________________
તે આત્માર્થી જ્યાં અટકી ગયો છે ત્યાંથી આગળ વધવા માટે આગળનો ઉપદેશ ઉપકારી થશે તેવો ભાવ છે. શું મોક્ષમાર્ગ એ વિચારનો વિષય છે કે અનુભવનો વિષય છે ? અહીં વિચારવા માટે એમ કહ્યું છે તેનો અર્થ વિચારનો વિષય તો છે જ પરંતુ અધ્યાહાર ભાવે આગળ ચાલીને આ માર્ગ અનુભવગમ્ય છે તે સ્પષ્ટ થશે. ફકત વિચારનો જ વિષય હોય તો તે બૌધિક સંપદા છે. એટલા માટે અહીં જો કે વિચારની સાથે આત્માર્થીને જોડયા છે. અર્થાત્ જે આત્માર્થી ન હોય તે તર્ક આદિથી કે કેવળ બુદ્ધિ સંપદાથી આ બધા વિષયોને વિચારે પરંતુ તેના માટે એ કલ્યાણ સ્વરૂપ બને અને ન પણ બને. પરંતુ આત્માર્થી હોય તો આ વિચારણા કલ્યાણ સ્વરૂપ બને તે સમજાય તેવું છે. અસ્તુ.
અહીં આપણે આત્માર્થીને વિચારવા એ શબ્દ ઉપર ઉર્પયુકત ઘણા પ્રશ્નો પ્રદર્શિત કર્યા છે. અને ચિંતનની ગહનતાનો માર્ગ ખુલ્લો કર્યો છે. હવે તે ચિંતનની ઊંડાઈમાં પ્રવેશ કરી તેનો વ્યવસ્થિત વિચાર કરીએ કારણ કે પરમ પવિત્ર આ શાસ્ત્રના પ્રણેતા યોગીરાજ એ કોઈ સામાન્ય કથનના આધારે પ્રેરિત થયા નથી. પરંતુ હૃદયથી સહજ સ્કૂરાયમાન થયેલી ચિંતનની ધારા આવા પાવન જીવોને લક્ષ તરફ લઈ જવા માટે ખરી પડી છે. આખું શાસ્ત્ર કોઈ એક વિશેષ લક્ષને ધ્યાનમાં રાખી પ્રરૂપાયું છે. આ વિશેષ લક્ષ તે આત્માર્થી જીવોને શુદ્ધ વિચાર માટે શુદ્ધ ભોજન પીરસવું અને આત્મ કલ્યાણનો માર્ગ ખુલ્લો મુકવો. આ જ પદમાં સ્વયં અગોપ્ય શબ્દનો પ્રયોગ કરે છે. અર્થાત્ આ રાજમાર્ગને છૂપાવવાં જેવો નથી. સ્પષ્ટ પ્રગટપણે ઝળકી રહયો છે તેને ખુલ્લો કરવો છે. અસ્તુ.
આત્માર્થીની પૂર્વભૂમિકા આત્માર્થીની આંતરિક ભૂમિકા શું હોઈ શકે? જીવ કયારે આત્માર્થી બને છે? જીવાત્મામાં તેની ભાવ પરિણતિઓ અને કર્મના ક્ષયોપશમ આદિ ભાવો કે ઉપશમ ભાવો પરિણત થયા પછી જીવનો કાળ પરિપકવ થાય છે. એક પછી એક બિન્દુ ખુલતા જાય છે. આ આખી સાંકળમાં બાહ્ય નિમિતો ઉપકારી થતા હોય છે પરંતુ પ્રબળભાવે તેનું ઉપાદાન જ ઉપકારી થાય છે. સૌથી મોટી વાત છે કે વિષય કષાયના ફળ જ્યારે જીવ જુએ છે કષાયની થપ્પડ લાગે છે, વિષયના બધા કાંટા હાનિકારક નિવડે છે ત્યારે જીવની વિષય કષાયની ખૂમારી ઓછી થાય છે અને તેની મીઠાશ પણ કડવાશમાં બદલે છે. આવા કોઈ પુણ્યયોગી જીવને કષાયના કુપ્રભાવના દર્શન થાય છે. તેની સાથે જ તેની સામે કોઈ શાશ્વત ભૂમિકા હોવી જોઈએ તેવી તેને ઊંડી ભૂખ લાગે છે, અથવા ઝંખના થાય છે અથવા પ્રબળ ઈચ્છાશકિત વિષય કષાયને નિરાધાર કરી સાચો આધાર પૂરો પાડે તેવા તત્ત્વને ઈચ્છે છે. જીવ જ્યારે આ ભૂમિકામાં આવે છે ત્યારે સંસારનું કડવું ચિત્ર તેના મનમાં અંકિત થાય છે. આ બધી ક્રિયા સ્વતઃ પ્રેરિત હોય છે. સંતોના ઉપદેશ આદિ અથવા બાહ્ય ઉપદ્રવો નિમિત્ત બની તેમને પાછો વાળે છે અને પોતે સ્વભૂમિકામાં રમણ કરવા ઉત્સુક થાય તેવી અભિલાષા પ્રવર્તે છે પરંતુ તેને સ્પષ્ટ થયું નથી કે જીવનનો સાચો આધાર શું છે ? શાશ્વત તત્ત્વ શું છે ? આ અફાટ સમુદ્રના તરંગો ઉછળે છે, તે શમે છે એવા અનિત્ય ભાવોની પાછળ કોઈ નિત્ય તત્ત્વ શું છે ? તેની શોધ છે, પણ હજી સ્પષ્ટતા નથી. આ બધી અભિલાષા પાછળ મોહનીય કર્મના ઉપશમ પરિણામો અવશ્ય જોડાયેલા
માણના
કાકા કાલાવાડ
૩૧