________________
દષ્ટિએ કોઈ પ્રકારના સ્થાયી સંબંધ કે સમવાય સંબંધ પણ સ્વીકાર્યા નથી. આથી નિશ્ચય થાય છે કે કર્મના પરિણામો કર્મમાં જ શમી જાય છે. પરમ નિશ્ચયમાં કર્મ અને આત્માનો કોઈ સંબંધ. સંભવતો નથી. નિશ્ચયરૂપે આત્મા મત જ છે. મોક્ષ શબ્દનો તેની સાથે પ્રયોગ કરવો તે વ્યાવહારિક દૃષ્ટિ છે. ખરેખર તો કર્મોનો જ મોક્ષ થઈ જાય છે. કર્મોની જ મુકિત થાય છે. જેમ પેટીમાં રાખેલો હીરો પેટીમાં બંધ હોવા છતાં પોતાના સ્વરૂપમાં તે અખંડ છે, એટલે તેણે સ્વરૂપ ગુમાવ્યું નથી. આ હીરાને મુકત કરવો તેનો વાસ્તવિક અર્થ એ જ છે કે પેટીને જ મુકત કરવી. - પેટી પોતાની બંધન અવસ્થાથી મુકત થઈ, તેવી રીતે કર્યો પણ આશ્રવ, બંધ કે ઉદય જે પરિસ્થિતિમાં હતા તેમાંથી તેઓ મુકત થઈ ગયા છે. આત્મા તો સૈકાલિક હીરો છે અને તેનું આવરણ તે ક્ષયોપશમ આદિ જ્ઞાનો દ્વારા જીવ અનુભવે છે અથવા તેને કર્મજન્ય કડવા મીઠાં શુભાશુભ ભાવોનો અનુભવ થાય છે અને તેથી આત્મા બંધાયેલો છે તેવું અનુભવે છે. 11 વસ્તુતઃ ઉલ્ટી ગણતરી કરવાથી જે પ્રવાહે કર્મો બંધાયા છે તે પ્રવાહે ચાલ્યા જવાના છે. આ
કર્મોનું આગમન અને ગમન તે સાધનાનો વિષય એટલા માટે છે કે જીવાત્મા અથવા તેના ખંડ | જ્ઞાનો જે વેદાત્મક સ્થિતિનો અનુભવ કરે છે અને તેમાંથી મુકત થવા માંગે છે. આમ આત્મા સંબંધી જે સંપૂર્ણ નિશ્ચયાત્મક જ્ઞાનનો અભાવ છે તેનાથી પણ મુકત થવાનું છે. સૂર્ય વાદળાથી મુકત થાય તેવી સ્થિતિ છે. અંધકાર તે આત્મબંધનનું પરિણામ નથી, કારણ કે તે બંધાયેલો જ નથી. પરંતુ એ કર્મજન્ય પરિણામ છે. આ દૃષ્ટિથી જોતાં કોઈ પ્રકારના સંબંધનો પરમ નિશ્ચયમાં વિચ્છેદ થતો નથી પરંતુ કર્મો પોતે જ સંપૂર્ણ ક્ષયગામી થવાથી મુકિતનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય
અહીં જે “મોક્ષમાર્ગ બહુ લોપ” એમ કહ્યું છે તે આ દષ્ટિએ કહ્યું છે કે પરમાત્માનો શુદ્ધ નિર્ણય પણ ખંડજ્ઞાનમાં પ્રકાશિત ન થાય અને મતિ આદિ જ્ઞાનો બીજા ભાવોથી આવૃત હોય તો મોક્ષમાર્ગ લોપ થાય તેમાં નવાઈ જેવું નથી. અહીં જે ભાવો વ્યકત કર્યા છે તે કેવળી ગમ્ય છે, છતાં પણ મતિજ્ઞાનને આધારે આ વિવરણ આપવામાં આવ્યું છે.
બીજી કડીનાં ઉત્તરાર્ધમાં પ્રવેશ કરતા સ્પષ્ટ થાય છે કે શાસ્ત્રકાર વિશેષ લક્ષ રાખી આત્માર્થી જીવને માટે વિશેષરૂપે ઉપદેશ આપી રહ્યા છે. સ્પષ્ટ કહ્યું છે કે “આત્માર્થીને વિચારવા'. અહીં આપણે આ પદની પાછળ રહેલા ગંભીર ભાવોને તપાસવા રહયા.
આત્માર્થી નું વિવેચન : પ્રથમ પ્રશ્ન એ છે કે આત્માર્થી કોને કહેવો? બીજો પશ્ન એ છે કે શું વિશેષ ભૂમિકાવાળા જીવને કે આધ્યાત્મિક દૃષ્ટિએ આંતરદશામાં આગળ વધેલા જીવને આત્માર્થી કહેવામાં આવે છે ? કે વ્યવહાર દષ્ટિએ પોતાને મુમુક્ષુ માને છે તેવા જીવને અહીં આત્માર્થી ગણવા ? ત્રીજો પ્રશ્ન એ છે કે આત્માર્થી શબ્દને છૂટો પાડવાથી આત્મા અને અર્થ એવા બે ભાવ સામે આવે છે. આત્મા સ્વયં અર્થી છે, કે આત્માથી ભિન્ન એવું કોઈ અર્થ છે? આત્મા અને અર્થીનું અધિષ્ઠાન શું એક જ છે ? જ્યાં ઉપદેશ અપાય છે તે ફકત આત્માર્થી જ વિચારી શકે તેવો છે કે સર્વભોગ્ય છે ?
આ પદથી ભાવ એવો નીકળે છે કે જે આત્માર્થી હોય તે જ આ વિચારને યોગ્ય છે પરંતુ,
૩૦