________________
પ્રાપ્ત થાય છે. એટલે ઉપરની શંકા નિરસ્ત થઈ જાય છે.
આત્મજ્ઞાનની વિવેચના : વૈરાગ્ય ઉપર આટલો ઊંડો વિચાર કર્યા પછી અને તેના બધા પાસાઓ તપાસ્યા પછી યોગીરાજે આત્મજ્ઞાન શબ્દનો પ્રયોગ કર્યો છે. તો તેનો ભાવાર્થ સમજવો જરૂરી છે. આત્મજ્ઞાનનો અર્થ શું ? આત્માનું જ્ઞાન એવો જો અર્થ કરશું તો આત્મા અલગ છે અને જ્ઞાન અલગ છે, એમ સમજાશે. જ્યારે વસ્તુતઃ જ્ઞાન અને આત્મા અલગ નથી. વળી જ્ઞાન એક આત્માને જ પ્રકાશિત કરે, તેવો જ્ઞાનનો સ્વભાવ પણ નથી, કારણ કે દર્શનશાસ્ત્રમાં જ્ઞાનને સ્વપર પ્રકાશક માન્યું છે. તો તે આત્માનો પણ પ્રકાશ કરે અને બીજા દ્રવ્યનો પણ પ્રકાશ કરે, પોતે સ્વયં પ્રકાશિત થાય, અને પર દ્રવ્યને પણ પ્રકાશિત કરે. દિપક બધી વસ્તુને પ્રકાશિત કરે છે, પરંતુ દિપક ને જોવા માટે બીજા દિપકની જરુર નથી. દિપક સ્વપર પ્રકાશક છે. એ જ રીતે જ્ઞાન તે આત્મજ્ઞાન પુરતું સીમિત રહેતું નથી. જ્ઞાનની બીજી વ્યાખ્યાઓમાં પણ જ્ઞાનને સર્વ પ્રકાશક માન્યું છે. જ્ઞાન એક જ દ્રવ્યને પ્રકાશિત કરે તે સંભવ નથી. જે ઈશ્વરને જાણે છે, તે માયાને પણ જાણે છે, અને માયાને જાણે છે તે ઈશ્વરને પણ જાણે છે. જ્ઞાનની રેખામાં જે કોઈ પદાર્થ ય રૂપે ઝળકે છે તે બધાને પ્રકાશિત કરવાનો સ્વભાવ છે. દર્શનશાસ્ત્રમાં કહ્યું છે કે બુદ્ધિસ્તુ તત્ત્વ પક્ષપાતિની બુદ્ધિનો સ્વભાવ સત્યને પારખવાનો છે. કોઈ અયોગ્ય કારણોની ઉપસ્થિતિમાં જ બુદ્ધિ અયોગ્ય નિર્ણય કરે છે, અન્યથા બુદ્ધિ એ નિર્મળ તત્ત્વ છે. જ્ઞાનને પારદર્શક કહ્યું છે. અહીં યોગીરાજે આત્મજ્ઞાન શબ્દ મૂકયો છે, તે વ્યવહારદષ્ટિ એ મૂકયો છે, વસ્તુતઃ જ્ઞાન બધા દ્રવ્યોને જાણે છે. આત્મા અને અનાત્મા બન્નેનું પરીક્ષણ કરે છે. અનાત્માનું જ્ઞાન થાય તે પણ આત્મજ્ઞાન જેવું મહત્વપૂર્ણ છે. અસ્તુ. અહીં આત્મજ્ઞાન શબ્દનો પદચ્છેદ કર્યા પછી આત્મા શું છે? કેવળ તે શબ્દનો વિષય નથી અને સાધારણ જ્ઞાનનો પણ વિષય નથી. નેતિ નેતિ કહીને શાસ્ત્રોએ આત્મા અર્થાત્ બ્રહ્મતત્ત્વને જાણવા માટે હાથ હેઠા મૂકી દીધા છે તો સામાન્ય મનુષ્યનું જ્ઞાન આત્મતત્ત્વને કેવી રીતે સ્પર્શી શકે ? આત્મજ્ઞાન માટેની જે ભૂમિકાઓ યોગશાસ્ત્રમાં નિશ્ચિત કરી છે તે ભૂમિકાઓની સાધના કર્યા વિના આત્મજ્ઞાન સંભવ નથી, તેમ મહાત્માઓ કહે છે. વસ્તુતઃ આત્મા એ ગૂઢ ગોપ્ય તત્ત્વ છે. સમગ્ર સંસારની ભૂમિકા તેના ઉપર નિર્ભર છે. સમસ્ત દ્રશ્યમાન જગત તેના પ્રભાવથી ઉદ્દભૂત છે પરંતુ સ્વયં અદ્રશ્ય છે. તે સામાન્ય ઈન્દ્રિય અને મનથી પર જ છે. ઈન્દ્રિયાતીત,(મનો અગમ્ય) મનસાઅગમ્ય, તે ભૌતિક સાધનોથી પ્રત્યક્ષ ન થઈ શકે એ આત્મ તત્ત્વને જાણવા માટે અહીં જે આત્મજ્ઞાનનો ઉલ્લેખ કર્યો છે તે કયું જ્ઞાન? આત્મદ્રવ્યનું સાક્ષાત જ્ઞાન અને બીજું આત્મ સંબંધી બૌદ્ધિક નિર્ણય કરવો કે સંકલ્પ કરવો તેવું મતિજ્ઞાન કે શ્રુતજ્ઞાન, એ પણ આત્મજ્ઞાનમાં સમાવિષ્ટ થાય છે. પ્રત્યક્ષ અને પરોક્ષ એમ જ્ઞાનના બે ભેદ સંભવે છે. એક વૈજ્ઞાનિક ઈલેકટ્રીસીટી વિશે ઘણું જાણે છે પરંતુ ઈલેકટ્રીસીટીનો કરંટ સાક્ષાત અનુભવમાં લેતો નથી. અહીં તેને વિજળીનું જ્ઞાન છે, પરંતુ વિજળીનો પ્રત્યક્ષ અનુભવ નથી. છતાં વિજળી સંબંધી તેનું જ્ઞાન નિર્ણાયક છે પ્રમાણભૂત છે, અને તેના કથન પ્રમાણે વિજળીના મશીન પણ ગોઠવાય છે. આ એક સ્થળ ઉદાહરણ થયું. અહીં સિદ્ધિકારે જે આત્મજ્ઞાન શબ્દ મૂકયો છે, તે આત્માના સૈકાલિક સ્વરૂપને લક્ષમાં રાખી તેનું જે શાસ્ત્ર સ્વરૂપ છે તે બાબત નિર્ણય કરવા સંબંધી જ્ઞાન, તે આત્મજ્ઞાન છે. અહીં આત્મા શબ્દ ભલે વાપર્યો પરંતુ
#
30:.33 % :5ી.'': !!!!!!!!
!!!!!