________________
જે જિનેશ્વરોએ ભાખ્યો છે તે માર્ગનો જ પોતે ઉલ્લેખ કરશે તેમ કહીને પોતાના વ્યકિતત્ત્વને નિરાળુ રાખી તેમાં જરા પણ અહંકારનો સંશ્લેષ આંવવા દીધો નથી.
આપણે જરા હવે ‘ભાખ્યો' શબ્દમાં ઊંડાઈથી તેના તળિયા સુધી જવા કોશિષ કરશું.
વિશ્વચક્ર એ કાળચક્ર સાથે જોડાયેલું છે. તેમાં ત્રિકાળવર્તી પર્યાયોનો આભા થાય છે, અને આ પર્યાયો ક્રમબદ્ધ પોતાનું પ્રકાશન કરતી હોય છે. તેમાં શાશ્વતા નિયમોનું જરાપણ ઉલ્લંઘન થતું નથી. જેને શાશ્વત સત્ય કહેવામાં આવે છે. અનંત ભૂતકાળ એક ક્ષણના વર્તમાનકાળની ઉદ્ઘાટિત પર્યાયનો આધાર છે. અર્થાત્ ભૂતકાળ તે સમગ્ર કાળચક્રનો આધાર સ્તંભ છે. વર્તમાનને ભવિષ્ય ગતિમાન બને, ગતિમાન બનશે તે બન્ને કાર્યશીલતા ભૂતકાળની બનેલી સ્થિર પર્યાયોનો આભાસ માત્ર છે. એટલે ભૂતકાળ આગામી ભવિષ્યકાળના બધા માનસચિત્રોનો સત્ય કે અસત્ય મિત્રોનો સાક્ષી બને છે. જે સિદ્ધાંતના આધારે ભૂતકાળમાં જીવની કે પદાર્થોની દુર્દશા થઈ છે અને જે સિદ્ધાંતોના આધારે જીવાત્માની કે પુદ્ગલની શુભ અને શુદ્ધ દશાઓ પ્રગટ થઈ છે તે બધી દશાઓથી જ અથવા તે દશાઓના આધારે જ અથવા તે દશાઓમાં કહેવાયેલા સિદ્ધાંતો પ્રમાણે, વર્તમાનકાળની કે ભવિષ્યકાળની દશાઓનું અર્થઘટન થશે તે નિર્વિવાદ સત્ય છે.
વસ્તુતઃ કાળના ત્રણ ભેદ કરવા તે એક પ્રકારનો વિકલ્પ જ છે. કણ કણ હોવા છતાં કાળ અખંડ રીતે પોતાનું કાર્ય કર્યે જાય છે, અથવા પદાર્થો તે રીતે પરણત થતા હોય છે. આપણે બૌધ્ધિક રીતે સમજવા માટે ભૂતકાળનું અવલંબન કરીએ છીએ અસ્તુ.
અહીં ‘ભાખ્યો' શબ્દ કહીને કવિરાજે ભૂતકાળનું અવલંબન કરી એક મહાસત્યનો ઉપદેશ આપ્યો છે. ભાષ્યો શબ્દ અહીં કૈં ઘણોજ મહત્વપૂર્ણ બની ગયો છે અને સ્વયં ત્રિકાળી સત્યના આધારે વ્યાખ્યા કરી રહયા છે કે કરશે તેવો નિર્ણય આપ્યો છે, તેથી જ તેઓએ હું ભાખીશ કે અમે ભાખશું એવો એકપણ વ્યકિતવાદી શબ્દનો ઉપયોગ ન કરતા અનંત જ્ઞાનીઓએ જે ભાવ ભાખ્યો છે તેને ફકત અગોપ્ય અથવા ઉઘાડો કરવા માટે અથવા તે ભાવના તાળાને સમ્યજ્ઞાનની ચાવી લગાડી ખુલ્લુ કરવા માટે પોતે એક ઉપકારી, તટસ્થ સમ્યગ્દષ્ટા હોય તેવો ભાવ ‘ભાખ્યો' શબ્દ કહીને પ્રગટ કર્યો છે અસ્તુ.
અહીં ‘અત્ર’ શબ્દ કહ્યો છે. વસ્તુતઃ આ શબ્દ સર્વત્ર વાચી છે. છતાં પણ અત્ર અહીં કહ્યો છે. તો ‘અત્ર' કહેવામાં શાસ્ત્રકારનું શું તાત્પર્ય છે તે સમજવું ઘણું જ જરૂરી છે, કારણ કે આ અત્ર શબ્દ સ્થાનવાચી છે. વ્યાકરણમાં યત્ર, તત્ર, અત્ર, સર્વત્ર, કુત્ર એ બધા સપ્તમી વિભકિતના ઉપલક્ષણવાળા શબ્દો છે અને તે બધા શબ્દોમાં ભિન્ન ભિન્ન પ્રકારના નાના મોટા તથા વ્યાપક અર્થો ભરેલા છે અને તે શબ્દો સ્થાનવાચી હોવા છતાં ઉપલક્ષણથી કયારેક કાળવાચી પણ બનીને પરોક્ષ બોધ કરાવે છે. તે જ રીતે કાળવાચી થવા ઉપરાંત કાળ અને સ્થાન બંનેના આધારે તે ભાવોનો પણ સ્પર્શ કરે છે. ભાવોનું અધિષ્ઠાન દ્રવ્ય હોય છે. એટલે આ બધા સર્વનામ અંતે દ્રવ્ય સુધી પહોંચે છે અને દ્રવ્યની જે અખંડ સ્થિતિ છે તેનું પણ ગુપ્તભાવે પ્રદર્શન કરે છે.
આગળમાં કવિરાજે વર્તમાનકાળમાં મોક્ષમાર્ગ બહુ લોપ” એમ કહીને તેની વિરુદ્ધમાં આ ‘અત્ર' શબ્દ આવ્યો છે. વર્તમાનકાળમાં બહુલોપ એમ કહીને અહીં અર્થાત્ અત્ર કહીને તે લોપની
૩૪