________________
અરે ના અર્થાત્ જુઓ આ મોહ વિષયના પ્લેટફોર્મ ઉપર બરાબર નાચતો જ રહે છે. વારંવાર નાચ્યા જ કરવાનો છે. આવી છે મોહની રંગભૂમિ અને આ સંસારની રંગભૂમિ તે જ ભવ છે. ભગવાન બુદ્ધે કહ્યું છે કે “નને તાઉનવત્ અર્થાત્ કોઈ માણસ નદીના કિનારે બેસી વારંવાર પાણીમાં લાકડીનો પ્રહાર કરતો રહે. પાણી ઉછાળ્યા જ કરે અને વ્યર્થ ક્રિયામાં તેનું જીવન ચાલી જાય. તેમ ભવ શબ્દ એક પ્રકારની વ્યર્થ ક્રિયા કરનારા દ્રવ્યોનો શંભુ મેળો છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે “પૂર્વ તજે નો અર્થાત્ આ લોક આમ જ બળતો રહેવાનો છે, બળતો રહેશે, અને બળ્યા કરશે. તે એક ભવાગ્નિ છે. શાસ્ત્રકારોએ સામાન્ય ભવને ભવસાગર કહ્યો છે.
ઉત્કૃષ્ટ રૂપાંતર ઃ આ બધી લીલાઓ જીવે ઘણા સમયથી કરી છે, કરતો આવ્યો છે, કરતો રહે છે. તેના કુફળ પણ ભોગવતો હતો, અજ્ઞાનના કારણે ફરીથી તે જ અગ્નિમાં જઈ બળતો હતો, અને તે જ ખારા સમુદ્રમાં તણાતો હતો. હવે જ્ઞાન થવાથી તેને ખેદ થયો છે, પશ્ચાતાપ થયો છે, ઉપેક્ષાભાવ આવ્યો છે, નિરસતા પેદા થઈ છે, જે નથી છૂટયું, તેમાં પણ ખેદ થાય છે. રીતે આત્માર્થી જીવ હવે ભવની પ્રવૃત્તિઓમાં ખેદનો અનુભવ કરી તેનાથી દૂર થવાનો સંકલ્પ કરે છે. ખેદ શબ્દનો જ્ઞાનપક્ષ પણ વિચારીએ. આ ખેદ ફકત પશ્ચાતાપરૂપ નથી. તેમજ હું ઠગાઈ ગયો છું, તેટલી માત્ર ભાવનાથી પીડિત થાય તેટલો ટૂંકો અર્થ પણ નથી. આત્માર્થીનો આ ખેદ જ્ઞાનાત્મક ખેદ છે. પોતે લૂંટાઈ ગયો છે તેનો પશ્ચાતાપ માત્ર નથી પરંતુ તેનું જ્ઞાનનેત્ર ખુલ્લું છે. એટલે પોતે છૂટો થયો છે, સંસારનું જે કાંઈ નાટકનું ચાલી રહ્યું છે. તેને જોઈને ખેદ થાય છે, પોતે નિરાલો બન્યો છે, પરંતુ બીજા પ્રાણીઓની સાંસારિક દુર્દશાથી કરુણા ઉપજે છે. તેને ખેદ થાય છે કે અરેરે આ બધા માયાવશીભૂત જીવો શું કરી રહ્યા છે? તેથી શાસ્ત્રકારે અહીં ભવે ખેદની સાથે પ્રાણીદયા અર્થાત્ પ્રાણીઓ પ્રત્યે કરુણા થાય છે, તેમાં લખ્યું છે. પ્રાણીઓ પ્રત્યેની કરુણા તે ઘણો જ વિશદ વિષય છે. તેની આપણે મીમાંશા કરશું, તે પહેલા ભવે ખેદની વ્યાપકતા નિહાળી રહ્યા છીએ. આ ખેદ પોતા પૂરતો જ નથી, પરંતુ સમગ્ર સંસારની જે મોહ ભરેલી લીલા છે, સંસાર - સમુદ્રના વમળમાં ફસાયેલા જીવો જે દુર્ગતિ પામે છે તે બધું નિહાળીને આત્માર્થી જીવને ખેદ થાય છે. પોતે તેમાં હતો, હજુ આંશિકરુપે ભવજાળમાં જ છે અને જયાં સુધી દેહ છે ત્યાં સુધી દેહના ભાવો અને દેહાધ્યાસ છે, તેમાં તો પોતાને ખેદ છે જ. ખેદનો અર્થ અણગમો પણ છે. તે કર્તવ્ય કરે છે પણ રસ રહેતો નથી. બેંકનો મેનેજર રાતદિવસ રૂપિયા ગણે છે, પણ તેને પોતાના માનતો નથી, તેમ તે નિરાળો રહીને કર્તવ્ય બજાવે છે, લેશમાત્ર આસકત થાય તો તેમાં તેને ખેદ થાય છે. તેમ જ સમગ્ર ભવસાગરના નાટક પ્રત્યે પણ અને સાંસારિક જીવોના આગ્રહ ભરેલા અભિમાન પૂર્ણ કર્મો જોઈને પણ ખેદ થાય છે. સંસારની દુર્ગધ હવે અસહ્ય થઈ ગઈ છે. આ અસહ્યતા પણ ખેદનો જ પ્રકાર છે. આમ શાસ્ત્રકારે ભવે ખેદ કહ્યો છે તે જ્ઞાનાત્મક ખેદ છે. દિવ્ય પ્રકાશથી પ્રગટ થયેલો સાંસારિક અનુરાગ પ્રત્યે જે વિરાગ થયો છે તે ભવે ખેદનો જ્ઞાનપક્ષ છે. ભવે ખેદમાં જ્ઞાન પણ છે અને નિર્મોહતા પણ છે. ધન્ય છે કૃપાળુ ગુરુદેવને ! આ એક શબ્દમાં કેટલો વિરાટભાવ ભર્યો છે. જેમ મૂલ્યવાન હીરામાં લાખોની સંપતિ સંચિત છે. તેમ ભવે ખેદ એવા એક શબ્દરૂપી હીરામાં હજારો બોધપાઠ જેવી સંપતિ ભરેલી છે. વૈરાગ્ય ભાવનાનું સાચું અધિષ્ઠાન છે, વિરકિતનું સૂક્ષ્મ રૂપ છે. ખેદ શબ્દ પરાવૃત્તિ સૂચવે છે, અર્થાત્ પાછા વળવાની સૂચના આપે છે.
:
::::
::
::::
:::
::::