________________
નાંખે છે અને મૂળ કારણોને ન સમજવાથી જ જીવ ખરા અર્થમાં કદાગ્રહી બને છે, જેને અહીં મતાર્થી કહીને સંબોધન કરેલું છે. સાધનાના બે મુખ્ય પાયા છે. ઉપશમભાવ અને વૈરાગ્ય. સમગ્ર ઉચ્ચકોટિના આખ્યાન અર્થે કથાઓ ઉપશમભાવ અને વૈરાગ્યનું જ કથન કરે છે. ઉપશમભાવથી વિકારભાવો શાંત થવા જોઈએ. કદાચ તેનો ક્ષય થતાં ઘણો સમય લાગે છે. પરંતુ પ્રથમ ઉપશમ થાય અને કષાયો શમી જાય, તો જ આગળ ઉપર આત્મા ક્ષાયિકભાવને વરે છે. આ ગાથામાં ઉપશમભાવનો ઉપદેશ આપ્યો છે અને તેના સુપરિણામ રૂપે વૈરાગ્યનું કથન કર્યું છે. આ ૩રમી ગાથા સમગ્ર સાધના શાસ્ત્રમાં બન્ને સ્તંભોનું આખ્યાન કરી તેનાથી વંચિત જીવને મતાર્થીના પદથી અલંકૃત કર્યા છે. ઉપશમ અને વૈરાગ્ય એ સાધનાની બંને આંખો છે. હવે આપણે ગાથાને સ્પર્શ કરીએ.