________________
છ ખંડના ચક્રવર્તીઓ પણ પોતાના પ્રચંડ અધિકારથી વિલીન થઈ દુર્ગતિને પામ્યા છે. તો સાધારણ બાહ્ય માલિકીની શું ગણના? ભૌતિક અધિકાર તો ખોટો અધિકાર છે જ પરંતુ અંતઃકરણમાં થતી ક્રિયાઓમાં જે વિભાવો છે, જે વિકૃતિ છે તે બધી કર્મજન્ય છે અને જ્ઞાનાત્મક શુધ્ધ પરિણતિ છે, તે આત્મજન્ય છે. આમ કર્મજન્ય પ્રકૃતિ અને આત્મજન્ય સ્વભાવ બન્નેને વિભકત કરી સ્વભાવને સમજી, આ જ મારું સાચું તત્ત્વ છે, તેમ શુધ્ધ દશા ઉપર જ અધિકાર માને અને પરપરિણતિ તે મારો સ્વભાવ નથી, મારું કર્તુત્વ નથી અને તેના અધિકારનો અહંકાર મૂકી શુધ્ધ દશાને ભારે તો સ્વતઃ તે વિભાવ પ્રકૃતિ લય પામી જાય છે પરંતુ અહિં શાસ્ત્રકાર કહે છે કે જીવાત્મા મતાર્થના જોરે અને મતાર્થના અંધકારમાં આવા અન–અધિકારમાં જ સબડતો રહે છે. જે શબ્દ કહીને એક પ્રકારની દ્રઢ નિશ્ચયાત્મક ઉકિત કરી છે. “માં જ’ કહેવાનો અર્થ છે કે જાય તો જાય કયાં ? એક વિકારથી બીજા વિકારમાં, આમ વિકારમાં જ ફરતો રહે છે. જેનો અર્થ છે કોઈ માણસ ઘણી જાતના ખોટા સિકકા રાખે છે. પછી એક ખોટો મૂકીને બીજો ઉપયોગ કરવા જાય તો અંતે તો ખોટા સિકકામાં જ ઠગાઈ છે. “જે કહેવાનો અર્થ એ છે કે એક પછી એક બધી અન–અધિકાર ક્રિયાઓમાં જ ચકકર કાપે છે. પરંતુ મૂળ કેન્દ્રમાં આવી શકતો નથી, જયાં તેનો અધિકાર છે. તે તત્ત્વને સ્પર્શ કરતો નથી. તેવી છે જીવની પરાધીન, અહંકારમય, ખોટી, અન–અધિકાર દશા. આ રીતે ૩૦મી ગાથામાં મતાર્થના ઘણા કુલક્ષણો બતાવી શાસ્ત્રકાર હજુ આ વિષયમાં આગળની ગાથાઓ ઉચ્ચારશે. - ઉપસંહાર : (૧) જ્ઞાનદશાનો અભાવ (૨) શુધ્ધ સાધનદશાનો અભાવ (૩) પરમાર્થ તત્ત્વની અપ્રાપ્તિ.
આ ત્રણેય કદમ ઊર્ધ્વગામી નથી, પણ અધોગામી છે. નીચે ઉતરવાના ત્રણે પગથિયા છે. આ ત્રણેય પગથિયા ઉપર આપણે ઘણો પ્રકાશ નાંખ્યો છે. અહીં સાધકને એ ચેતવણી છે કે શુધ્ધ જ્ઞાનદશા અને સાધનદશા તે બંને સાધકની પાંખ છે અને પરમાર્થ તે સાચા મોતીનો ચારો છે. પાંખ મજબૂત હોય અને આ ચારો ચરે તો શાંતિ પામે. પરંતુ પાંખ પણ ખોટી છે, ક્ષેત્ર પણ ખોટું છે અને જયાં અધિકાર નથી ત્યાં ભટકવાથી મોતીનો ચારો મળવાનો નથી અને માઠી દશાને પ્રાપ્ત કરી અશાંતિનો અનુભવ કરે છે.
જીવ જે વિપરીત પ્રવૃત્તિ કરે છે તેમનું બાહ્ય મુખ્ય કારણ માન પામવાની તૃષ્ણા છે એમ શાસ્ત્રકારનું મંતવ્ય છે. એટલે “નિજ માનાર્થે એમ કહ્યું છે. ગુરુઓ અને ભગવંતોનું માન વધે તે અવમાન્ય નથી પરંતુ પોતાના માન માટે ઝંખે તો તેની કુપાત્રતા છે. આ બતાવવા માટે જ “નિજ શબ્દ મૂકયો છે અને પોતાના માનની તૃષ્ણા એક મતાર્થનું પ્રધાન લક્ષણ બન્યું છે. આ બધા દુર્ગુણોથી જીવાત્મા પરમાર્થને મેળવી શકતો નથી. પરમાર્થથી દૂર રહે છે. તેનો અર્થ જ એ છે કે તે કંગાલ રહે છે. સાચી સંપત્તિ તો પરમાર્થ જ છે. એટલે જીવાત્માએ સાચી સંપત્તિ મેળવવા માટે અને મોતીનો ચારો ચરવા માટે માનાદિ તૃષ્ણાનો ત્યાગ કરી સદ્ગુરુના ચરણે જવું જોઈએ.
ઉપોદ્ઘાતઃ અહીં ૩રમી ગાથાનો આરંભ થાય છે. અત્યાર સુધી સાધનહીનતાનો જે ઉલ્લેખ કર્યો છે અને બીજા જે કાંઈ દુર્ગુણો બતાવ્યા છે તેના મૂળ કારણો ઉપર આ ગાથા પ્રકાશ