________________
જિનેશ્વર ગણીને ત્યાં પોતાની બુદ્ધિને ઈતિશ્રી કરી નાંખે છે. અને બુદ્ધિની રુકાવટ અંતરજ્ઞાન કે આત્મજ્ઞાન થવામાં અડચણરૂપ છે. વસ્તુતઃ જિન શું છે તેની તેમને કલ્પના નથી. અહીં ગાથામાં પરોક્ષભાવે જિનના સાચા સ્વરૂપને સમજવા માટે દિશાસૂચન કર્યું છે.
કેટલો દુવિધાભાવ અથવા કેવો બે પ્રકારનો ભાવ. દિવ્ય શરીર જિનેશ્વરનું તે પણ જિનરૂપે છે અને સાક્ષાત્ જિનેશ્વરનો આત્મા તે પણ જિનરૂપે છે, પરંતુ જિન ભગવંતોના શરીર એ કર્મોનો ઉદયભાવ છે. જયારે સાક્ષાત્ જિનેશ્વર ભગવંત એ કર્મોનો ક્ષાયિકભાવ છે તેમ જ ભાવાતીત એવો પારિણામિક ભાવ પણ છે. (આગળ આપણે યથાસમયે ક્ષાયિક ભાવ અને પારિણામિક ભાવનું વિવેચન કરશું.)
અહીં આપણે ભકતના દુવિધા ભાવને સમજશું ત્યારે ખ્યાલ આવશે કે ઉદયભાવ અને ક્ષાયિકભાવ તે બંનેની સ્પષ્ટ સ્વતંત્ર રેખા છે. ઉદયભાવના આધારે ઉદ્દભવેલાં બિંબ પૂજનીય માન્યા છે, પરંતુ આ પૂજ્યભાવમાં ક્ષાયિકભાવે સંસ્થિત થયેલા જિન ભગવંતોનો સમાવેશ થયેલો છે. સામાન્ય જીવો આંતરિક સ્વરૂપને દષ્ટિગત કરતા નથી અને ઉદયભાવોને મહત્વ આપી અટકી જાય છે. જ્યારે સમ્યગુજ્ઞાનીની દષ્ટિમાં બધા ઉદયભાવો નાશવાન છે, વિલુપ્ત થનારા છે, કર્મજન્ય છે અને તે જીવાત્માની સંપતિ નથી. તે કેવળ માયાતત્ત્વ હોવાથી ભૌતિક પદાર્થો પર દ્રવ્યો છે. જો સાધક બાહ્ય ભાવોને વાસ્તવિક માની ત્યાં અટકી જાય તો તેને વાસ્તવિક ક્ષાયિક ભાવોથી નિષ્પન્ન થયેલાં શાશ્વત તત્ત્વો અને તેના શુધ્ધ ગુણ પર્યાયો કે આત્મરૂપ અખંડ દ્રવ્યો ન સમજવાથી આખો માર્ગ અપૂર્ણ બની જાય છે. આમ ઉદયભાવો આકર્ષક હોવા છતાં અને જિનેશ્વરના દેહરૂપે પરિણત હોવા છતાં તે માયારૂપે આત્મજ્ઞાનની અનુભૂતિથી સાધકને દૂર રાખે છે. આ એટલી બધી ગૂઢ અને મહત્ત્વપૂર્ણ વાત છે, જે કૃપાળુ ગુરુદેવે આ ૨૫મી ગાથામાં કથન કરીને એક અલૌકિક અદ્ભુત ભાવોના ભેદની રેખાને સ્પષ્ટ કરતો જ્ઞાન પ્રકાશ આપ્યો છે અને આ પદમાં જેણે સ્વયં રાજયોગથી બ્રહ્મયોગમાં પ્રવેશ કર્યો છે તેવા ઉચ્ચ કોટિના યોગીરાજે સાધકની દ્રષ્ટિમાં ઉચ્ચકોટીનું અંજન આંક્યું છે જેનાથી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય તેવો યોગ બને છે. ધન્ય ધન્ય છે આ આત્મસિધ્ધિની અપૂર્વ ગાથાઓ ને.
જિનેશ્વરનું અંતર સ્વરૂપ : અહીં જિન અને જિનાભાસ, એ બે શબ્દોના આધારે જિનાભાસનો ખ્યાલ આપ્યો છે. વસ્તુતઃ જે જિન નથી પરંતુ જિન સ્વરૂપે ભાસે છે, જિન સમાન જે વર્ણન બાહ્ય ભાવે કરેલું છે તેને જ જિન સમજે છે, કારણ કે દેહ અને સમોસરણ ઈત્યાદિ પુણ્યના યોગે પ્રગટ થયેલા દિવ્ય તત્ત્વો જેનું વર્ણન સાંભળતા માનવ મન તેમાં જ આસકત બની જાય છે. જેમ નકશીવાળી, મૂલ્યવાન કોતરણીવાળી ચાંદીની પેટીમાં કોઈએ હીરો રાખેલો છે પરંત દૃષ્ટિની ક્ષમતા ન હોવાથી પેટીનું વર્ણન સાંભળતાં, પેટીનું દર્શન કરતાં જ તેના બાહ્ય કલેવરને હીરો સમજી બેસે તો તે એક પ્રકારનો દૃષ્ટિભ્રમ કે આભાસ છે. અહીં જિન તો કેવળજ્ઞાન સ્વરૂપે, શુકલધ્યાન રૂપે, શુકલેશ્યાઓની પર્યાયથી અંતર નિહિત જે શુધ્ધ આત્મા છે તે જિનનું સાચું સ્વરૂપ છે અને જે શાશ્વતભાવો છે તે ભાવોને સ્પષ્ટ કર્યા વિના બુધ્ધિ બાહ્યભાવમાં રોકાય જાય છે, અર્થાત્ આગ્રહપૂર્વક વ્યકિત પોતાની બુધ્ધિને તેમાં જ સીમિત કરે છે. બુધ્ધિ ત્યાં જ રોકાય
હાઈલાલ ૨૭૭ કી