________________
લક્ષણના નિશ્ચિત કારણ : કોઈ પણ સામાન્ય જીવમાં વિશેષ પ્રકારના પુણ્યકર્મનો પરિપાક થયા પછી અને પાપકર્મોની સ્થિતિ ઘણી જ ઘટી ગયા પછી વિરકિત કે ત્યાગ ભાવનાનો ઉદય થાય છે. ગુરુપદ પ્રાપ્ત કર્યા પહેલાં પર્યાય પ્રવૃત્તિ કરણ દ્વારા જીવાત્મા એક સજ્જનનું પદ પ્રાપ્ત કરે છે. તેમની રાગ-દ્વેષની ગ્રંથી ગળ્યા પછી અપૂર્વકરણ દ્વારા તે સમદષ્ટ બને છે. આ સમયે વિશેષ પ્રકારે જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ પ્રાપ્ત થતાં અજ્ઞાનથી વિમુકત થઈ સમદષ્ટા અને સમ્બોધક બને છે. સબોધ પ્રાપ્ત થયા પછી વ્યકિતનો સમ્બોધ પોતા પૂરતો સીમિત રહેતો નથી. જ્ઞાન સ્વ પર કલ્યાણક છે. જેમ દીપક પોતાને પ્રકાશે છે અને અન્યને પણ પ્રકાશિત કરે છે તેમ આ સર્બોધી જીવ જ્યારે ઉપકારોના અધિકારી બને છે ત્યારે તે ગુરુપદનો આશ્રય કરે છે. ગુરુપદ પ્રાપ્ત થયા પછી પણ વીઆંતરાયકર્મના ક્ષયોપશમ દ્વારા શુભનામકર્મના પરિણામે દઢ મનોયોગ પ્રાપ્ત થાય છે.
અહીં ગુરુપદ મળ્યા પછી એક મોટું ભયસ્થાન છે. જેમાં પરા અને અપરા બન્ને શકિતનો વિકાસ થાય છે. જો ગુરુનો આત્મા જાગૃત ન હોય તો તે પરાશકિતને છોડી અપરામાં ભળી જતાં બાહ્ય સંયોગોને પોતાની સાધનાનું ફળ માની એક સંપ્રદાય ઊભો કરે છે ત્યાં તેનું ગુરુપદ વિકાસ પામતું અટકી જાય છે પરંતુ પૂર્વના ગુરુઓની કૃપાથી, સ્વાધ્યાય ચિંતનના સર્બળે તથા પોતાના અનુભવને આધારે જ્યારે તે પરાશકિતમાં રમણ કરે છે અને બાહ્ય સંયોગોને છોડી અધ્યાત્મિક ગુણોના વિકાસને પોતાની સાધનાનું કે ગુરુપદની પ્રાપ્તિનું ઉત્તમ ફળ છે, તેમ સ્વીકારે, તો તે ગુરુપદમાંથી સદ્ગુરુ પદને સ્પર્શ કરે છે. સદ્ગુરુ થવામાં જે જે કારણો નિશ્ચિત હતા તે કારણોનાં સુફળ રૂપે એ જીવાત્મામાં સગુરુના બધા લક્ષણો પ્રગટ થવા માંડે છે. અહીં કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે શ્રી યોગીરાજે સગુના જે ઉત્તમ લક્ષણો બતાવ્યા છે તે અનાયાસે કે સહજભાવે પ્રગટ થતાં નથી પરંતુ પૂર્વજન્મની બહુ જ લાંબી યાત્રાનું અને તપશ્ચર્યાનું એક મહાન ફળ છે. કોઈ પણ જીવના ગુણો નિશ્ચિત પાપ કર્મોના ક્ષયોપશમ, ઉપશમ તથા પુણ્ય કર્મોના ઉદયથી પ્રફુરિત થાય છે, પ્રકાશિત થાય છે. નિરાવરણ અવસ્થા પ્રાપ્ત થયા પછી જ બધા શુભ લક્ષણો પ્રગટ થઈ શકે છે.
પેરા-અપરા શકિત ઃ ૧૦ મી ગાથામાં પરા અને અપરા શકિત શબ્દનો પ્રયોગ કર્યો છે. તો તે જાણવું આવશ્યક છે કે પરા અને અપરા શું છે ? વેદાન્તમાં આ બંને શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. કોઈપણ સાધનાના બે ફળ હોય છે. (૧) બાહ્ય દશ્યમાન ફળ. જે જન સમૂહને પ્રભાવિત કરે છે. બીજા કેટલાંક ઉત્તમ દ્રવ્યો પણ પ્રાપ્ત થાય છે. સ્વતઃ પોતાના શરીરમાં પણ કેટલાક ચમત્કારી ભાવ પ્રગટ થાય છે પરંતુ આ સમગ્ર પ્રભાવ બાહ્ય ગોચર છે. આ ફળ ને અપરા ફળ કહ્યું છે અર્થાત્ આ સાધનાની અપરાશકિત છે. સાધક જ્યારે તપસ્યાથી પ્રભાવિત થાય છે ત્યારે તપસ્વી પ્રત્યે પ્રમોદભાવ જન્મે છે. જોનાર પર અપરાશકિતનો પ્રભાવ પડે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ચારેય અંશોમાં બાહ્ય પ્રભાવ પ્રગટ થાય છે. અપરાશકિત જે દશ્યમાન શકિત છે. આપણે તેને જાણી જોઈ શકીએ છીયે.
ત્યારે બીજું ફળ પરાશકિત કહેવાય છે. તપસ્વી કે સાધક જ્યારે સાધનામાં આગળ વધે ત્યારે અપરાની સાથે સાથે પરાશકિતનો વિકાસ થાય છે. પરાશકિત તે અદશ્યમાં આંતરિક શકિત
કાકા ૧૪૫