________________
સંયોગ થતાં જીવાત્મામાં એક આસકિતનો જન્મ થાય છે. આ આસકિત એ જ અભિલાષાનું રૂપ છે. જેમ લોહચુંબક લોખંડને પકડે છે અને પરસ્પર આકર્ષણનો જન્મ થાય છે. ઘી અને અગ્નિ નજીક આવતા અગ્નિ ઘીને પ્રભાવિત કરે છે. એ જ રીતે પાણી અને સાકાર મળે તો બન્ને એકાકાર થઈ જાય છે, અને બન્ને એકાકાર થવાથી એક નવા રસનો જન્મ થાય છે, જો કે આ જાણવા માટે જડ પદાર્થનું ઉદાહરણ આપ્યું છે પરંતુ તે ઉદાહરણ પર્યાપ્ત નથી.
અહીં મોહયુકત, કષાયયુકત જીવાત્માનો વિભાવ છે અને અભિ કહેતા સામે, “લાષ” કહેતા માયાવી ચમકતું વિશ્વ છે. આ બન્નેના સંયોગથી અભિલાષારૂપ વૃત્તિનો જન્મ થાય છે. અભિલાષા તે પાપની નિવૃત્તિ કરી ઊંચા ભાવો તરફ લઈ જઈ શકે છે. અભિલાષા સાથે જયારે જ્ઞાન ભળે છે અથવા જ્ઞાનના પ્રકાશમાં અભિલાષા પ્રકાશિત થાય છે ત્યારે જ્ઞાનથી વિશ્વનું માયાવી સ્વરૂપ સમજયા પછી અભિલાષાનું રૂપાંતર થાય છે, માયાવી પદાર્થોની ક્ષણિક અને નાશવંત પર્યાયના સ્વભાવને જાણ્યા પછી જ્ઞાન તેમાંથી નિવૃત્ત થવાની કે છૂટા પડવાની પ્રેરણા આપે છે. જૂઓ, હવે અહીં ખેલ બદલાય છે. જીવની જડ પદાર્થોને ગ્રહણ કરવાની, પરિગ્રહને એકત્ર કરવાની, સત્તા ભોગવવાની કે માન મેળવવાની જે સૂક્ષ્મ અને સ્કૂલ, મંદ અને તીવ્ર અભિલાષાઓ તૃષ્ણારૂપે અસ્તિત્ત્વ ધરાવતી હતી. તે હવે જ્ઞાનના પ્રભાવથી પરિવર્તન પામે છે, અભિલાષા બદલાય છે. હવે જીવ જંજાળથી છૂટવાની અભિલાષામાં જોડાય છે. શાસ્ત્રકારે જેમ અહીં કહ્યું છે કે માત્ર મોક્ષ અભિલાષા હવે મુકિતની જ અભિલાષા છે છૂટવાની એકમાત્ર ઈચ્છા છે અને છેવટે અભિલાષા માત્રથી પણ મુકત થવાની ભાવના છે. જેમ કે એક કાંટો બીજા કાંટાને કાઢયા પછી બન્ને કાંટા દૂર થઈ જાય છે. તેમ આ મોક્ષની અભિલાષા પણ જીવને મુકિત અપાવી સ્વયં પણ નિવૃત્ત થઈ જાય છે, છૂટી પડી જાય છે. અભિલાષાની જગ્યાએ અન–અભિલાષા સર્વથા અભિલાષનો અભાવ સર્જાય છે.
અહીં આત્માર્થીના લક્ષણો ચાલે છે. અને સાધના કાળમાં સાંસારિક અભિલાષાઓથી મુકત થઈ માત્ર મોક્ષની અભિલાષા રાખે તે અવસ્થા આદરણીય છે. આ અભિલાષામાં પરિગ્રહ નથી, ભોગાત્મક કોઈ આસકિત નથી, તેમજ માનાદિ મેળવવાની કોઈ છળકપટ ભરેલી કોઈ લીલા નથી. આ અભિલાષા યોગાત્મક છે, ત્યાગમય છે, અપરિગ્રહની ભાવનાઓથી ભરેલી એક પ્રકારે રૂડી અભિલાષા છે, જેથી તેને મોક્ષની અભિલાષા એમ કહીને ગૌરવ આપ્યું છે. એક વ્યકિત માળ | ગૂંથે છે તે પોતાના શૃંગાર માટે ગૂંથે છે. જયારે બીજી વ્યકિત પ્રભુને અર્પણ કરવા માટે માળ
ગૂંથે છે. બન્ને ક્રિયા સમાન હોવા છતાં ભાવાત્મક અંતર ઘણું છે. એ રીતે જયારે ભાવાત્મક અંતર પડે ત્યારે ક્રિયાત્મક રૂપ પણ ગ્રાહ્ય બની જાય છે. અભિલાષામાં પણ જયારે ભાવાત્મક ગુણો પ્રગટ થાય છે અને મોક્ષમાત્ર અભિલાષ તેવો કલ્યાણમય ભાવ જાગૃત થાય છે ત્યારે જીવાત્મા આત્માર્થી બને છે અને માનસરોવરનો હંસ બની જાય છે.
અભિલાષાનું આંતરિક સ્વરૂપ જાણ્યા પછી જયારે તે અભિલાષા ગ્રાહ્ય બની જીવને મુકિત, તરફ લઈ જાય છે ત્યારે આ આત્માર્થીનું બાહ્ય કલેવર કેવું હોય છે? કેવું થઈ જાય છે? તેનું શાસ્ત્રકાર સ્વયં ગાથાના ત્રીજા પદની અંદર વિવરણ કરે છે. નીતિમાન વ્યકિતને શોભે અને સાચો
૩૬૬ %