________________
ગાથા- ૯
સેવે સદ્ગુરુચરણને, ત્યાગી દઈ નિજપક્ષ, પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ
નવમી ગાથાનું ગાંભીર્ય : આ ગાથા એટલી બધી ગહન અને ગંભીર છે કે તેમાં ઘણા સિધ્ધાંતોના ભાવોનો સમાવેશ કરી સાધકને માટે એક સીધો માર્ગ બતાવ્યો છે પરંતુ જ્યારે આ બધા શબ્દોનું ઊંડુ વિવેચન આપણે જાણશું ત્યારે આ માર્ગદર્શન એટલું બધુ સચોટ અને લક્ષ વેધી બની યાત્રીને પોતાના સાચા ઘર સુધી પહોંચાડી શકે તેવી સ્થિતિ ઉદ્ભવે છે. અસ્તુઃ આ ગાથામાં કેટલા ભાવો છે તેની પ્રથમ આપણે ઝાંખી કરી લઈએ.
(૧) સેવા અથવા સેવના. (સેવે) (૨) ગુરુ (૩) સદ્ગુરુ (૪) સત્ તત્વ (પ) શરણ (ગુરુચરણ) (૬) ત્યાગી દઈ (વ્યર્થ ચીજનો ત્યાગ) (૭) નિજપક્ષ (પોતાનો મત અથવા મતમતાંતર કુતર્ક ઈત્યાદિ) (૮) પામે (પ્રાપ્ત કરવાની ક્રિયા) (૯) પરમાર્થ (પરમ + અર્થ) (૧૦) નિજપદ (આત્મપદ, શુધ્ધસ્થાન, નિર્મળ અવસ્થા નિજપદ) (૧૧) લે (ગ્રહણ કરે, ગ્રહણ કરવાની ક્રિયા) (૧૨) પ્રાપ્ત કરવાની અને ગ્રહણ કરવાની ક્રિયાનો તફાવત. (૧૩) લક્ષ (નિશાન, જ્યાં જવું છે તે સ્થાન)
અહીં આપણે આખી ગાથાને બધા શબ્દોમાં વહેંચી લગભગ ૧૩ બોલ ઉપર દ્રષ્ટિપાત કરશું. જેમાં કેટલાક બોલ એવા છે કે જે પરસ્પર સામ્યયોગ રાખે છે. સમાન અર્થવાળા છે, સમાન ભાવવાળા છે. કાવ્યની દૃષ્ટિએ તેનો ઉલ્લેખ કરવો આવશ્યક હોય તે સહજ છે અથવા તેની ભિન્નતા શું છે ? તે પણ વિચારણીય છે. આખી ગાથાનું સ્ફોટન કરવાથી સ્પષ્ટ થાય છે કે આ ગાથા જાણે કોઈ હીરા, માણેક મોતીની પેટી હોય અને તેમાં ઘણાં હીરા, મોતી, રત્નો મૂકયા હોય તેવું લાગે છે. ગાથા સાંભળતા સુખ ઉપજે તેવું છે. કારણ કે તેમાં ભકિતયોગનો આશ્રય કરી જે કથન કરવામાં આવ્યું છે, તે મનુષ્યને નિર્બાધ સુખ ઉપજાવે તેવું તત્ત્વ છે. જ્યાં ભકિત છે ત્યાં અહંકારનો અભાવ થાય છે અસ્તુ. હવે ક્રમશઃ આપણે બધા બોલ ઉપર સ્વતંત્ર વિચાર કરી એક સરળ પરિબધ્ધ વિચાર પણ પ્રગટ કરશું.
બધા બોલના વિચાર કરતાં પહેલાં આખી કડી ઉપર એક વિશેષ દ્દષ્ટિપાત કરીએ. કારણ કે આદિકાળથી એક પરંપરા ચાલી આવી છે કે સામાન્ય જીવો માટે કોઈ એક તત્ત્વવેત્તા પ્રેરકની જરૂર હોય છે અને આ પ્રેરક એક પ્રકારે માનસ પિતા બની જાય છે. જ્યાં સુધી મનુષ્યના મનમાં કોઈ પ્રકારના ઉચ્ચકોટી પદસ્થ પુણ્ય આત્માનો પ્રવેશ ન થાય ત્યાં સુધી તેમની સામાન્ય બુધ્ધિ વિષયાભિમુખ હોય છે. બુધ્ધિનો કોઈ બીજો ઉત્તમ માર્ગ છે તેનાથી બુધ્ધિ સ્વતઃ અજાણ હોય છે. સમગ્ર જીવન બુધ્ધિ અને સંસ્કારથી પ્રેરિત થતું હોય છે. બુધ્ધિની દિશા બદલે ત્યારે જ સંસ્કારમાં પરિવર્તનનો શુભ આરંભ થાય છે.
કોઈ પણ મહાપુરુષોનો જન્મ સ્થૂલદ્દષ્ટિએ માતાના ગર્ભથી જ્યારે તેનો મંગળમય દેહ પ્રગટ થાય તેને જન્મજયંતિ કહેવામાં આવે છે પરંતુ વસ્તુતઃ જે માણસો આવા મહાપુરુષથી અજ્ઞાત છે, તેના સંબંધમાં કશું જાણતા નથી તેમને માટે તે મહાપુરુષનો જન્મ થયો જ નથી. કોઈ
૧૩૩