________________
લખ્યું છે કે સાધુ આદેશ ન આપે પણ ઉપદેશ આપે. પ્રેરણા તે એક પ્રકારની ઉપદેશાત્મક સાત્ત્વિક ક્રિયા પધ્ધતિ છે. પ્રેરણામાં અહિંસા ભાવ સમાયેલો છે. જયારે હુકમ કે આજ્ઞા વગેરેમાં દબાણ હોવાથી હિંસાત્મકભાવો આવી શકે છે. પરમાર્થનો પંથ તો સર્વથા અહિંસામય હોવાથી તે સાત્વિક પ્રેરણા આપે છે અને નિર્દોષભાવે જનસમૂહને કે મનુષ્યના મનને પ્રેરિત કરે છે. પ્રેરે તે પરમાર્થને” આ વાકય સોળે આના અલૌકિક અને અતિ સુંદર છે. તેમાં દયામય ભાવોની અને નિર્દોષ જ્ઞાનાત્મક ભાવોની ઝલક છે. આ છે તેનો વ્યવહાર પક્ષ. હવે આપણે આ ગાથામાં વ્યવહાર શબ્દ જે કહ્યો છે તેને અંતર્ગત તપાસી આગળની ગાથાઓનું ઉચ્ચારણ કરશું.
વ્યવહારનું ક્રિયાત્મક રૂપ : વ્યવહાર એટલે શું? સામાન્ય સાંસારિક જીવનમાં વ્યવહાર શબ્દ ખૂબ જ પ્રસિધ્ધ પામેલો છે અને તેનો સામાન્ય અર્થ ભાવ-અભાવ-કુભાવ કે શૂન્યભાવે જે કાંઈ લેવડ દેવડ થાય છે, અથવા ઉપચારમૂલક ભાષા બોલાય છે, તેને વ્યવહાર કહેવામાં આવે છે પરંતુ અહીં ધાર્મિક કે દાર્શનિક ક્ષેત્રમાં વ્યવહાર શબ્દ ઘણો જ મહત્વપૂર્ણ છે. દ્રવ્યભાવે સામાન્ય ઘટિત અર્થથી આગળ વધી વ્યવહાર એક પ્રકારે પદાર્થોની પ્રવર્તમાન અવસ્થા અને તેની સાથે જોડાયેલી જ્ઞાનક્રિયા કે વચન પ્રણાલી તેવો ગંભીર અર્થ લઈ વ્યવહારનયની સ્થાપના કરવામાં આવી છે, વ્યવહાર પક્ષ નિશ્ચિત કરવામાં આવ્યો છે. વ્યવહારના બે ભેદ પ્રસિધ્ધિ પામ્યા છે. સવ્યવહાર અને અસવ્યવહાર અને બંને વ્યવહારના બબ્બે બબ્બે પાસા છે. અંતરંગરુપ અને બાહ્યરુપ. આ રીતે મનુષ્યના મન-વચન-કાયાના યોગ અને ઈચ્છાશકિત જયારે જડ ચેતન દ્રવ્યો સાથે જે કાંઈ ક્રિયાકલ્પની સ્થાપના કરે છે, તેમાં તેનો વ્યવહાર પક્ષ પ્રગટ થાય છે.
જેનદર્શનમાં સાતનયોનું વિભાજન પણ વ્યવહારનય અને નિશ્ચિયનય એમ બે ભાગમાં વિભકત થયેલું છે. નિશ્ચયનય તે પર્યાયાર્થિકનય જે સત્યની નિકટનો એક પ્રકારનો શુધ્ધ પક્ષ છે, જયારે વ્યવહારનય દ્રવ્યાર્થિક હોવાથી અને સત્ય તથા સત્યથી દૂર એવા સ્થૂલ ભાવોને પણ સ્પર્શ છે. તથા જ્ઞાન અને જ્ઞાનાભાસ બને ભાવોનો પોતામાં સમાવેશ કરી એક પ્રણાલી ચલાવે છે, તે છે વ્યવહાર નયની વિશેષતા. નિશ્ચયનય જેટલો ગંભીર છે તેટલો પ્રામાણિક છે. વ્યવહારનય એટલો ગંભીર પણ નથી અને સર્વને માટે પ્રમાણિક પણ નથી, પરંતુ જે વ્યવહારનય નિશ્ચયનયનું ઉલ્લંઘન કરતો નથી અને નિશ્ચયનયના નિર્ણયને કેન્દ્રમાં રાખીને મન-વચન-કાયાના પ્રયોગ કરે છે તે સદ્વ્યવહારની કોટિમાં આવે છે. મનુષ્યનું મન પણ જાગૃત હોય છે કે જે કાંઈ વ્યવહાર દેખાય છે તે કેટલે અંશે સત્ય છે તે જાણવા મળે છે.
આ વ્યાખ્યા પછી અહીં શાસ્ત્રકારે સ્વયં નિશ્ચયનયની પ્રેરણાને આધારે અર્થાત પરમાર્થના પંથના આધારે સ્વયં કહ્યું છે કે અહીં સાચો વ્યવહાર સંબંધ સ્થાપિત થાય છે અને મનુષ્યની બાહ્ય પ્રવૃત્તિ પણ જ્ઞાનને અનુકુળ હોવાથી તે સવ્યવહારને અનુકુળ હોય છે. આમ પરમાર્થનો પંથ બન્ને પક્ષમાં આત્માની જ્ઞાન પ્રણાલિમાં અને બાહ્યવ્યવહાર પ્રણાલિમાં એક ઉત્તમ સંબંધ ઊભો કરે છે. નિશ્ચય અને વ્યવહારનો આ સુમેળ ન હોય તો ત્યાં પરમ અર્થનો ઉજજવળ પંથ હાજર નથી. અથવા એવા ઉજજવળ પંથથી મનુષ્ય ભટકી જાય છે અને વનવગડામાં ભૂલા પડેલા યાત્રી જેવી સ્થિતિ થાય છે. જેમાં માલિક કે નોકરનો સંબંધ ઊંચો હોય કે સાચો હોય તો બંનેનું જીવન