________________
(૧) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી જયાં સુધી જીવ ઉત્તમ દશા ન પામે, (૨) જે દશાની જરૂર છે તે દશા ગુણાત્મક હોવી જોઈએ, અર્થપૂર્ણ હોવી જોઈએ, (૩) આ દશા નિર્મળ અને વિભાવોથી મુકત હોવી જોઈએ.
દર્શનશાસ્ત્રમાં જેમ કહ્યું છે કે “RUT સામગ્રી સમુપસ્થિતે સત પ્રતિયોનો અમાવ વર્તત તાવત્ પર્વતમ્ નુત્પત્તિમ્ ' બધી કારણ સામગ્રી હાજર હોય પરંતુ જયાં સુધી પ્રતિયોગીનો અભાવ ન હોય અર્થાત્ જયાં સુધી પ્રતિયોગી ઊભો હોય ત્યાં સુધી કાર્ય નિષ્પન થતું નથી તેમ અહીં પણ બધા કારણો ઉદ્ભવ્યા પછી પણ વિભાવરૂપ પ્રતિયોગી ઊભો હોય, ત્યાં સુધી જે દશાની જરૂર છે એવી દશા પ્રગટ થતી નથી.
ઉપર્યુકત ગાથામાં ત્રિયોની ભાવનું પર્યાલોચન કર્યા પછી આ ગાથા અથવા આ પદ નિષેધાત્મક ભાવે કહ્યું છે તેમ વિધેયાત્મક ભાવે પણ કહી શકાય છે. જુઓ, “દશા ન એવી જયાં સુધી ને છોડીને જો બોલીએ તો જયાં સુધી એવી દશા પ્રગટે ત્યાં સુધી જીવે પુરુષાર્થ કરવો જોઈએ અને જયારે આવી દશા હોય ત્યારે જીવ ઉત્તમ જોગને મેળવે છે. દશા એવી ન હોય ત્યાં સુધી જીવ ઉત્તમ જોગ મેળવતો નથી. આ રીતે અભ્યાસી વ્યકિતએ વિધિ અને નિષેધ ભાવે આ ગાથાનો ઉકત અને અનુકત શબ્દનો વિચાર કરી લેવો જોઈએ તો શાસ્ત્રકારનું આંતરિક મંતવ્ય જાણી શકાશે અને જે દશા ઉપર તે ભાર મૂકે છે એવી દશા સાધક માટે પૂર્ણચન્દ્રની ચંદ્રિકા જેવી છે તે લક્ષમાં લેવું જોઈએ.
આ ગાથામાં આત્માર્થીના વિધેય લક્ષણોની સાથે સાથે પુનઃ આત્માર્થી ન બનવાના કુફળની પણ ચેતવણી આપી છે અર્થાત્ આત્માર્થની ઊંચી દશાનો સ્પર્શ ન કરે અને જયાં સુધી જેની જરૂર છે એવી દશા પ્રગટ ન કરે, ત્યાં સુધી જીવ તેને જેવા જોગની જરૂર છે તેવો જોગ ના લહે અર્થાત પામી શકતો નથી, લઈ શકતો નથી. લહે' શબ્દ ગુજરાતી ભાષાનો એક લોકજીવનમાં વપરાતો શબ્દ છે અર્થાત્ તળપદી સાહિત્યનો ભાવ તેમાં ભરેલો છે. પૂર્વાચાર્યો, યતિ મહારાજાઓએ જે રચનાઓ કરી છે અને પૂજાના જે જે સ્તવનો ગાયા છે તેમાં ઘણી જગ્યાએ લહે કે ના લહે એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે. ન લહે એટલે લાભ ન મેળવે, તેવો આ સૈકાલિક સિધ્ધાંત છે એમ શાસ્ત્રકાર કહે છે. સૈધ્ધાંતિક સિધ્ધાંતમાં ભૂત, ભવિષ્ય કે વર્તમાનકાળના પ્રત્યયો હોતા નથી પણ બુધ્ધિવાચક પ્રત્યયો હોય છે. જયાં જયાં બુધ્ધિવાચક પ્રત્યયો હોય ત્યાં ત્યાં સૈકાલિક સિધ્ધાંતની સૂચના હોય છે. જેમ કે “સત્ય બોલવું જોઈએ આ આદેશમાં ભૂત, ભવિષ્ય વર્તમાનકાળનો ઉલ્લેખ નથી પરંતુ સૈકાલિક સૂચના છે. ગમે તે કાળ હોય પણ સૈધ્ધાંતિક સત્ય અકળ હોય છે.
અહીં ન લહે એમાં વિધિવાચક ભાવ ભર્યો છે. જો ઉપરોકત દશા ન હોય તો જે જોગનો ઉલ્લેખ કરે છે તે જોગ મળે નહીં અને જો ઉપરોકત દશા પ્રગટ થાય તો જોગ પણ અવશ્ય મળે. આમ સૈકાલિક સત્યનો ઉલ્લેખ કર્યો છે. ‘ન લહે તે ક્રિયાત્મક ભાવ છે. કોઈપણ દ્રવ્યમાં તેના ક્રિયાત્મક ભાવોને જોડવામાં આવે, ત્યારે જ તે દ્રવ્યનો સાક્ષાત્કાર થાય છે. બીજમાં વૃક્ષ છે પરંતુ જયાં સુધી ક્રિયાત્મક પ્રયોગ ન થાય ત્યાં સુધી વૃક્ષનો સાક્ષાત્કાર થતો નથી. દ્રવ્ય જડ હોય કે ચેતન, તેના બધા ગુણો નિશ્ચિત છે પણ તેના આવિર્ભાવ માટે એક ક્રિયા પણ નિશ્ચિત હોય
૩૭૭