________________
કુભાવનાઓનો શિકાર ન થાય નિરંતર જે યોગ્ય રીતે આગળ વધવું ઘટે તે તેની અધ્યાત્મિક કળાઓ ખીલતી જાય એવી દશા કે જે શાસ્ત્રકારને ઈચ્છનીય છે. અર્થાત્ મોક્ષ માર્ગમાં જે આવશ્યક છે તેવી દશાના બિંદુ સુધી ન પહોંચે તો પ્રગતિ અટકી જાય છે એટલે અહીં તે દશા ન હોવાથી તેના અસ્તિત્ત્વનું શુધ્ધ પ્રાગટય ન થવાથી જીવને જે જોગની જરૂર છે તેવો જોગ તે લઈ શકતો નથી, મેળવી શકતો નથી.
“જ્યાં સુધી' એમ કહીને શુધ્ધ દશાની એક રેખા અંકિત કરવામાં આવી છે. જે માર્ગ જયાંથી શરૂ થઈ અંતિમ બિંદુ સુધી જતો હોય અને આ માર્ગ ઉપર આરૂઢ થયેલો યાત્રી માર્ગના અંતિમ બિંદુ સુધી ન પહોંચે તો તે ગંતવ્ય સ્થાનને પ્રાપ્ત થતો નથી. જયાં સુધી’ શબ્દ એ દશાના એક સૂક્ષ્મ માર્ગની સૂચના આપી જાય છે અને આ દશા આગળના યોગ માટે કારણભૂત છે, વાસ્તવિક કારણ છે. આમ આપણે કાળની દ્રષ્ટિએ જયાં સુધીશબ્દની વ્યાખ્યા કરી. હવે દ્રવ્ય દ્રષ્ટિએ પણ જોઈએ, જયાં સુધી રસોઈના બધા સાધનો એકત્ર ન થાય ત્યાં સુધી રસોઈ બનતી નથી, બનાવી શકાતી નથી. કાર્ય થવામાં ઉપાદાન અને નિમિત્તભૂત બધા દ્રવ્યની ઉપસ્થિતિ આવશ્યક છે. દ્રવ્યનો આ બધો મેળ ન થાય ત્યાં સુધી કાર્ય સંપન્ન થતું નથી. આમ જયાં સુધી દ્રવ્યનો કે સામગ્રીનો સમયોગ ન બને, ત્યાં સુધી વિકાસ અવરૂધ્ધ છે એમ દ્રવ્ય દ્રષ્ટિએ પણ કહ્યું છે. અહીં ખાસ વાત સમજવાની છે કે દ્રવ્યયોગ બે પ્રકારનો છે, ઉપાદાનભૂત અને નિમિત્તભૂત. ઉપાદાન દ્રવ્ય જે પરમ આવશ્યક છે તે સ્વયં કાર્યરૂપે પરિણત થાય છે. જયારે નિમિત્તભૂત દ્રવ્ય કારણ બનીને ક્રિયા કલાપ અર્પણ કરી દૂર થઈ જાય છે, આ બન્ને દ્રવ્યોની ઉપસ્થિતિ કાર્યને પ્રગટ થવામાં આવશ્યક કારણ છે, અહીં “જ્યાં સુધી’ એમ જે કહ્યું છે તે તેમનું આંતરિક આત્મદ્રવ્ય અને બહારમાં તેને પ્રાપ્ત થયેલા સતશ્રવણ, સતગુરુ, સનિમિત, સભાવ કે સત્વ્યવહાર હાજર ન હોય ત્યાં સુધી એવી દશા આવતી નથી કે જે ધાર્યું ફળ આપી શકે. આમ તત્ત્વતઃ વિચાર કરતા “જ્યાં સુધી’ શબ્દ દ્રવ્ય ભાવોની સીમાને પણ સ્પર્શે છે અને આ બધા દ્રવ્યોનો સંયોગ પણ પોતપોતાની યોગ્યતા લઈને હાજર હોય અર્થાત્ દ્રવ્ય પણ સ્વયં યોગ્ય અવસ્થાને પ્રાપ્ત થયેલું હોય તો આવા દ્રવ્યો પણ એવી દશા અર્થાત્ એવી દશા પ્રગટ કરી શકે છે. જેમ જેમ વિચાર કરતા જઈએ છીએ તેમ તેમ “જ્યાં સુધી’ શબ્દ સમુદ્રની ઊંડાઈ જેવો ખૂબ જ ગંભીર શબ્દ છે અને આપણે પ્રારંભમાં પૂછયું છે કે કયાં સુધી? તો તેના પ્રત્યુત્તરમાં આ બધા ભાવો પ્રગટ થઈ રહ્યા છે. હવે આપણે ક્ષેત્રની સીમાને આધારે પણ આ ઉત્તમ દશાની ક્ષેત્રસ્પર્શના કેવી હોય છે તે ઉપર દષ્ટિપાત કરીએ.
ક્ષેત્રની મહત્તા : ક્રમિક વિકાસમાં જેમ કાળનું અવલંબન છે તેમ ક્ષેત્રનું પણ અવલંબન છે અને આવી દશા ઉત્પન્ન થવામાં ઉત્તમ ક્ષેત્ર પણ ભાગ ભજવે છે. શાસ્ત્રોમાં અવધિજ્ઞાનનો ઉલ્લેખ કરેલો છે કે અમુક ક્ષેત્રમાં જીવ હોય ત્યારે તેનું અવધિજ્ઞાન પ્રગટ રૂપે પ્રકાશે છે અને તે ક્ષેત્રથી દૂર થતાં અવધિજ્ઞાન અવરોધાય છે અને પુનઃ તે ક્ષેત્રમાં આવતા તે પુનઃ પ્રગટ થાય છે. અહીં ક્ષેત્રનો અર્થ સ્થાન છે, પવિત્ર વાયુમંડળ છે, યોગ્ય જગામાં બેઠેલો જીવ યોગ્ય વૃત્તિને ધારણ કરે છે. લોકાચારમાં પણ બોલાય છે કે માબાપની સેવા કરનારો શ્રવણકુમાર જયારે કુરુક્ષેત્રના હલકા સ્થાનમાં પહોંચ્યો ત્યારે તેની બુધ્ધિ ભ્રષ્ટ થઈ અને મા–બાપની કાવડ ઉપાડવા
તા૩૭૪.