________________
પરમાર્થનો અભાવ છે. જયારે આ ગાથામાં “પામે નહીં પરમાર્થને' એમ કહીને પરમાર્થમય પરિણતિ પણ થતી નથી. જ્ઞાનમાં ગ્રહણ કર્યા પછી આચાર કે ચારિત્રરૂપે તત્વની પરિણતિ થાય તો જ્ઞાન સાર્થક બને છે અને જીવને પણ તેનો આનંદ આવે છે. સ્વાભાવિક આત્માનંદનો અનુભવ થતો નથી. જ્ઞાનથી તો વંચિત છે અને તે હવે ચારિત્રથી પણ વંચિત થાય છે. તે મતાર્થીના ગાઢ પરિણામો બતાવ્યા છે. વીર્યાન્તરાયકર્મના ક્ષયોપશમના આધારે સમ્યગુજ્ઞાન થયા પછી જીવાત્મા સમયઃ પરિણતિ કરે છે. પરંતુ જ્ઞાનદશા અને સાધનદશાના અભાવે કવિરાજ કહે છે કે આ જીવ પરમાર્થ જ્ઞાનથી તો વિહીન છે જ, પરંતુ હવે તો પરમાર્થના ભાવોને પણ પામી શકતો નથી. આ જ્ઞાનભ્રષ્ટ અને ચારિત્રભ્રષ્ટ જીવ મહામૂલ્ય પરમાર્થ તત્ત્વથી બને રીતે દૂર રહી જાય છે. તે વાતને સ્પષ્ટ કરવા માટે “પામે નહીં પરમાર્થને” એમ કહીને ૨૮મી ગાથાના ભાવોને બેવડાવ્યા છે. અસ્તુ
અયોગ્ય અધિકાર : પરમાર્થની આ બન્ને બાજુનો વિચાર કર્યા પછી આ જીવ જે તત્ત્વને પામ્યો નથી એવા અધિકાર વગરના પરભાવોમાં જ અટકી રહે છે. અહીં અન–અધિકારી શબ્દ ઘણું વિવેચન માંગે છે. આપણે તેના પર ટૂંકમાં પ્રકાશ નાંખીએ.
અધિકાર શબ્દ એ સ્વામીત્ત્વ દર્શક શબ્દ છે. અને આધ્યાત્મિક રીતે તે વિયો માવાયેન જ ધાર ભાવોને પોતાના અંર્તગત કરીને અથવા અંર્તગત થનારા ભાવોને જે જાણી શકે છે, પોતાના સમજે છે, તે અધિકાર છે. અસ્તુ.
અધ્યાત્મશાસ્ત્રો પૂછે છે કે શું જીવ દ્રવ્યનો બીજા કોઈપણ દ્રવ્ય ઉપર અધિકાર છે? અથવા બીજા દ્રવ્યોનો શું જીવ ઉપર અધિકાર છે? કે બધા દ્રવ્યો સ્વતંત્ર છે? શું દરેક દ્રવ્યો પોતાની ક્રિયાના જ અધિકારી છે ? સ્વપરિણતિના માલિક છે. આત્મતત્ત્વના નિજગુણોને પ્રગટ કરવા, આત્મા અધિકારી છે પરંતુ શાસ્ત્ર કહે છે, અથવા વિશેષ રૂપે અધ્યાત્મશાસ્ત્ર કહે છે કે પર દ્રવ્યમાં જીવનો કશો અધિકાર નથી. જયાં અર્થાતુ પર પરિણતિ પોતાનો અધિકાર નથી, ત્યાં અધિકાર સમજીને અન–અધિકાર હોવા છતાં જીવ તેમાં રચ્યો પચ્યો રહે છે અને પર પદાર્થોને પોતાના કરવા માટે રાગ કરે છે. અને અનીચ્છિત, અનિશ્ચિત દ્રવ્યોને દૂર કરવા માટે ‘ષ કરે છે. આ મૂળમાં બન્ને ક્રિયા અન–અધિકારીની જ છે. પરમાર્થને ગ્રહણ ન કરવાથી, પરમાર્થ દશામાં રમણ નહિ કરવાથી, જ્ઞાનદશાનો અભાવ હોવાથી અને શુધ્ધ સાધનદશા પણ પ્રાપ્ત ન થઈ હોવાથી જીવાત્મા રાગ-દ્વેષના ચકકરમાં રહી અન–અધિકાર ક્ષેત્રમાં કામ કરતો રહે છે. જેના ઉપર અધિકાર નથી તેના માટે પ્રવૃત્તિ કરવાથી છેવટે પરિણામ વિપરીત આવે છે. અથવા જીવ સાથે દગો થાય છે. અન–અધિકાર ચેષ્ટાઓના પરિણામે બાહય અને આત્યંતર, સાચા અને ખોટા બને અધિકારથી ભ્રષ્ટ થયેલો જીવ પરાધીન દશામાં ચાલ્યો જાય છે. અને અધિકારના વાગોળેલા લોચા વમન કરીને કલ્પનાવિહીન થયેલો જ્ઞાનશૂન્ય બની એકેન્દ્રિયાદિ ભાવોમાં રખડે છે. મનુષ્ય અવતારનું મૂલ્યવાન ફળ ચૂકીને અસંખ્ય કાળ સુધી અન્ય યોનિમાં જયાં તેનો કશો અધિકાર નથી, ત્યાં દુઃખ અને વેદના ભોગવતો રહે છે. જીવનો અધિકાર પોતાના જ્ઞાનમય પરિણામો ઉપર જ છે.
અધિકાર બે પ્રકારના છેઃ ભૌતિક અને આધ્યાત્મિક. એ રીતે અધિકારના બીજા પણ બે પક્ષ છે. સાચો અધિકાર અને ખોટો અધિકાર. ભૌતિક અધિકાર તો મિથ્યા છે જ. રાજા મહારાજાઓ