________________
શાંતિમય અને ઉન્નતિકારક છે. તેમ અહીં આત્મા તે અધિષ્ઠાતા છે. તેની સાધનાની ક્રિયા તે ત્રૈકાલિક પરમ સત્યરુપ પરમાર્થનો પંથ છે. અને પુણ્યયોગે પ્રાપ્ત થયેલા આ મન-વચન-કાયાના યોગો જીવાત્માની સેવામાં તત્પર છે પરંતુ બન્ને વચ્ચે ઉત્તમ વ્યવહાર સંબંધ સ્થાપિત થયો હોય તો આત્મા સત્ પંથે જાય છે. આ યોગો નિર્મળ, નિર્વધ મહાપુણ્યનો બંધ કરે છે. પરંતુ આત્માની ઉત્તમ અવસ્થાથી દૂર રહેલા આ યોગો મોહનીય કર્મની જાળમાં ભટકીને પુણ્યનો નાશ કરે છે. એટલું જ નહીં પરંતુ તીવ્ર પાપનો પણ બંધ કરે છે. માટે આ ૩૬ મી ગાથામાં કૃપાળુ ગુરુદેવે પરમાર્થના પંથને પ્રકાશિત કરી તેના ઉત્તમ મૂળરુપે વ્યવહારનો સંબંધ બતાવ્યો છે. આટલી વ્યાખ્યા પછી વ્યવહાર શું છે ? તે સ્પષ્ટ સમજાય તેમ છે.
શુધ્ધ વ્યવહાર અને તેનો સંબંધ શાસ્ત્રસમંત બની જાય છે. આવા વ્યવહારને શાસ્ત્રકારો સંમતિ આપી તેને સંમતની મહોર–છાપ મારે છે. વ્યવહારમાં બોલાય છે ન્યાયસંમત, શાસ્ત્ર સંમત, બુધ્ધિસંમત કે જ્ઞાન સંમત, આ પ્રકારના શબ્દ પ્રયોગો સાંભળવા મળે છે. કોઈપણ ચીજની ઉત્તમતા માટે તેની એક કસોટી હોય છે અને કસોટી પર વસ્તુ ખરી ઉતરે ત્યારે તે સત્ય સંમત થાય છે, તેમજ વ્યવહાર માન્ય પણ થાય છે. કસોટી એ જીવની પરીક્ષા છે. સુખ–દુઃખના આધારે, અનુકુળતા કે પ્રતિકુળતાના આધારે જે કાંઈ નિર્ણયો અપાય છે તે મોહજન્ય હોય છે. સત્ય સંમત હોતા નથી, તેમજ ન્યાયસંમત પણ હોતા નથી. એક દારુ પીનાર વ્યકિત શરાબને સારો ગણે છે અને દૂધ પ્રતિ પ્રાયઃ અણગમો ધરાવે છે, તો તેના આ બન્ને નિર્ણયો સત્યથી દૂર છે, મોહનિત છે. ગુણવત્તાને આધારે જે નિર્ણય થાય અથવા શાસ્ત્રના ન્યાય પ્રમાણે જે નિર્ણય થાય તે સત્યને અનુકૂળ હોય છે, અને તે પ્રામાણિક ગણાય છે. આ પ્રામાણિકતા માટે વ્યકિત કે તત્ત્વની કસોટી કે પરીક્ષા થવી તે ન્યાયસંમત થવા માટે એક આધાર બની જાય છે. સોનું છે કે પિત્તળ તે કસોટીથી પરખાય છે. તેમ વ્યકિતનો વ્યવહાર સાચો છે કે ખોટો તે સમય પર થતી પરીક્ષાના આધારે ન્યાયસંમત બને છે. અહીં શાસ્ત્રકારે સમંત શબ્દ મૂકીને વ્યવહાર અને નિશ્ચય બન્નેના સંબંધને કસોટીની દૃષ્ટિએ શુધ્ધ બતાવ્યા છે અને કસોટી એક જ છે કે જે વ્યવહાર પરમાર્થ તરફ લઈ જાય તે વ્યવહાર સંમત છે. સંમતનો બીજો અર્થ માન્ય પણ થાય છે. શાસ્ત્રમાન્ય છે, સિધ્ધાંતમાન્ય છે અને આત્મ વિશ્વાસની દષ્ટિએ સ્વયં આત્મા જેનો સ્વીકારે કરે તે આત્મમાન્ય થાય છે. અહીં કવિરાજે વ્યવહાર સંમત કહીને બન્ને પક્ષમાં સંમતનો ઉપયોગ કર્યો છે. વ્યવહારનો પંથ ન્યાય યુક્ત છે અને માન્ય છે પરમાર્થ જ્ઞાનથી વ્યવહાર માન્ય છે. વ્યવહાર સ્વયં માન્યતાવાળો થાય છે અને વ્યવહારથી સિધ્ધાંતની માન્યતા પણ સ્થાપિત થાય છે. આ રીતે પરસ્પર વ્યવહાર સંમત જે પરમાર્થનો પંથ છે. તેની મહાનતાનું મૂલ્યાંકન કર્યું છે.
૩૬ મી ગાથનો એક એક શબ્દ પરસ્પર અનુસંધાન અને એક વાકયતા ધરાવે છે અને એક ખાસ અર્થને ઉજાગર કરે છે, પરંતુ સાથે સાથે એક એક શબ્દ સ્વતંત્ર અસ્તિત્ત્વ ધરાવે છે. તે સ્વતંત્ર પોતાની સત્તા ઉજાગર કરે છે. પ્રત્યેક શબ્દ પોતાના ગુણધર્મનું જ્ઞાન કરાવે છે. આ બધા અર્થો અને તેની સળંગ એકવાકયતા વ્યવહાર સંમત છે, તેમ બતાવીને ગુરુદેવે આત્મકલ્યાણની એક નિશ્ચિત રેખા માનસપટલ પર દોરી છે. મોતીની માળામાં રહેલો મણકો સમગ્ર મોતીની
૩૫૨