________________
gિI/HI| || ||L BE
REGI| H/////////////
આ ગાળામાં સ્પષ્ટ રીતે પરોક્ષ ભાવે જ્ઞાન અને ચારિત્રની સ્થાપના કરી આત્માર્થીની યોગ્ય વ્યાખ્યા કરી છે. અહીં એ સમજી લેવાનું છે કે અર્થ અર્થાત્ પ્રાર્થી તે સ્વયં આત્મા જ છે. આત્મા થી ભિન્ન એવો કોઈ અલગ અર્થ નથી. ફકત જ્ઞાનમાં આત્મદ્રવ્યનું પ્રતિબિંબ ઊઠયું ન હતું ત્યાં સુધી તે આત્માર્થી ન હોવાથી એક પ્રકારે વિભાવાત્મક હોવાથી આ અર્થી એક અપેક્ષાએ આત્માથી જુદો હતો કારણ કે વિભાવ તે આત્મા નથી. અસ્તુ અહીં આપણે આ આઠમી ગાથાનું અક્ષરશઃ વિવરણ કર્યા પછી હવે નવમી ગાથાનો સ્પર્શ કરશું.
અહીં ભકિતયોગનો આશ્રય કરી સાધકની નિબળતાનો ખ્યાલ કરી આત્મહત્ત્વની પ્રાપ્તિ માટે આગળ વધવા સંતમહાત્મા, જ્ઞાનીજન કે કોઈ સદ્ગુરુ આધારભૂત છે, અને તેની સહાયતાથી આગળની યાત્રા સરળ બની જાય છે. કોઈ તરીને સમુદ્રને પાર કરી શકે તે બહુ સંભવિત નથી.
જ્યારે એક નાવનો સહારો લઈ તે સહેજે સમુદ્ર તરી જાય છે. બાળક ઘણાં ગુણો લઈને જન્મે છે પણ મોટુ થવામાં તેની માતાનો સહારો લેવો અત્યંત જરૂરી છે. કોઈ પણ મંદિરનું નિર્માણ કરનાર કારીગરને કોઈ બુધ્ધિમાન પૂરો નકશો ન આપે તો કારીગરો પૂર્ણ મંદિર બનાવી શકતા નથી. ભારતવર્ષની કે વિશ્વની કોઈ પણ સાધનાઓમાં તત્ત્વજ્ઞ ગુરુની જરુર હોય છે. અને વ્યવહારિક વિદ્યાઓમાં પણ કોઈ ઉસ્તાદ કે ગુરુ મળે ત્યારે જ તે સાચો કલાકાર બની શકે છે. જેમ કોઈ મહિલા ફકત પુસ્તક વાંચીને રસોઈ ન બનાવી શકે પરંતુ તેમની માતા અથવા રસોઈના જાણકાર
જ્યારે તેને માર્ગદર્શન આપે છે, ત્યારે તે પોતાના કાર્યમાં નિપુણ થઈ શકે છે. આ બધા ક્ષેત્રોમાં વિદ્યા દેનાર સામાન્ય રીતે ગુરુ કહેવાય છે કે પરંતુ અધ્યાત્મક્ષેત્રમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે જે ગુરુ મળે તે યોગ્ય ગુરુને સદ્ગુરુ કહેવાય છે. સદ્ગુરુનું શરણ ઘણું જ મહત્વ પૂર્ણ છે.
આઠ ગાથા સુધી લક્ષનું નિર્ધારણ કર્યું હતું, યોગ્ય આચાર વિચારની ચર્ચા કરી હતી અને નિશ્ચત રૂપે સાધકને માટે લક્ષ શું છે તેનું વિવેચન કર્યું પરંતુ હવે તે લક્ષની પ્રાપ્તિ માટે વ્યવહારિક અને આધ્યાત્મિક અને પ્રકારના સાચા ઉપાય શું છે તે વિવેચન આપણી સામે સિધ્ધિકાર પ્રગટ કરે છે. આઠ ગાથા પછી આ નવમી કડીમાં એક પ્રકારે મોટું વિષયાંતર થાય છે કારણ કે અહીં હવે લક્ષના ઉપાયો માટે વિવરણ કરવું જરૂરી હતું તેનું સ્પષ્ટ માર્ગદર્શન મળે છે. જેમ કોઈ બિમારને માટે આપણે તેનો રોગ શું છે અને સ્વાથ્ય કેવું હોય તે બધું વિવેચન કર્યું. રોગ અને રોગી, આરોગ્ય અને નિરોગી આ ચારેય તત્ત્વનું ઊંડાઈથી સ્પષ્ટીકરણકર્યા પછી રોગના નિવારણ માટે યોગ્ય વૈદ્ય કે ડોકટરની જરૂર છે કારણ કે સ્વતઃ આરોગ્ય તો વિરલાને જ પ્રાપ્ત થાય અથવા ઉત્સર્ગમાર્ગ એ છે કે આત્માજ્ઞાનને પ્રાપ્ત કરવા માટે સાચા ઉપાય તરીકે સદ્ગુરુને મેળવવા જરૂરી છે માટે અહીં આપણે સંપૂર્ણ નવમી ગાથાનો ઉલ્લેખ કરીએ છીએ. અને ભવરોગને મટાડવા માટે સદ્ગુરુ ઉત્તમ વૈદ્યરાજ છે તે વાત લક્ષમાં લઈએ.
I
!!!
|
httilalી ધારાશાવાળા પાણીથી ધોઇ લામાસાણાદાયી 01 ૧૩૨ લાલા