________________
વ્યકિત માટે તે ગુપ્ત રહી શકતા નથી તેવા વ્યકિત માટે તે બધી ચીજ અગોપ્ય બની રહે છે. આ દષ્ટિએ ઘી, દૂધ, માખણ વગેરેના ગુણધર્મોને જાણનારું જે જ્ઞાન છે તે અગોપ્ય છે. અર્થાત્ અહીં ગોપ્ય તે વિષય છે અને અગો તેનું જ્ઞાન છે. આમ બન્ને શબ્દો પરસ્પર પૂરક છે.
આ જ રીતે મોક્ષમાર્ગ કે સૂક્ષ્મ આત્મજ્ઞાન તે ઘણું જ ગોપ્ય જ્ઞાન છે. અર્થાત્ જેવા તેવા નાસમજ માણસો સામે ઉદ્ઘાટન કરવા જેવું પણ નથી. આ ગોપ્ય તત્ત્વને જે સ્પષ્ટ રીતે જાણે છે અથવા જે જ્ઞાનમાં આ ગોપ્ય તત્ત્વ ઝળકે છે, તે જ્ઞાનને માટે મોક્ષમાર્ગ અગોપ્ય છે. અગોપ્ય તે આધ્યાત્મિક ભાવો છે અને ગોપ્યભાવ તેનો વિષય છે. આમ પરસ્પર ગોપ્ય અને અગોપ્ય પૂરક તત્ત્વ બની રહે છે. જેમ કે આપણે કહીયે કે આ વેદ્ય છે અથવા વેદવા લાયક છે. તેમાં ઘણા વિદ્યગુણો છૂપાયેલા છે. પરંતુ વેધ ભાવોને જે પ્રગટ કરી શકે છે તેના માટે તે વેધ નથી પણ અવેધ છે. આ દષ્ટિએ અર્થઘટન કરવાથી પરસ્પર વિરોધી દેખાતા શબ્દો પરસ્પર પૂરક બની જાય છે. રાજનીતિના ઘણા સૂત્રો જનતા માટે ગોપ્ય હોય, પરંતુ રાજનીતિનું સંચાલન કરનાર તે પ્રણેતાઓ માટે આ બધા ગુણો અગોપ્ય બની રહે છે.
આ એક વ્યવહારદષ્ટિએ આપણે વ્યાખ્યા કરી, પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિએ, વ્યાકરણ નિયમને અનુસરનાર આ શબ્દોના, આધ્યાત્મિક ભાવો પણ સટીક, સાર્થક છે. હવે આપણે અહીં મૂળ વિષય ઉપર આવીએ. કયારેક સર્વથા ગોખ રાખવાથી જનસમૂહ એવા ભાવો પ્રતિ સંપૂર્ણતઃ શ્રદ્ધાશીલ બને, કયારેક સર્વથા નાસ્તિક બને, કયારેક શંકાશીલ બને અથવા મતિભ્રમ થવાથી મિથ્યાત્ત્વની જાળમાં અટવાય અને વ્યાખ્યા કરનારાઓ, આ તત્ત્વ બહુજ ગૂઢ છે, એમ કહીને શ્રધ્ધાળુ જીવોને અંધારામાં રાખી તેમને સમ્યફ શ્રદ્ધાથી દૂર રાખે છે આવી પરિસ્થિતિમાં પુનઃ અગોપ્ય એવું જે જ્ઞાન છે, તે જ્ઞાન દ્વારા પ્રકાશ પાથરી જેમ સૂર્યોદયથી અંધકારનું છેદન થાય, તે રીતે અગોપ્ય ભાવે સ્પષ્ટ નિર્દેશન કરવાથી મિથ્યાત્વરૂપી અંધકાર લય પામે છે. અહીં સમ્યગુદણ એવા કપાળુ દેવ પોતાને પરોક્ષમાં રાખી અગોપ્ય ભાવે ઘટસ્ફોટ કરી, તત્ત્વનું નિર્દેશન કરવાની બાહેંધરી આપી, જેમાં જરાપણ વક્ર ભાવો નથી, તેવા સીધા, સરળ છતાંપણ ગૂઢ ગંભીર જ્ઞાનાત્મક ભાવોને ભકિતનો ઓર ચઢાવી અહીં પ્રગટ કરશે અથવા આ કાવ્યમાં પ્રગટ કર્યો છે ? તેવું અંગોપ્ય શબ્દથી સચોટ નિદાન કર્યું છે. જેમ કોઈ સારા ડોકટરને કોઈ રોગીના ગંભીર રોગની | અથવા રોગના મૂળ જાણકારી મળ્યા પછી તેને માટે તે રોગ હવે ગૂઢ કે ગોખ રહ્યો નથી પરંતુ તેના જ્ઞાનમાં સ્પષ્ટ નિદાન થયું છે, અને નિદાન થયા પછી ડૉકટર સ્પષ્ટપણે અગોપ્ય ભાવે આ રોગની પૂરી પરિસ્થિતિને વાગોળી તેના ઉપચારનું નિશ્ચિત માર્ગદર્શન આપે છે.
તો ભાઈ ! આવા આધ્યાત્મિક રોગ, જેને આધ્યાત્મિક દુઃખ ગણવામાં આવે છે અને જે દુઃખ આધિભૌતિક કે આધિદૈવિક બન્ને પ્રકારના દુઃખ કરતા પણ અધિક ભયંકર છે, તેવા આધ્યાત્મિક દુઃખને દૂર કરવા માટે ઊંટવૈધુ કરનારા, રોગના મૂળને જાણ્યા વિના નિદાન કરી વિપરીત દવાઓ આપી રોગને મટાડવાની જગ્યાએ વૃધ્ધિ કરાવે તેવા આંબર ગુરુઓ કે અધ્યાત્મ જગતના કહેવાતા ઉદ્ધારક આત્માઓ વસ્તુતઃ મોક્ષમાર્ગ ઉપર કે સાચી સાધના ઉપર પડદો નાંખતા હોય છે, અને તે માર્ગ સ્વતઃ ગોપ્ય બની રહે છે. (ગોપ્ય શબ્દનો બન્ને પક્ષનો વિચાર આપણે
KRAUNALULEGARE
36 mm