________________
અથવા સત્ય અને તેની સમજ સાથે સુમેળ નથી તે બધા વિચારો નિપક્ષમાં આવે છે અને આ નિજપક્ષને છોડીને સદ્ગુરુનું માર્ગદર્શન લેવાનું છે.
અહીં એક પ્રશ્ન થશે કે જે વ્યકિત સદ્ગુરુના ચરણમાં પહોંચ્યા છે તે વ્યકિતને નિજપક્ષ ત્યાગની સૂચના આપવામાં આવી છે. તો તેમાં કેટલું ત્યાગવું અને કેટલું રાખવું તે વિચારણીય છે કારણ કે નિજપક્ષમાં બધું જ અસત્ય છે અથવા વિપરીત છે તેમ કહી શકાય નહીં. અહીં આપણે નિજપક્ષની જ્યારે વ્યાખ્યા કરશું ત્યારે નિજપક્ષની એક મર્યાદા નક્કી કરવી પડશે.
. એક સાર્વભૌમ સિધ્ધાંત : જ્યારે સમ્યગ્રજ્ઞાન ઉત્પન થાય ત્યારે બધું જ્ઞાન મિથ્યાજ્ઞાન હોતું નથી પરંતુ અમુક અંશે જ મનુષ્ય વિપરીત જ્ઞાનનો શિકાર બને છે. કોઈ એમ કહે કે આ માણસ ખરાબ હતો હવે સુધરી ગયો છે. તો આનો અર્થ એ નથી કે તે વ્યકિત ૧૬ આના ખરાબ હતો એ સંપૂર્ણ સુધરી ગયો. તેના કેટલાક અંશો સારા પણ હોય છે. ખરાબ અંશો જ પરિવર્તન પામે છે પરંતુ વ્યવહારમાં આખા દ્રવ્યને સંબોધીને બોલવાની પ્રથા છે. જે નયવાદથી સાબિત થાય છે અસ્તુ. અહીં કહેવાનું તાત્પર્ય છે કે કોઈ પણ વસ્તુમાં બહુધા અંશે પરિવર્તન થાય છે. તેમ અહીં નિજપક્ષના ત્યાગની વાત છે તેમાં અમુક મર્યાદિત કદાગ્રહ, હઠાગ્રહ કે અજ્ઞાન ભરેલી વિચારણાનો ત્યાગ કરવાની વાત સમજવી જોઈએ. પક્ષત્યાગ કરવાનો અર્થ એવો નથી કે કોઈ સંપ્રદાયપરિવર્તન, ધર્મપરિવર્તન કે જાતિ પરિવર્તન ઈત્યાદિ બાહ્ય પરિવર્તનની સાથે સંબંધ નથી પરંતુ માનસિક મિથ્યાભાવોનો ત્યાગ કરવાની વાત છે.
અહીં આપણે ચોભંગી પ્રસ્તુત કરશું – (૧) નિજ મતનો ત્યાગ અને સદ્ગુરુનું ચરણ. (૨) નિજ પક્ષ ત્યાગ કર્યા વિના સદ્ગુરુ પાસે જવું. (૩) નિજ પક્ષનો પણ ત્યાગ અને સરુનો પણ ત્યાગ. (૪) નિજ મતનું સેવન અને સદ્ગુરુ પાસે ન જવું.
ઉપરની ચૌભંગીમાં ત્રીજો ભંગ ત્યાજય અને અનાદરણીય છે. પ્રથમ ભંગ ગ્રાહય અને આદરણીય છે. બીજો ભંગ ઊભયવાદી છે. એક મ્યાનમાં બે તલવાર જેવું છે. તેમાં વ્યકિત સાવધાન હોય તો પોતાનો મત છોડયા વિના સદ્ગુરુના ચરણની સેવા કરી તેના ગુણો ગ્રહણ કરી શકે છે. આ ભંગમાં વ્યકિત સાવધાન છે અને ન્યાય બુધ્ધિયુકત હોવાથી પોતાના મતનો આગ્રહ રાખ્યા વિના ગુણગ્રાહી બની શકે છે. ચોથા ભંગમાં રુઢિવાદનું પોષણ છે છતાં આવો વ્યકિત સર્વથા અનંથકારી નથી.
અહીં જે નિજમતનો ત્યાગ કરવાની જે શરત છે તે વસ્તુતઃ અહંકાર ત્યાગ કરવાની વાત છે વિચાર એટલા ખરાબ હોતા નથી પરંતુ વિચારથી અહંકારનો જન્મ થાય છે ત્યારે મનુષ્ય મતાગ્રહી બને છે.
કોઈ પણ વિચાર છોડવા એ બુધ્ધિની પર્યાયને રોકવા સમાન છે. તેમાં મનુષ્ય સ્વતંત્ર નથી કારણ કે બધી પર્યાયો કાળની અપેક્ષાએ ક્રમથી ઉદ્ભવે છે. જ્ઞાનનો વિકલ્પ ઈચ્છા પ્રમાણે તોડી શકાતો નથી. જેમ કોઈ કહે કે તમે તમારા પિતાનું નામ ભૂલી જાઓ, તો શું ઈચ્છા પ્રમાણે નામ ભૂલી શકાય? તેમ મનુષ્યમાં મત કે વિચારો ઉદ્ભવ્યા છે તેના ઉપર અન્ય જ્ઞાનનો પ્રકાશ નાંખી
::
૧૩૫ 888888