________________
થાય તેવી કોઈ શકયતા નથી. છતાં આવા ભોળા જીવો વેષભૂષાને મુકિત સાથે જોડી ઉટપટાંગ નિદાન કરે છે. જેમ કોઈ માણસ કહે કે કાળા કપડાં પહેર્યાં છે માટે તે સંગ્રહણીનો દર્દી હોવો જોઈએ, તો આ કેટલું બધું હાસ્યાસ્પદ છે. શું વેષભૂષાથી રોગનું નિદાન થઈ શકે ? તો શું કપડાં કે વેષભૂષાથી મુકિતનું નિદાન થઈ શકે ? કવિરાજે નિદાન શબ્દ મૂકીને આવા મુકિત શબ્દનો અર્થ અને તેની વ્યાખ્યા પૂર્વની ગાથાઓમાં વિસ્તારથી કહેવામાં આવી છે જેથી અહીં પુનરાવર્તન કરતાં નથી પરંતુ મુકિત વિશે થોડું વધારે સ્પષ્ટીકરણ કરીએ.
મુકિતનું સ્વરૂપ : એક મુકિત તો સંપૂર્ણ કર્મનો ક્ષય થયા પછી સિધ્ધ અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે થાય છે પરંતુ સાધક આત્માઓએ પૂર્ણ મુકિતની વાટ જોવાની નથી. આંશિક મુકિત જીવ સ્વયં પોતાના પરિણામોમાં અનુભવ કરે છે. ઉદયમાનભાવોથી વિરકત બની નિર્લિપ્ત બની જો જીવ નિરાળો થાય અને સ્વયં સ્વાભાવિક શુધ્ધ પરિણામની ધારાનું અવલંબન કરે તો તેને તે જ ક્ષણે આંશિક મુકિતનો અનુભવ થાય છે. મુકિત શબ્દ કેટલો બધો ભાવસભર અર્થવાળો શબ્દ છે. મુકિત એટલે છૂટકારો થવો. શેનાથી છૂટકારો થવો ? પદાર્થથી તો જીવ છૂટો છે જ, સંયોગથી પણ છૂટો છે પરંતુ તેના પોતાના રાગાદિ પરિણામમાંથી છૂટો થતો નથી. એક પ્રકારનું વિભાવ ભરેલું પરિણમન જીવને વળગેલું છે. જેમ ભૂત વળગે તેમ મનુષ્ય આ મોહાદિ પરિણામોથી અને મોહ રૂપી ભૂતથી ઝુરે છે. જડ પદાર્થને ચેતન દ્રવ્યની ચિંતા નથી પરંતુ આ ચેતન દ્રવ્ય જડ પદાર્થોની ચિંતા કરે છે, તે જોઈને જ્ઞાનીઓને હસવું આવે છે. જીવ વગર કારણે જડ સાથેનું બંધન ઊભું કરે છે. હકીકતમાં અંદરના પરિણામો જ તેને મુકત કરતાં નથી, અથવા વ્યકિત તે પરિણામોથી મુકત થતો નથી. આમ જયાં રાગાદિનો આંશિક પણ અભાવ નથી ત્યાં પરિપૂર્ણ મુકિત કયાંથી થાય ? આ મુકિત માટે નિત્યાત્મક જ્ઞાન પરિણામો પેદા ન થયા હોય તો વેષભૂષા જીવને મુકિત કયાંથી આપી શકે ? વેશ પરિવર્તન પછી પણ જીવ મુકિતનો અનુભવ કયાંથી કરે ? કારણ કે નિદાન જ ખોટું થયું. જડમાંથી મુકત થવા માટે જડનો જ આશ્રય કર્યા છે. ચોરથી જ બચવા માટે બીજા ચોરનું જ અવલંબન છે. આમ ઉલમાંથી નીકળી ચૂલમાં પડેલો જીવ બધાને મુકિતના લક્ષણ માને છે. તેથી જ અહીં શાસ્ત્રકાર કહે છે કે “માને મુકિત નિદાન” આમાં નિદાન પછી વિધાન શબ્દ પણ ઉમેરી શકાય. અહીં મુકિતનું નિદાન કર્યા પછી આગળ ચાલીને તે આ બધા દ્રવ્ય ભાવોનું વિધાન પણ કરે છે. કવિરાજે જીવની નાડી પરીક્ષા કરીને સાચું નિદાન કરવા માટે પરોક્ષભાવે પ્રેરણા આપી છે.
ઉપસંહાર : ૨૭મી ગાથાનો સારાંશ એ છે કે જીવાત્મા અમુક જાતના રટણને અને અમુક પાઠોને વાગોળતા રહેવા તેને ઉચ્ચકોટિનું જ્ઞાન સમજી બેસે છે, બાહ્ય આડંબરોને અને બહારના લક્ષણોને સાધના સાથે કે મુકિત સાથે જોડે છે અને પોતાની સમગ્ર બુધ્ધિને તેમાં રોકી રાખે છે, પોતે જ ભ્રમિત થાય છે એટલું જ નહીં, પણ સમાજના અમુક ખાસ વર્ગને પણ ભ્રમિત કરે છે. આખી ગાથા વ્યકિતને ઉદ્દેશીને કહી છે પરંતુ તેનો ઉદ્ઘોષ સામાજિક વૃત્તિઓ પર અંગુલી નિર્દેશ કરે છે અને ધર્મના ક્ષેત્રમાં વ્યાપ્ત થયેલી આ અપૂર્ણતાથી જીવ સાચો અંતિમ આનંદ મેળવી શકતો નથી. ગાથાના ભાવો એક પ્રકારની વિકૃતિનો ઘટસ્ફોટ કરે છે અને મનુષ્યને નવી દ્રષ્ટી શું છે તે
૨૯૦