________________
માટે તેણે ભાડુ માંગ્યું. પુનઃ સારા ક્ષેત્રમાં આવતા તેને ઘણો પશ્ચાતાપ થયો. આ બધા લૌકિક ઉદાહરણ પણ સ્થાનનું મહત્ત્વ બતાવી જાય છે.
જૈનદર્શન પ્રમાણે અવકાશ એટલે આકાશક્ષેત્ર. કોઈપણ દ્રવ્ય ક્ષેત્રરૂપે પોતપોતાના આકાશ પ્રદેશો સાથે નિશ્ચિતરૂપે અસ્તિત્ત્વ ધરાવે છે. આ બધા આકાશ પ્રદેશો સર્વથા નિર્મળ અપ્રભાવ્ય, એક પ્રકારે સિધ્ધ જેવા શાસ્વત પ્રદેશો છે. તે સ્વયં નિષ્ક્રિય છે તો અન્ય દ્રવ્યો ઉપર ક્ષેત્રનો પ્રભાવ કેવી રીતે આવે? તે ઘણો જ તાત્ત્વિક પ્રશ્ન છે પરંતુ દર્શનશાસ્ત્ર એમ કહે છે કે આ આકાશ દ્રવ્ય ત્યાં એકલું નથી. એક એક આકાશપ્રદેશમાં અનંતાનંત પરમાણુના સૂક્ષ્મ પિંડો સ્પર્શીને રહેલા છે અને તે રીતે ઉચ્ચ અને નીચ અવસ્થાવાળા અન્ય જીવોના આત્મપ્રદેશ પણ આ સૂક્ષ્મ આકાશ પ્રદેશને સ્પર્શેલા છે. તે પુદ્ગલ અને તે જીવોના અવગ્રહણના આધારે તે તે ક્ષેત્રનું ભિન્ન ભિન્ન મૂલ્યાંકન ઉદ્ભવે છે. આવા સંયોગથી જ તીર્થસ્થાનોની રચના થાય છે અને નારીના અયોગ્ય
સ્થાનો પણ સ્વયં ઉદ્ભવ્યા છે. આકાશ પ્રદેશ સ્વયં નિર્મળ હોવા છતાં બધા દ્રવ્યો સંયુકત ભાવે સ્થિત થઈને પ્રત્યેક આકાશ પ્રદેશ અલગ અલગ અવસ્થા ધારણ કરી ભિન્ન ભિન્ન ગુણો પ્રદાન કરે છે. આ ક્ષેત્ર સંબંધી અલૌકિક ઘટના અથવા ક્રિયાકલાપ ચાલતો હોય છે. જીવ જ્યાં સુધી આવા ઉત્તમ ક્ષેત્રનો સ્પર્શ ન પામ્યો, હોય ત્યાં સુધી નિમિત્ત ભાવે એવી દશા પ્રગટ થતી નથી. અહીં ગાથામાં જ્યાં સુધી’ એવી દશા ન હોય એમ કહ્યું છે ત્યાં ક્ષેત્રીય આશ્રય સીમાનો વિચાર કરીએ, તો જયાં સુધી આવી ક્ષેત્રીય દશા ન પામ્યો હોય, અથવા ઉત્તમ ક્ષેત્રની અવસ્થા ન પામ્યો હોય ત્યાં સુધી ઉપર્યુકત યોગ મળતો નથી.
આપણે દ્રવ્ય, ક્ષેત્ર અને કાળના ભાવે ઉત્પન્ન થનારી દશાનો વિચાર કર્યો, પરંતુ દશાના આ બધા અંગ પૂલ અંગ છે તેનું સૂક્ષ્મ અને વાસ્તવિક કારણ તે જીવના ભાવ છે. જયાં સુધી આ દશા એમ કહ્યું છે એમાં આત્માના આંતરિક ભાવો અથવા શુદ્ધ પર્યાયો જે ભાવ રૂપે જીવાત્મામાં અસ્તિત્ત્વ ધરાવે છે તેવા ભાવોને ભજનારી દશા જયાં સુધી પ્રગટ ન થાય તેમ કહી કારણભૂત દશાને દષ્ટિગત કરી છે.
આ ભાવ તે શું છે ? આવી વાંચ્છનીય દશા માટે ભાવ શું ભાગ ભજવે છે ? તે જાણવા પ્રયાસ કરશું.
ભાવ નિક્ષેપનું પ્રાગટય : શાસ્ત્રોમાં પણ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, એ ચાર પ્રકારના નિક્ષેપ કહ્યા છે. નિક્ષેપશાસ્ત્ર ઘણું જ વિસ્તાર ભરેલું અને ન્યાય બુધ્ધિ આપનારું શાસ્ત્ર છે. નિક્ષેપનું ઉત્તમ શિખર તે ભાવ નિક્ષેપ છે. કોઈપણ પદાર્થ ગુણધર્મયુકત ગુણક્રિયાકારિત્વમાં સમર્થ થાય ત્યારે તે પદાર્થ ભાવના ક્ષેત્રમાં પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. દ્રવ્યમાં ભાવ તિરોભાવરૂપે પણ રહે છે અને આવિર્ભાવરુપે પણ રહે છે. લાકડાના એક ખંડમાં ગણેશજીની મૂર્તિ સમાયેલી છે. ત્યાં ગણેશજી તિરોભાવ રૂપે અવસ્થિત છે. ઉત્તમ કલાકારનો હાથ લાગે અને બધો કચરો નીકળી જતાં એ કાષ્ટ્રમાં ગણેશજીની મૂર્તિ પ્રગટ થાય છે, તે તેનો આવિર્ભાવ છે. દહીંમાં માખણ ભરેલું છે. મંથન કરવાથી તેનો આવિર્ભાવ થાય છે, જમીનમાં તિરોભાવરૂપે અનાજ ભરેલું છે. ખેતી કરવાથી અને બીજારોપણ કરવાથી તેનો આવિર્ભાવ થાય છે. ભાવ શબ્દ પૂર્ણ ગુણાત્મક
૩૭૫ ટકા