________________
કોઈ પણ દ્રવ્યનું સૈકાલિક જ્ઞાન કરવું તે આત્મજ્ઞાનની બરાબર છે. જગતના કોઈપણ પદાર્થને સંપૂર્ણ જાણવાથી તે આત્માને પણ જાણી લે છે. શાસ્ત્રકારોએ લખ્યું પણ છે. “જે ને ગાળ૬, તે સળં ના ” અર્થાત્ જે એકને જાણે છે, તે બધાને જાણે છે.
અલૌકિક ત્રિવેણી : વિશ્વના બધા જ દ્રવ્યો નિત્ય અને અનિત્ય ભાવે પરિવર્તનશીલ પણ છે અને શાશ્વત પણ છે. જેને પર્યાય અને દ્રવ્ય કહેવામાં આવે છે. પર્યાય ક્ષણિક છે, જ્યારે દ્રવ્ય શાશ્વત છે. અહીં એક આનંદજનક ત્રિવેણી લક્ષમાં લેવા જેવી છે. (૧) શાશ્વત દ્રવ્ય
(૧) અનિત્ય દ્રવ્ય ' (૨) તેનું શાશ્વત જ્ઞાન
(૨) તેનું અનિત્ય જ્ઞાન (૩) તેનાથી ઉપજતું શાશ્વત સુખ (૩) અને તેમાંથી ઉપજતું ક્ષણિક સુખ
ઉપર્યુકત ત્રિવેણી પરથી સમજવાનું છે કે મનુષ્ય શાશ્વત દ્રવ્યને ઓળખે. તેના શાશ્વત સ્વભાવનો નિર્ણય કરે અને ત્યારપછી જ્ઞાનમાં તેના સંકલ્પ કરે, તો તે જ્ઞાન નિત્ય દ્રવ્યને સ્પર્શ કરતું અખંડ જ્ઞાન બની જાય છે પરંતુ જ્યારે મનુષ્ય દ્રવ્યોમાં જ ખોવાયેલો હોય છે અને દ્રશ્યમાન પર્યાયોમાં આસકત હોય, ત્યારે તેનું જ્ઞાન પણ ક્ષણિક અને અસ્થાયી હોય છે, જેને ખંડ જ્ઞાન કહેવામાં આવે છે. આ જ્ઞાનથી વિકલ્પનો જન્મ થાય છે. શાશ્વત જ્ઞાન તે સંકલ્પનો જનક છે જયારે અનિત્ય જ્ઞાન, અશાશ્વત જ્ઞાન તે વિકલ્પનો જનક છે.
- સાક્ષાત્ આત્મજ્ઞાન થવું તો ઘણી જ દૂરની વાત છે. ઘણી ભૂમિકાઓ પાર કર્યા પછી આત્મા સંબંધી પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. અને તે જ્ઞાન શાશ્વત મુકિતની એક પ્રકારની છબી છે. મુકિતની છાયા છે પરંતુ આવું આત્મજ્ઞાન સામાન્ય પક્ષમાં સંભવિત નથી.
આત્મા સંબંધી સંકલ્પ કરી નિશ્ચયાત્મક ભાવે બુદ્ધિને સ્થિર કરવી અને તે આત્માનો સ્વભાવ જ શાંતિદાયક છે. પર પદાર્થો પોતાના ગુણધર્મથી પરિપૂર્ણ છે પરંતુ જીવના સુખ દુઃખના કારણભૂત નથી. તેથી પરપદાર્થોને પણ શાશ્વત ભાવે ઓળખ્યા પછી આત્મદ્રવ્યને પણ એ રીતે ઓળખી તેના ગુણધર્મો પ્રત્યે આસકત ન થતાં તરૂપ બની નિજાનંદનો આનંદ ભોગવે છે. આ છે સામાન્ય સાધકનું આત્મજ્ઞાન.
અહીં સિદ્ધિકારે વૈરાગ્ય આદિની સફળતાનો આધાર આત્મજ્ઞાનને માન્યો છે. સ્પષ્ટ લખ્યું છે કે “વૈરાગ્ય આદિ સફળ તો, જો સહ આતમ જ્ઞાન” અર્થાત્ આત્મજ્ઞાન સાથે રહેવાથી અથવા આત્મજ્ઞાનનો સંપૂટ મળવાથી જ વૈરાગ્ય ફળવંતો બને છે. આ વ્યવહાર દષ્ટિએ કહેવામાં આવ્યું છે. વસ્તુતઃ આત્મજ્ઞાન તે જ્ઞાનની પરિણતિ છે અને વૈરાગ્ય તે મોહ આદિનો ઉપશમ છે. બને સ્વતંત્ર પર્યાયો છે. દૂધમાં સાકર નાખવાથી દૂધ મીઠું થાય છે, પરંતુ હકીકતમાં દૂધ તે દૂધ છે અને સાકર તે સાકર છે. બન્નેનો સહભાવ છે છતાં બન્નેના સ્વભાવ સ્વતંત્ર છે અને બન્નેની પરિણતિ પણ સ્વતંત્ર છે. તેમ ઉપશમ ભાવની પરિણતિ સ્વતંત્ર છે અને જ્ઞાનની પરિણતિ પણ સ્વતંત્ર છે. ઉપશમની સફળતામાં જ્ઞાન કારણ નથી અને જ્ઞાનની સફળતામાં ઉપશમ કારણ નથી. પરંતુ અહીં સફળતાનો અર્થ છે ચિતમાં ઉપજતો પ્રહલાદ અથવા ઈશ્વર ભકિતમાં ઉપજતી આનંદ લહેરી. આ બને ગુણો ચિત્તના શાંતિ સ્વભાવમાં સમાન ભાવે કામ કરી રહ્યા છે. એટલે આપણે જેમ પૂર્વમાં કહી ગયા તેમ વૈરાગ્ય સફળ તો છે જ પરંતુ ભવિષ્યની સફળતા માટે અને વધારે મીઠા ફળ
પાછા ૧૦૦ E