________________
- 38
પણ વ્યકિતના જન્મ આપણી જાણમાં આવે, બુધ્ધિગ્રાહ્ય બને ત્યારે આપણા માનસમાં પણ તેનો જન્મ થાય છે. એક પ્રકારે તે જન્મ સંબંધી સાકારજ્ઞાન છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે વ્યકિત
જ્યારે આવા મહાપુરુષને પોતાના માનસ ચિત્રમાં સ્થાપિત કરે છે ત્યારે તે તેના માનસપિતા કે સગુરુ બને છે. મનમાં સદ્ગુરુની સ્થાપના થયા પછી જે સરુના બધા ગુણો કે તેમનું ઉત્તમ માર્ગદર્શન સાધકના જીવનમાં ઉતરી આવે છે. આમ સ્વયં તે મહાપુરુષના માનસ પુત્ર બની જાય છે અથવા તેમના સમર્પિત શિષ્ય બની જાય છે. ગુરુ શિષ્યની આ વાસ્તવિક પરંપરા છે. વાસ્તવિક ધારા છે. અહીં સ્વયં સિધ્ધિકાર આ નવમી કડીમાં તેવા સદગુરુ માટે ઉલ્લેખ કરી તેમના શરણ સેવવાની વાત કરે છે. અહીં ચરણનો અર્થ કેવળ સ્થૂળ દેહાદિક ચરણ લેવાના નથી પરંતુ દેહાદિક ચરણની સાથે સદ્ગુરુનું ચરણ–ચરણ એટલે આચરણ, ચરણ એટલે ચારિત્ર, ચરણ એટલે ઉચ્ચ કોટિના માર્ગદર્શન દ્વારા ચાલવાની વિધિ પ્રદર્શિત કરે તે ચરણ છે. તો શિષ્ય સદ્દગુરુના આચરણને શરણ માની તેમની સેવા કરે અથવા તેમની આજ્ઞાનું સેવન કરે.
સેવે સદ્દગુરુ ચરણને” સેવે એટલે સેવન કરે, ગ્રહણ કરે, શિરોધાર્ય કરે અને સ્થૂળ રીતે સેવા પણ કરે. સેવા બે પ્રકારની છે. દ્રવ્યસેવા અને ભાવસેવા. દ્રવ્યસેવાની સાથે ભાવસેવા નિતાંત જરૂરી છે. અન્યથા દ્રવ્યસેવા તે સેવાનો એક આભાસ માત્ર છે. અહીં સેવા કે સેવન બંને શબ્દો ઘણા સાર્થક છે. રોગી જેમ ઉત્તમ ઔષધિનું સેવન કરે અને વૈદ્યરાજે પથ્યના જે નિયમ બતાવ્યા હોય અને ઔષધિ લેવાની જે વિધિ બતાવી હોય, તેનું પાલન કરીને ઔષધિનો પ્રયોગ કરે ત્યારે કહી શકાય કે તે ઔષધિનું સેવન કરે છે. અહીં સદ્ગુરુની આજ્ઞા, તેમણે બતાવેલા પથ્થના નિયમો અને સાધનાની વિધિ એ બધું ગ્રહણ કરી સદ્ગુરુ પ્રત્યે અનંત ઉપકારની ભાવના સાથે નમ્રતા પૂર્વક બધો વ્યવહાર કરે ત્યારે તે “સેવે સદ્ગુરુ ચરણને” આ વાકય સાર્થક કરે છે.
આ સેવાનો બીજો નિષેધાત્મક પથ છે. જેમ શાસ્ત્રોમાં કહ્યું છે કે સત્ય બોલો પરંતુ આ વાકય પર્યાપ્ત નથી. સાથે જૂઠ ન બોલો તેમ કહેવું જરૂરી છે ત્યારે એક આજ્ઞા પરિપૂર્ણ થાય છે. કોઈ પણ આજ્ઞામાં વિધિ અંશ અને નિષેધ અંશ બને જરૂરી હોય છે. નિષેધ આજ્ઞાનો ઉપચાર કર્યા પછી જ સમ્યક રીતે વિધિ આજ્ઞાનું પાલન થઈ શકે છે. કોઈ પણ ઉત્તમ કાર્યની બે બાજુ છે, નિષેધ અને વિધિ. પથ્ય ભોજન કરો અને અપથ્યનું સેવન ન કરો આ બંને આજ્ઞાથી સ્વાસ્થયનો નિયમ પરિપૂર્ણ થાય છે. અંગ્રેજી માં કહેવત છે Not to do and what to do. અર્થાત્ શું ન કરવું જોઈએ અને શું કરવું જોઈએ. આ બંને બાજુનો વિચાર કર્યા પછી. સુંદર રીતે કાર્ય પાર પાડી શકાય છે તો અહીં આપણા કૃપાળુ ગુરુદેવે ગાથાના આ પૂર્વાર્ધમાં બંને પક્ષ રજુ કર્યા છે. કાવ્યની દષ્ટિએ પ્રથમ તેમણે વિધિપક્ષ દર્શાવીને નિષેધપક્ષ રજુ કર્યો છે કે,
ત્યાગી દઈ નિજ પક્ષ” અહીં નિજપક્ષનો અર્થ કોઈ પોતાનો સંપ્રદાય કે પરિવારનો પક્ષ કે તેના પક્ષમાં રહેતા બીજા કોઈ સહચારી ભાઈ, બહેનો તેવો પક્ષનો અર્થ નથી. “ત્યાગી દઈ નિજપક્ષ” અર્થાતુ પોતાના મતાગ્રહનો ત્યાગ કરવાની વાત કરે છે કારણ કે જે જગ્યાએ કાટ લાગ્યો હોય ત્યા રેણ થઈ શકતું નથી. કોઈ પણ વસ્તુમાં સડો હોય તો તેનાથી ઉત્તમ પરિણામ નિપજતું નથી. સડો કાઢયા પછી જ સારા ગુણાંક મળે છે. તેમ અહીં સ્વયં સિધ્ધિકારે શરત રાખી છે કે પોતાના મતાગ્રહનો ત્યાગ કરે અર્થાત્ પરંપરાથી મિથ્યાભાવે જે કંઈ સમજણ ગ્રહણ કરી છે
૧૩૪