________________
ગાથા-૩છે.
'એમ વિચારી અંતરે, શોધે સદ્ગુરુ યોગ; કામ એક આત્માર્થનું, બીજો નહિ મનરોગ II
એમ વિચારી અંતરે... : પ્રારંભમાં “એમ વિચારી' એમ કહ્યું છે તો ત્યાં સીધો જ પ્રશ્ન છે કે કેમ વિચારીને? અથવા શું વિચારીને? સદ્દગુરુની શોધ કરવાની છે. “એમ વિચાર” શબ્દ પાછળના કહેલા બધા ભાવોનો વિચાર કરવાનું પણ કહે છે. તેનો અર્થ વિધિવત પણ થાય છે, અર્થાત્ સાચી રીતે વિચારીને, સીધી રીતે વિચારીને, અત્રે જે કાંઈ પાછળ કહ્યું છે તેનો વિચાર કરીને; એમ વિચારમાં કેટલાંક માર્મિક ભાવો પણ અધ્યાહાર રુપે કહેવામાં આવ્યા છે. એમ વિચારવું' એ શબ્દ ગુજરાતી ભાષાની ખાસ એક મર્મ પૂર્ણ ઢાલ છે. એવું વિચારવું, તેમ વિચારવું ઈત્યિાદિ શબ્દો કરતાં “એમ વિચારવું એ વાકયમાં વધારે મર્મ છે અને વધારે ગૂઢાર્થ પણ છે.
૩૬મી ગાથામાં જે કાંઈ કહ્યું છે અને આત્મસિધ્ધિની ૩૬ ગાથામાં જે કાંઈ કહ્યું છે તે બધી ગાથાનો સાર લઈ વિચારવું ઘટે છે, તેમ સમજાય છે. આટલું કહેવાથી પણ એમ વિચારવાની પૂરી જે વિચારણા છે તે બધી આવી શકતી નથી, માટે આપણે અહીં “એમ વિચારેની જે ધારા છે તેમાં થોડા ઊંડા ઊતરીએ.
મનુષ્ય જે કાંઈ વિચારે છે એમાં સર્વથા તે સ્વતંત્ર નથી અને તેના વિચારોના ઉપકરણો પણ એટલા સ્વચ્છ નથી. કર્મના ઉદય ભાવોનો પ્રભાવ તથા બીજા ઘણા સંસ્કારો મનુષ્યને વિચારવામાં સાધક–બાધક બની વિચારવાનું કારણ બને છે. જેમ અજાણ્યો માણસ મુસાફરી કરતો હોય અને તેમની સામે ઘણા માર્ગો એક જગ્યાએ સમ્મિલિત થયા હોય તો ત્યાં કયે માર્ગે જવું તે એકાએક વિચારી શકતો નથી. વિચાર કરવામાં ભૂલ કરે તો આડે રસ્તે પણ જઈ શકે છે. રસ્તા સંબંધી તેને જે કાંઈ કહેવામાં આવ્યું હોય, તે સરખું સમજયો ન હોય, યાદ ન રાખ્યું હોય, તો તેનો માર્ગ સ્પષ્ટ થતો નથી અવરુધ્ધ રહે છે.
અહીં પણ શાસ્ત્રકારે પાછલી ગાથામાં સાચા માર્ગની સમજણ માટે અને મિથ્યામાર્ગને ઓળખવા માટે ઘણી ઘણી સૂચનાઓ આપેલી છે. તેમ જ ભાવભરી શૈલીથી વિચારરૂપ સંસ્કારનું આરોપણ કર્યું છે અને સાધકને વિચારવા માટે સાચું કહો તો એક સુંદર પ્લેટફોર્મ બનાવી દીધું છે, સાચા ભાવોની રંગોળી પૂરી છે. આ બધું હોવા છતાં મોહનીયકર્મના ઉદય, વાસનાના સંસ્કાર, કુતર્કની આદત, બીજા કેટલાક આગ્રહ ભરેલા વિચારો માર્ગના અવરોધક છે, આડે માર્ગે જવા માટે પ્રેરિત કરે તેવા છે. આ બધાથી બચવા માટે સદ્ગુરુનું શરણ એક સાચું સાધન છે. આ બધું સાંભળ્યા પછી એમ વિચારે કે સાચું હિત શેમાં છે? પરિણામે સુખ આપે એવું તત્ત્વ કયું છે ? બાકીના બધા જે મિથ્યાભાવો છે તેનું પરિણામ તો સ્વતઃ જાણી લીધું છે અને તેના સાધારણ ઉપાયો શું છે તે પણ જીવ સમજયો છે, પરંતુ આ બધા વિચારો સમજવાથી માર્ગનું એટલે જીવનું દારિદ્ર ગયું નથી, જવાનું નથી, અશરણભૂત અવસ્થા મટવાની નથી, એમ વિચારીએ તો જ સત્ય તરફ જવાની ભાવના જાગૃત થાય. અહીં “એમ વિચારે જે ભાવનો આદેશ આપ્યો છે તેમાં અમે જે કહ્યું
તા ૩પ૪
કરો