________________
અને તેની દેહાદિ રચના પ્રતિકૂળ હોય તો જ્ઞાનના ભારથી અથવા તત્ત્વમીંમાસાથી તેનું મસ્તક અસહય ભાવોનું વેદન કરે છે. આ ઉપરાંત બચપણથી કોઈ એવા સંયોગોને આધારે તેના સંસ્કાર બીજી દિશામાં દ્રઢીભૂત થયા હોય તો જ્ઞાન તેને રુચિકર લાગતું નથી. આ તો આપણે આત્મજ્ઞાનની વાતો કરી રહ્યા છીએ. પરંતુ વ્યવહારિક ક્ષેત્રમાં પણ હજારો બાળકો અને મનુષ્યો એવા છે જે ભણવાથી કે સદ્ વાંચનથી કે કોઈપણ તત્ત્વમીમાસાથી દૂર ભાગે છે, અથવા એમ પણ કહે છે કે ભણવાની જરુર નથી, જ્ઞાનની જરુર નથી, એમ વ્યવહારિક ક્ષેત્રમાં પણ જ્ઞાન પ્રત્યેનો વિરાટ પ્રતિકાર અસ્તિત્ત્વ ધરાવે છે અસ્તુ
અહીં આપણે ટૂંકમાં એટલું જ કહેવાનું છે કે “જ્ઞાનમાર્ગ નિષેધતા” એમ લખ્યું છે તે એને ક્રિયાજડતાનું કારણ બતાવ્યું છે. પરંતુ જ્ઞાનમાર્ગનો નિષેધ શા માટે કરે છે એ સમજવા માટે ફકત તે જીવની રુચિ જ કારણ નથી. આપણે તેના આધ્યાત્મિક કારણોનું વિવેચન કર્યું છે અને સાથે સાથે સાંયોગિક પ્રભાવોથી જ્ઞાન પ્રત્યેની પ્રતિકાર ભાવના જન્મે છે. તેના પ્રાકૃતિક કારણો પણ સ્પષ્ટ કર્યા છે. - હવે આપણે અહીં જૈન સાધનામાં જે માણસો જ્ઞાનનો નિષેધ કરે છે એ વિશે વિચાર કરશે. મૂળમાં જૈન સાધના એ ત્યાગ માર્ગથી રંગાયેલો માર્ગ છે. તેમાં ત્યાગ તપસ્યાની પ્રધાનતા આદિકાળથી ચાલી આવે છે. આ ત્યાગ-તપસ્યા તે બાહ્ય સાધન હોવાથી પ્રત્યક્ષ દેખાય અને અનુભવાય એવી વસ્તુ છે. જેથી સામાન્ય જીવો ઉપર તેમનો પ્રભાવ વિશેષ સ્થિર થાય છે.
જો કે જૈન સાધનામાં ભગવાને જ્ઞાનને પ્રધાનપદે સ્થાપ્યું છે અને મોક્ષમાર્ગમાં પ્રથમ સ્થાન જ્ઞાનને આપ્યું છે.
“णाणं च दंसणं चेव चरितं च तवो तहा ।
મોવરનો તિ પUUત્તો નિર્દિ વરસિદિ” | (ઉત્તરા અધ્ય. ૧). અર્થાત્ જ્ઞાન-દર્શન–ચારિત્ર અને તપ આ ચાર તત્ત્વોને શ્રેષ્ઠ દષ્ટિવાળા જિનેશ્વર ભગવંતોએ મોક્ષમાર્ગ તરીકે સ્થાપ્યા છે. તેમાં પ્રથમ પદ તે તત્ત્વજ્ઞાન છે. જેને સાધનામાં જ્ઞાનનું સાંગોપાંગ વિવેચન કરવામાં આવે, તત્ત્વ મીમાંસા કરવામાં આવે છે. તેમાં જ્ઞાન રહિત સાધનાને વિરાધના પણ કહેવામાં આવે છે.
જ્ઞાનની પ્રધાનતા છતાં પ્રક્રિયા કર્મકાંડની : આ બધું હોવા છતાં, સામાન્ય જનસમુહમાં જ્ઞાન સાધના ગૌણ બની જાય છે અને બાકીના ક્રિયાકાંડ મહત્ત્વપૂર્ણ બની જાય છે, કારણ કે મનુષ્યની પ્રાકૃતિક સ્થિતિ જ એવી છે. સમજણપૂર્વક જ્ઞાનમાર્ગનો નિષેધ કરનારા જીવો બહુ ઓછા હોય છે પરંતુ સહજ ભાવે જ્ઞાન પચાવવાની શકિતને અભાવે જ્ઞાનથી દૂર રહે છે. આ બન્ને પરિસ્થિતિમાં ઓછાવત્તા અંશે જ્ઞાનનો નિષેધ થાય છે અને પરિણામે, આગ્રહ બુદ્ધિવાળા જીવો બાહ્ય સાધનાને મહત્ત્વ આપી જ્ઞાન સાધનાને ગૌણ કરી સૌને બાહ્ય ક્રિયામાં અનુરકત રાખે છે. પરિણામે, ક્રિયાજડતાનો જન્મ થાય છે. અસ્તુ.
અહીં ક્રિયાજડતાના ત્રણ કારણો શ્રીમદ્જીએ પ્રગટ કર્યા છેઃ (૧) બાહ્ય ક્રિયામાં રાચવું (૨) આંતરિક ભેદનો અભાવ (૩) જ્ઞાનમાર્ગનો પ્રતિકાર. આ ત્રણેય કારણો અસ્તિત્વ ધરાવે છે. તેમાં કોઈ જીવ પ્રત્યે નફરત કે તિરસ્કાર નથી, પરંતુ જીવ આગળની દિશા નિશ્ચિત કરી સાચી રીતે
મા ૮૧ -