન્ને વચ્ચે સંયોગ સંબંધ સંભવતો નથી. બીજી રીતે કર્મ આત્માની સાથે તાદાત્મ્ય પણ થઈ શકતા નથી, કારણ કે ગુણ અને દ્રવ્યોનો જ તાદાત્મ્ય સંભવે છે. કર્મ કે કર્મના પરિણામો કે કર્મચેતના તે આત્માના ગુણ નથી. તેથી તાદાત્મ્ય પણ કહી શકાય નહીં. તો આવા સંબંધોને જૈન
૨૯ FREE