________________
આધારે પણ કરે. લક્ષ ઠીક છે અને રુચિ છે તે એક જ ભાંગો યોગ્ય છે. બાકીના ભાંગાઓમાં પ્રતિકારની પ્રવૃત્તિ ઉભી થાય છે. પ્રતિકાર કરનાર વ્યકિત શા માટે પ્રતિકાર કરે છે તેના કારણો તપાસવા જ રહ્યા. શું આ કોરો બૌદ્ધિક પ્રતિકાર છે ? કે વાસ્તવિક તેની અંદરના કારણો તેને પ્રતિકાર કરવા પ્રેરિત કરે છે ? પ્રતિકારની આ ક્રિયા સમાજમાં અને વ્યકિત વિશેષમાં જેટલી વિષમતા ઉભી કરે તેનાથી અનેકગણી વધારે ધાર્મિક ક્ષેત્રમાં પણ પ્રતિકારની ક્રિયા વૈમનસ્ય ધરાવે છે. અહીં કૃપાળુ ગુરુદેવે “જ્ઞાનમાર્ગ નિષેધતા” એવો ક્રિયાત્મક શબ્દ મૂકયો છે. અર્થાત્ નિષેધની ક્રિયા કરતા લોકો અસ્તિત્ત્વ ધરાવે છે. તો અહીં આપણે જરા ઊંડાઈથી જોશું કે આ નિષેધ બૌધ્ધિક ભાવે છે ? કે કોઈ કર્મના પ્રબળ યોગ છે કે વ્યકિતના પુણ્યનો અભાવ છે ? જ્ઞાન માર્ગનો નિષેધ તે બહુજ મોટી વિટંબના છે. બહુજ મોટી વિષમતા છે અને સરળ સાધનાના માર્ગમાં ઉદ્ભવેલું એક મોટું શલ્ય છે.
જૈન શાસ્ત્રોમાં જ્ઞાનાવરણીય કર્મને બાંધવાના ઘણા કારણો બતાવ્યા છે. તેમાં જ્ઞાન પ્રત્યેની નફરત, જ્ઞાન તે ઉપયોગી તત્ત્વ નથી તેવો ખ્યાલ, જ્ઞાન પ્રત્યે અવિનય, જ્ઞાન સ્વીકૃતિ માટે પ્રતિકાર, આ બધા કારણોનું વિવરણ મળે છે. પરંતુ આવો નિષેધ કે પ્રતિકાર કરતા જીવમાં સહજ કારણોનું વિવરણ મળે છે. પરંતુ આવો નિષેધ કે પ્રતિકાર જીવમાં સહજ જન્મે છે? કે તેના કોઈ વિશેષ કારણો છે? કે કોઈ તેના માનસિક દોષ છે ?
જે જીવ અવ્યવહારાશિથી ઉત્ક્રાંતિ કરતો કરતો અiણી પંચેન્દ્રિયની જીવની મર્યાદાને પાર કરી વિશેષ રૂપે સંજ્ઞી પંચેન્દ્રિય વિચારાત્મક માનવ શરીરને ધારણ કરે છે અને ત્યારે તે જીવે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ઘણી સારી માત્રામાં મેળવ્યો છે અને તેને આધારે તે માનવ જીવનના ભોગ ઉપભોગ અથવા બીજી સુખ સામગ્રીની વ્યવસ્થા કરે છે, સાથે સાથે મોહનીય કર્મની મંદતા થાય તો આવો જીવ વિરકિત અથવા ધર્મની ઝંખના કરે છે. પરંતુ આવા જીવો બહુજ થોડી માત્રામાં હોય છે.
વિટંબના એ છે કે વિશ્વમાં આદિકાળથી સમ્યમ્ જ્ઞાનની ધારાઓ, મિથ્યાજ્ઞાનની ધારાઓ, ધર્મના ક્ષેત્રમાં પ્રવર્તમાન કર્મકાંડની ધારાઓ અને વિવિધ પ્રકારની ઉપાસનાઓ અસ્તિત્ત્વ ધરાવે છે. જેમાં ઘણા એવા મત સંપ્રદાય છે કે જ્ઞાનમાર્ગના વિરોધી પણ છે અને કર્મકાંડને જ પ્રધાનતા આપે છે. આ પરિસ્થિતિ કેવળ અસ્તિત્ત્વ ધરાવતા બાહ્ય સંપ્રદાયોમાં જ સ્થાન પામે છે એવું નથી. પરંતુ આ પરિસ્થિતિ આદિકાળથી જૈન પરંપરામાં અસ્તિત્વ ધરાવે છે અને ત્યાં પણ જ્ઞાનની ગૌણતાવાળા અથવા વધારે તત્ત્વ મીંમાસામાં ન ઉતરતા સામાન્ય ઉપાસનાને જ મહત્ત્વ આપે છે. આવી પરિસ્થિતિમાં જે જીવો માનવ સમાજમાં આવ્યા છે એ જીવોના બૌધ્ધિક વિકાસ થયા પછી કોઈને કોઈ ધારાનો સ્પર્શ તેને થાય છે અને તેમાં જીવ કયારેક જ્ઞાનથી દૂર ભાગે છે. જ્ઞાનમાર્ગ તેને અરુચિકર લાગે છે અને આવા જ્ઞાનમાર્ગનો નિષેધ કરનારા ગુરુઓની ભકિતમાં એ રસ ધરાવે છે. આમ જ્ઞાન પ્રત્યે એક પ્રકારનો પ્રતિકાર તેમના મનમાં જન્મે છે.
વિશેષ કારણ : જ્ઞાનનો પ્રતિકાર એ જીવની ફકત રુચિ નથી. પરંતુ તેના આંતરિક કારણો હોય છે. મોહદશાનો અતિરેક હોય, જ્ઞાનનો ક્ષયોપશમ હોવા છતાં મોહની પ્રબળતા હોય ત્યારે તેને, આ બધી તત્ત્વોની મીમાંસા અનુકૂળ આવતી નથી. ઉપરાંત તેને અશુભ નામકર્મનો ઉદય હોય