________________
છે. ‘આત્માદિ’ જેમાં બે શબ્દો છે. આત્મા આદિ અર્થાત્ આત્મા સિવાયના બીજા પણ જે શાશ્ર્વત તત્ત્વ છે, તેનું પણ અસ્તિત્ત્વ સ્વીકારવામાં આવે છે. આ રીતે શાશ્વત તત્ત્વોનું નિરૂપણ કરનાર જે ગ્રંથો છે તે બધા ગ્રંથોના અધ્યયનથી શ્રધ્ધાળુ જીવ આત્મતત્ત્વનો સ્વીકાર કરે છે. શાસ્ત્રો પ્રમાણભૂત છે. તેથી શાસ્ત્રોમાં કથિત અગમ્ય તત્ત્વનું અસ્તિત્ત્વ પણ પ્રમાણભૂત માનવું રહયું. આમ શાસ્ત્રો આત્માના અસ્તિત્ત્વના આધાર રૂપ છે. જો કે બધા શાસ્ત્રો આ કોટિમાં આવતા નથી. તેથી જ અહીં કવિરાજે કહ્યું છે કે જે શાસ્ત્ર' તેનો અર્થ એ છે કે બધા શાસ્ત્રો આવા પ્રકારના નથી. અર્થાત્ આત્માનું અસ્તિત્ત્વ માનીને સમગ્ર શાસ્ત્રનો વિસ્તાર કર્યો હોય તેવા શાસ્ત્રને ‘આત્મ નિરૂપક શાસ્ત્ર' ગણી શકાય. અહીં ‘નિરૂપક’ શબ્દનો પ્રયોગ કર્યો છે. ‘નિઃ’ શબ્દ નિશ્ચયવાચી છે. ‘રૂપક’ શબ્દ બન્ને પ્રકારના ભાવો બતાવે છેઃ નકલી અને અસલી. જ્યારે ‘નિરૂપક’ શબ્દ નિશ્ચિત ભાવ બતાવે છે. અહીં આ ‘નિરૂપક’ શબ્દ અને ‘રૂપક’ શબ્દ, બન્નેનો ભેદ અવશ્ય જાણી લેવો જોઈએ.
નિરૂપકની મીમાંસા આ શાસ્ત્રો પ્રમાણભૂત છે અને ‘નિરૂપક’ પણ છે. અહીં મુખ્ય પ્રશ્ન એ છે કે નિરૂપક શબ્દ કર્તાવાચી પણ છે અને કર્મવાચી પણ છે. નિરૂપક એટલે વ્યાખ્યાકરનાર. બીજો અર્થ છે, જેમાં ‘નિરૂપક' થયું છે. જેમાં વ્યાખ્યા કરવામાં આવી છે, તેવા ગ્રંથ પણ નિરૂપક છે. ગ્રંથના, શાસ્ત્રના ઉપદેશક તે કર્તા છે અને શાસ્ત્ર તેનું કર્મ છે. અહીં નિરૂપક શબ્દ બન્નેનો સ્પર્શ કરે છે. જો કે આ બધા શાસ્ત્રોમાં લગભગ નિરૂપક કે શાસ્ત્રકર્તાના નામનો ઉલ્લેખ હોતો નથી. તેમ જ તેનો કોઈ પરિચય હોતો નથી પરંતુ શ્રધ્ધાપૂર્વક (દેવાધિદેવોની વાણીથી શાસ્ત્ર બન્યા છે. એટલે વ્યાખ્યાતા તરીકે પરમજ્ઞાની પુરુષને સ્વીકારવા પડે છે. આપણે વ્યાખ્યાતા કોણ છે ? તે તર્કમાં જવાની જરુર નથી, પરંતુ આત્માના અસ્તિત્ત્વનું જે નિરૂપણ થયું છે, તેવા શાસ્ત્રોને અસ્તિત્ત્વ નિરૂપક કહેશું. આખા શાસ્ત્રમાં એક જ ચર્ચા હોતી નથી. શાસ્ત્રમાં ઘણા વિષયોનો સ્પર્શ હોય છે. પરંતુ મુખ્યત્વે ઠેકઠેકાણે ‘આત્મા નિત્ય’ છે અને શાશ્વત છે, તેવી પ્રરૂપણા અને તેના આધારે બીજી વ્યાખ્યા સ્પષ્ટ કરી હોય છે. શાસ્ત્ર એક ભંડાર છે. તેમાં ભિન્ન ભિન્ન પ્રકારના મોતી ઝળકતા હોય છે. આત્માનું નિરૂપણ તે એક બહુમૂલ્ય ઝળકતું મોતી છે તેથી સંપૂર્ણ શાસ્ત્ર આત્મનિરૂપક કહેવાય છે.
અસ્તિનો ભાવ અસ્તિત્ત્વ : અહીં ‘અસ્તિત્ત્વ' શબ્દ વાપર્યો છે. પરંતુ ‘અસ્તિ' શબ્દ વર્તમાનકાળવાચી છે અને તેમાં ‘ત્ત્વ’ પ્રત્યય જોડવામાં આવે છે. જેમ મનુષ્ય અને મનુષ્યત્ત્વ એ જ રીતે ‘ત્ત્વ’ પ્રત્યય જોડવાથી ત્રિકાળવર્તી સામાન્ય ગુણધર્મનો બોધ થાય છે. એટલે અહીં ‘અસ્તિ’ વર્તમાનકાળમાં છે. પરંતુ શાશ્વત પદાર્થની ‘અસ્તિ’ સમગ્ર વર્તમાનકાળમાં જોડાયેલ છે. જેથી તેનું ‘અસ્તિ’ ત્રિકાળવર્તી હોવાથી તે ‘અસ્તિત્ત્વ' બની જાય છે અને જે પદાર્થ શાશ્વત છે, તેનો સામાન્ય ધર્મ અસ્તિત્ત્વ રૂપે કથિત કરવામાં આવ્યો છે. નાશવંત પદાર્થનું પણ ‘અસ્તિ’ હોય છે પરંતુ તે ત્રિકાળવર્તી હોતું નથી. નાશવંત પદાર્થોનું અસ્તિત્ત્વ અલ્પકાલીન છે. બધા અશાશ્વત પદાર્થનું અસ્તિત્ત્વ તેવા નાશવંત પદાર્થોનો સામાન્ય ધર્મ બની જાય છે. આમ અસ્તિત્ત્વ બે પ્રકારે છેઃ શાશ્વત અસ્તિત્ત્વ અને અશાશ્વત અસ્તિત્ત્વ. આત્માનું અસ્તિત્ત્વ ત્રિકાળવર્તી હોવાથી તે શાશ્વત અસ્તિત્ત્વ છે. ‘અસ્તિત્ત્વ’ શબ્દ પદાર્થની સત્તાનો દ્યોતક છે. અર્થાત્ ‘અસ્તિત્ત્વ’ એટલે
૧૮૧
TER EDU