________________
વ્યકિત સાચે માર્ગે જતો હોય ત્યારે તેની સામાન્ય પ્રવૃતિ કેવી હોય તેનું ઉદ્ઘાટન કરી આધ્યાત્મિક જીવનની સાથે નૈતિક જીવનનો પણ બોધપાઠ આપે છે. જૂઓ શાસ્ત્રકાર કહે છે કે ભાવે ખેદ અને પ્રાણીદયા. આમ (૧) સાંસારિક ખેદ અને (૨) જીવદયા. પ્રવૃત્તિના મુખ્ય અંગોનો બોધ આપી આ આત્માર્થીના મન વચન કાયાના યોગપણ સામાન્ય ધર્મને અનુકૂળ થઈ જાય છે અને પાપમાંથી બચી પુણ્યના યોગથી પણ મુકત રહી કેવળ કર્તવ્યપરાયણ બને છે.
- ભવેખેદ : પ્રથમ શબ્દ છે ભવખેદ અર્થાત્ સાંસારિક ભોગાત્મક પ્રવૃતિમાં નિસારતાનો બોધ થવો. માન અપમાનની વાતોથી દૂર રહી સંસારમાં કાંઈ મેળવવા જેવું નથી અને જે કાંઈ કરવું પડે છે તેમાં પણ હવે ખેદ એટલે કે વિવશતાનો અનુભવ કરે છે. જાણે સંસારની જાળને પીડા માને છે. સાંસારિક પ્રવૃત્તિમાં માત્ર કર્તવ્યનું ભાન થાય છે.
અહીં કવિરાજે ખેદ શબ્દ મૂકીને એક જ શબ્દની બન્ને ધારાનો ઉલ્લેખ કર્યો છે. ભારતીય સંસ્કૃતિની જે બે મુખ્ય ધારા છે –એક ત્યાગ અને બીજો અનાસકિત યોગ. ભોગોથી દૂર રહેવું. અથવા ભોગોની ઉદયમાન સ્થિતિ હોય તો તેમાં અનાસકત રહેવું. એક સાધનામાં પરિગ્રહથી દૂર થઈ ત્યાગવૃત્તિ ધારણ કરવી અને બીજામાં જલકમલવત્ સ્થિતિ રાખવી. અનાસકત રહી રસનો ત્યાગ કરી ખેદપૂર્વક અર્થાત્ ઉપેક્ષાભાવે કર્મની નિર્જરા કરવી. આ બન્ને માર્ગ, બને ભાવ અધ્યાત્મસાધનાના બે નેત્ર છે.
અહીં શાસ્ત્રકારે ભવેખેદ મૂકીને ભવનો ત્યાગ કરવો, ભવ એટલે સાંસારિક ભાવના. અથવા તેમાં નિરસ બની ઉપેક્ષાભાવે સંસારભાવોને ઝરવા દેવા, તેથી સહજભાવે નિર્જરા થઈ જાય તેવી ઉપેક્ષાવૃત્તિ રાખવી. આમ ભવે ખેદ કહીને બન્ને નેત્રોનો, બન્ને ધારાનો એકસાથે ઉલ્લેખ કર્યો છે. ભવે ખેદ તે ઘણો જ મહત્વપૂર્ણ શબ્દ છે. આત્માર્થી બન્યા પછી જીવ સાંસારિક ભાવોમાં નિરસ બની જાય છે અને જે કાંઈ છે તે ત્યાજય છે, તેવા સંકલ્પ સાથે જીવે છે. જેને જૈન પરિભાષામાં નિર્વેદ કહે છે. આત્માર્થ તે સંવેગ છે, જયારે ભવેને તે નિર્વેદ છે. સંવેગ અને નિર્વેદ બને સમકિતના કે આત્માર્થના ઉતમ લક્ષણ છે. ભવખેદ ને નિર્વેદનું અધ્ધરૂપ છે. જયારે ભવમાં ખેદ થાય ત્યારે જીવ જન્મ, મૃત્યુમાં દુઃખના દર્શન કરે છે. અનંતકાળ અજ્ઞાનદશા અને મિથ્યાત્વમાં વ્યતીત કર્યો છે, મોહભાવે તેમાં રઝળપાટ કરી છે, તે માટે હવે ખેદ થાય છે. એક પ્રકારે પશ્ચાતાપની લહર ઊઠે છે અને આ મિથ્યા આસકિત પ્રત્યે પણ આશ્ચર્ય થાય છે. જેમ કોઈ માણસ ખોટું કર્યા પછી પસ્તાય છે અને કરજદાર માણસ કરજો દેખીને ગભરાય છે. તેમ જીવને આ કરેલા કર્મો પ્રત્યે ખેદ ઉદ્ભવે છે, સ્વયં ગભરાય છે કે આ બધું શું કર્યું? કયા કારણે સંસારનો આટલો બોજો ઊઠાવ્યો ? અને આત્માનું દિવ્ય સ્વરુપ કેમ ન પારખ્યું? આ બધો ભાવ ખેદ છે.
ખેદની સાથે ભવ શબ્દ વાપર્યો છે. ભવ શબ્દ જન્મ જન્માંતરનો સૂચક છે. સમગ્ર સાંસારિક લીલાનો દ્યોતક છે. શબ્દ દ્રષ્ટિએ “ભવતિ ઈતિ ભવઃ' જે થાય છે, થયા કરે છે, થતું રહેશે. આમ પદાર્થની કે સંસાર સ્થિતિની સૈકાલિક અવસ્થા અને તેમાં જડચેતન દ્રવ્યોની જે મથામણ ભૂતકાલમાં ચાલુ હતી, વર્તમાનમાં ચાલી રહી છે, ભવિષ્યમાં ચાલતી રહેશે, તે સર્વ ભવ છે અર્થાત્ ભવ એટલે સંસાર. ભવ એટલે એક પ્રકારનું નાટક. મહાન કુંદકુંદાચાર્યે કહ્યું છે કે “નોલો