________________
ગાથા - ૧૩ આત્માદિ અસ્તિત્ત્વના, એહ નિરૂપક શાસ્ત્ર;
'પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર 1 નાસ્તિકવાદનો પ્રભાવ : અહીં ગાથા ૧૩માં અસ્તિત્ત્વવાદનો આધાર લઈ આત્મતત્વના અસ્તિત્વ માટે અથવા સતત્ત્વના અસ્તિત્ત્વ માટે એક પ્રકારે દઢતા સાથે સ્થાપના કરવામાં આવી
છે.
ભારતવર્ષમાં કહો કે સમગ્ર વિશ્વમાં નાસ્તિ તત્ત્વવાદ ઘણો ફેલાયેલો છે કારણ કે પ્રત્યક્ષ ભૌતિકતત્ત્વ જ દેખાય છે. જ્યારે સૂક્ષ્મ, અદ્રશ્ય, દષ્ટિગોચરથી પર એવા ચૈતન્યતત્ત્વ વિષે જ્યારે વિચાર કરવામાં આવ્યો, ત્યારે અસ્તિત્ત્વવાદની સ્થાપના થઈ. જો કે નાસ્તિક લોકો પણ ભૌતિક તત્ત્વનું અસ્તિત્વ માને છે પરંતુ ઈશ્વર, આત્મા કે એવા કોઈ સૂમ ચૈતન્ય તત્ત્વ જે અજર અમર છે તેનો સ્વીકાર કરતા નથી તેથી તેને નાસ્તિકવાદ કહેવામાં આવે છે. જ્યારે શ્રદ્ધાપૂર્વક તર્કયુકત ચૈતન્યતત્ત્વનો સ્વીકાર કરવામાં આવે અને તે પણ ફકત દેહની મર્યાદા સુધી નહીં, તેનું સૈકાલિક અસ્તિત્ત્વ સ્વીકારવામાં આવે, તેને આસ્તિકવાદ કહેવામાં આવે છે. સંક્ષેપમાં ઈશ્વર, આત્મા કે સતુ તત્ત્વના સૈકાલિક અસ્તિત્વને જેમાં સ્વીકારવામાં આવે તેને આસ્તિક કહેવામાં આવે છે.
આમ આસ્તિક અને નાસ્તિકની બે ધારા સ્પષ્ટપણે ઉદ્ભવ પામેલી છે. આસ્તિક લોકો તો દ્રઢ પણે આત્મતત્ત્વનો સ્વીકાર કરે છે, જ્યારે નાસ્તિકધારા નિશ્ચિત પણ છે, અને સંશયવાળી પણ છે, જેઓ આત્માનો સ્વીકાર પણ કરતા નથી અને નિષેધ પણ કરતા નથી. તેઓને આ બધા તત્ત્વો અગમ્ય છે. તેથી તેની ચર્ચામાં ઉતરતા નથી પરંતુ તેઓ ભૌતિકવાદને આધારે જીવે છે. આવા લોકો પણ એક પ્રકારે નાસ્તિક કોટિમાં આવે છે. આમ નાસ્તિકધારા પણ ઘણા ભાગોમાં વહેંચાયેલી છે આપણે અહિં નાસ્તિક તત્ત્વનો વિચાર છોડી આસ્તિક તત્ત્વની ચર્ચા કરીશું. કારણ આ ૧૩ મી ગાથામાં કવિરાજે હવે સ્પષ્ટપણે અસ્તિત્ત્વના વિચાર શરુ કર્યા છે.
અસ્તિત્તની સ્થાપનાના આલંબન : અસ્તિત્વની સ્થાપના માટે ત્રણ આલંબન માન્યા છે. (૧) શાસ્ત્ર, આગમ (૨) સદ્ગ યોગ (૩) સુપાત્ર શ્રધ્ધાળુ વ્યકિત
આ ત્રણના આધારે, અસ્તિત્ત્વની વિચારણા પ્રસ્તુત કરી છે. જેમાં શાસ્ત્રને પ્રથમ માન્યા છે. કેવળ આત્મા જ નહીં પરંતુ સમગ્ર સંસ્કૃતિનો આધાર અને ધર્મ પરંપરાનો આધાર શાસ્ત્ર હોય છે. કોઈ પણ યુગમાં ત્રિકાળદષ્ટિ પુરુષો દ્વારા જે કંઈ નિરૂપણ થતું હોય, તે જ્ઞાન શાસ્ત્રરૂપે સંકલિત કરવામાં આવ્યું છે. કેટલાક શાસ્ત્રનો આધાર, પૂર્ણજ્ઞાની પુરુષો હોય છે. જ્યારે કેટલાક શાસ્ત્રોને અલૌકિક એપૌરુષેય માને છે. આ બધા જ્ઞાનના ભંડારરૂપ શાસ્ત્રોમાં આત્મતત્ત્વનું અસ્તિત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. અહીં ગાથામાં “આત્માદિ લખ્યું છે. અર્થાત્ આત્મા સિવાય બીજા શબ્દોથી પણ ચૈતન્યતત્ત્વનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જેને બ્રહ્મતત્ત્વ કહેવામાં આવે છે. બ્રહ્મ, પરમ બ્રહ્મ, પરમાત્મા, ઈશ્વર, પરમેશ્વર આ બધા રૂપોનો શાસ્ત્રમાં પરિપૂર્ણ રૂપે પ્રયોગ કરી તેના અસ્તિત્ત્વને પ્રકાશિત કરેલ છે. “આત્મા’ શબ્દ જીવાત્માના શુધ્ધ સ્વરૂપ માટે પ્રયુકત થાય છે. આ સિધ્ધ સ્વરૂપને બ્રહ્મતત્ત્વ તરીકે ઓળખવામાં આવે છે. તેને સનાતન સત્ય પણ કહે
MUSTUSELES CERCA LA COMUNE