________________
મોક્ષમાર્ગનો સ્પર્શ કરે તેવી જ્ઞાનાત્મક પ્રેરણા છે. આખા પદ ઉપર લગભગ ઊંડાણ સાથે મીમાંસા થયા પછી આ પદમાં કે કડીમાં એક શબ્દ ઘણો મહત્વપૂર્ણ છે. તેનું વિવેચન કરશું. તે શબ્દ તે આંઈ છે. ‘આંઈ’ નો અર્થ અહીં થાય છે. હવે મુખ્ય પ્રશ્ન એ છે કે અહીં એટલે કયાં ? શું કોઈ વિશેષ સ્થાનમાં કે વિશેષ સમાજમાં કે કોઈ આધ્યાત્મિક ક્ષેત્રમાં કે કોઈ નિશ્ચિત જગ્યામાં કે કોઈ નિરાધાર વિશ્વના ફલક ઉપર. અહીં યોગીરાજનું કહેવાનું તાત્પર્ય શું છે તે સરખી રીતે સમજવાથી સ્પષ્ટ થશે કે આંઈ એટલે ક્યાં ?
પ્રથમ આપણે સામાજિક દૃષ્ટિએ વિચાર કરીએ. જે સમાજ જૈન સાધનામાં જોડાયેલો છે અથવા જૈન જીવન જીવે છે, અથવા જે અહિંસક જીવન જીવે છે અથવા દેવ-ગુરુ-ધર્મમાં વિશ્વાસ રાખે છે, તેવો સમુદાય તે જૈન સમાજ છે અને આ સમાજ મુખ્યત્વે ભારતમાં અસ્તિત્ત્વ ધરાવે છે અને ભિન્ન ભિન્ન પ્રકારની શ્રેણીમાં કે સંપ્રદાયમાં ગુંથાયેલો છે. એવા આ સમગ્ર સમાજમાં તે શ્વેતાંબર હોય કે દિગંબર હોય, નિરાકારવાદી હોય કે મૂર્તિપૂજક હોય, તપસ્યામાં અનુરકત હોય કે બીજી વ્રતાદિ સાધના કરતા હોય અથવા પરંપરાથી સમુદાયના અંશ રૂપે હોય. સમગ્ર સમાજમાં કવિરાજને ક્રિયાજડતાના દર્શન થયા છે. વસ્તુતઃ ક્રિયાજડ નથી. ક્રિયાથી જડ થતાં નથી પણ જડની ક્રિયા કરે છે. અને કાવ્યના હિસાબે શબ્દનો પરસ્પર વ્યત્યય થયો છે. જીવો ક્રિયા તો કરે જ છે પરંતુ જડ તત્ત્વોની ક્રિયા કરે છે. શરીરનું હલન ચલન, મંત્રોચ્ચારણ, સ્વાધ્યાય કે જપ, પૂજાપાઠ અને આ બધી ક્રિયાઓ માટે વિશાળ સાધનો નિર્માણ કરવા, મંદિરો બનાવવા, ભવનો બનાવવા તે બધી જડની જ ક્રિયા છે. આ જડની ક્રિયા અઘ્યાત્મ ચેતનામાં બાધક નથી પરંતુ ક્રિયાની પ્રબળ તાના કારણે અધ્યાત્મ ચેતના લુપ્ત થાય છે અને પરંપરામાં જડની ક્રિયા કરતા કરતા માનો પોતે ક્રિયાજડ થઈ જાય છે. આપણે આગળ કહી ગયા છીએ કે ક્રિયાજડ એ આરોપ છે, વાસ્તવિક નથી.
અહીં આ ક્ષણે કવિએ ઉચ્ચારેલો ‘આંઈ’ શબ્દ તે આપણા સમાજ માટે લાગુ પડે છે. આંઈ નો અર્થ દૃષ્ટિગોચર થયેલો સમાજ છે. જ્યાં સુધી તેમની દૃષ્ટિ પડી છે ત્યાં સુધીના સમાજને આવરી લીધા છે. આગળ ચાલીને આપણે હવે સામાજિક મર્યાદાથી આગળ વધી વિશ્વફલક ઉપર અસ્તિત્ત્વ ધરાવતો માનવ સમાજ તે પણ લગભગ ક્રિયા જડત્વનો શિકાર છે. જેને પરંપરાની ભાષામાં રુઢિવાદ કહેવામાં આવે છે.
રુઢિ સંસ્કૃતિ અને વિકૃતિ : રુઢિ એ સંસ્કૃતિ પણ છે અને વિકૃતિ પણ છે. રુઢિમાં હજારો વર્ષનો ઈતિહાસ પણ સમાયેલો છે અને માનવ સમાજની હજારો જાતિઓ ભિન્ન ભિન્ન પ્રકારની રુઢિઓમાં બંધાયેલી છે. તે પોતાની માનેલ સંસ્કૃતિનું સેવન કરે છે. સંસ્કૃતિ એ કલ્ચર છે. જ્ઞાન ન હોય છતાં પણ મનુષ્યને જે ક્રિયામાં પ્રેરિત કરતી રહે તેવી રુઢિ એ સંસ્કૃતિની પ્રબળતા છે. પરંતુ વિટંબના એ છે કે સંસ્કૃતિ સાથે વિકૃતિનો પણ વિકાસ થાય છે. વિશ્વની પ્રાકૃતિક સ્થિતિ જ એવી છે જેમાં જીવ કે અજીવ બધા તત્ત્વોમાં એક પ્રકારની સંસ્કૃતિ સાથે વિકૃતિનો પણ વિકાસ થાય જ છે. આ સંસ્કૃતિની વિકૃતિ કયારેક સમકાલિન હોય છે અને કયારેક વિભિન્ન કાલિન પણ હોય છે. અર્થાત્ પરિણામે વિકૃતિનો ઉદ્ભવ થાય છે. દૂધ જ્યારે દોવાઈને આવ્યું ત્યારે તે પ્રાકૃતિક શુદ્ધ અને સંસ્કૃત છે. પરંતુ થોડો સમય વ્યતીત થયા પછી તેમાં વિકૃતિ શરુ થાય છે. તાજુ ફળ
no ne ll ૨૨