SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ છે અને તેમાં જ્યારે અર્થક્રિયાકારિત્વ સાક્ષાત્ પ્રગટ થાય ત્યારે તે આવિર્ભાવ પામે છે અર્થાત્ ખરા રૂપમાં પ્રગટ થાય છે જો કે ભાવનું સ્વરૂપ ભાષામાં કે શબ્દોમાં ઉતારવું કઠિન છે, અગમ્ય છે. ભાવની સૂમ અવસ્થા શબ્દાતીત છે, શબ્દથી અગ્રાહ્ય છે પરંતુ શાસ્ત્રકારોએ સૂક્ષ્મ ભાવને સમજવા માટે ઉદાહરણો આપી તેનું બોધાત્મક જ્ઞાન આપ્યું છે અસ્તુ. અહીં આપણે જે દશાની વાત ચાલે છે. જ્યાં સુધી આ દશા પ્રગટ ન થાય એમ જે કહ્યું છે તેમાં એવા ભાવની આવશ્યકતા છે કે જે ભાવો ગુણાત્મકરૂપે પોતાના શુધ્ધ સ્વરૂપ સાથે જો આવિર્ભાવ પામે, તો જીવની જેવી દશાની જરૂર છે તે ઉદ્ભવે છે. જયાં સુધી આવો ભાવ ન આવે ત્યાં સુધી એવી દશા પ્રગટ થતી નથી અને એવી દશા પ્રગટ ન થાય ત્યાં સુધી જીવ ઉત્તમ જોગ પામી શકતો નથી. આવી કારણ પરંપરાનો આ ગાળામાં એક શબ્દમાં જ ભારે ઉલ્લેખ કરીને આવી ગાથાને દાર્શનિક દ્રષ્ટિકોણથી ઘણી જ મહત્ત્વપૂર્ણ બનાવી છે. ખરૂં પૂછો તો દાર્શનિક કસોટી પર જે દષ્ટાંતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી આપણે પરીક્ષા કરી રહ્યા છીએ. “જ્યાં સુધી’ એમ કહીને શાસ્ત્રકારે એક જ શબ્દમાં ઘણાં ઘણાં ભાવો સંકેલી દીધા છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ચારેય સીમાઓ નક્કી કરેલી છે અને જયાં સુધી આ સીમાનો સ્પર્શ ન થાય ત્યાં સુધી જેમ ઠંડા તેલમાં પૂરી તળાતી નથી તેમ આ દશાની ઉત્તમ ગુણવત્તાના અભાવે યોગ પ્રગટ થતો નથી, જ્યાં સુધી એ શબ્દ એટલો બધો ગંભીર છે. એની વ્યાખ્યા કર્યા પછી હવે આપણે મૂળ દશા ઉપર પણ ધ્યાન દઈએ. “જ્યાં સુધી” નો ઉત્તર આપ્યા પછી એવી દશાએ પ્રશ્ન ઊભો છે કે એવી એટલે કેવી ? આ શબ્દથી દશાના ઘણા પ્રકારોની પણ સૂચના મળે છે. દશા એક જ પ્રકારની નથી, ઘણા પ્રકારની છે. આગલી ગાથામાં જેમ કહ્યું હતું કે, બીજો નહીં મન રોગ” અર્થાત્ બીજા કોઈ આકર્ષણ અને લોભ કે પરિગ્રહના પરિણામો, જે અવસ્થા સાથે ઊભા હોય તે દશા અહીં વાંચ્છનીય નથી, ગ્રાહ્ય નથી. જે દશા સાથે નિર્મળતા જોડાયેલી ન હોય અને ક્ષણિક અસ્તિત્ત્વવાળી દશા હોય, ઉદ્ભવ પામતાની સાથે શમી જનારી હોય, પાણીના પરપોટાની જેમ ઉત્પન્ન થઈને લય થનારી હોય, તો આવી દશા પણ અગ્રાહ્ય છે. બીજી બધી રીતે પણ જે દશામાં પૂરી ગુણવત્તા ન હોય અર્થાત્ ચાસણી બરાબર ન આવી હોય તો મિષ્ટાન બગડી જાય છે તેમ જીવની એવી દશા અર્થાત્ સંપૂર્ણ શ્રેષ્ઠ ફળ આપી શકે તેવી યોગ્યતાવાળી દશા. જેમ ગંદુ કપડું મેલના કારણે આદરણીય બનતું નથી અને પૂજાને યોગ્ય પણ હોતું નથી, સારા કાર્ય માટે અયોગ્ય બને છે તેમ જે દશામાં વિકારો કે વિભાવો જોડાયેલા હોય તે દશામાં જીવ ઉત્તમયોગ પામી શકતો નથી. શાસ્ત્રકાર જે દશા ઈચ્છે છે તે દશાના અભાવે જીવ જોગ પ્રાપ્ત કરી શકતો નથી. બીજા પદ વિષે ઊંડો વિચાર કર્યા પહેલા આ પ્રથમ પદનું જે હાઈ છે તેનું જે આંતરિક કથ્યમાન તત્ત્વ છે અથવા જે મંતવ્ય છે તે “જયાં સુધી” અને “એવી” આ બે વિશેષણોવાળી ઉત્તમ દશાનો ભાવ અથવા કહેવાનું તાત્પર્ય લક્ષ્યમાં લીધા પછી જ બીજા પદનો વિચાર થઈ શકે તેમ છે. એટલે આ પ્રથમ પદમાં જે ત્રિગુણાત્મક ભાવ છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરી આગળ વધશું. ..પાક૩૭૬
SR No.005937
Book TitleAtmsiddhi Mahabhashya Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorJayantilalji Maharaj
PublisherShantaben Chimanlal Bakhda
Publication Year2009
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy