________________
કોઈ અંતર્દષ્ટા મહાત્માને વિશિષ્ટ જ્ઞાન હોય તો તેના માટે અથવા જે ખરેખર હારનો દુરુપયોગ ન કરે તેવા વ્યકિત માટે અગોપ્ય છે. આમ ગોપ્ય તે મહત્વપૂર્ણ છે, પરંતુ તેનાથી વધારે મહત્વપૂર્ણ અગોપ્ય ભાવ છે. ગોખ તે શ્રધ્ધાનો વિષય છે અને અગોખ તે જ્ઞાનના અનુભવનો વિષય છે. જેમ કૃપાળુદેવે અન્ય કાવ્યોમાં કહ્યું છે કે જ્ઞાનમાં જેણે અનુભવ્યું અર્થાત્ તે તેને પ્રત્યક્ષ થયું છે. આમ ગોપ્ય અને અગોપ્ય બને મહત્વપૂર્ણ છે પરંતુ અહીં મતાંતરથી મિથ્યાત્વભાવો દ્વારા તેઓએ આત્મતત્ત્વને ગોખ રાખ્યું છે, અથવા તેની સમજથી દૂર હોવાથી ગોપ્ય બની રહ્યું છે. જેથી તેઓ આત્મતત્ત્વનો પ્રસાદ પીરસી શકતા નથી. પરંતુ તેઓ ધર્મના નામે બીજી બીજી વાતો પરસે છે અને મૂળમાર્ગ ગોપ્યનો ગોપ્ય રહી જાય છે, તેથી કવિશ્રી બાહેંધરીપૂર્વક કહેવા માંગે છે કે આ કાવ્યમાં તે ગોપ્યને અગોપ્ય ભાવે અથવા સ્પષ્ટરૂપે પ્રદર્શિત કરશું. જો કે તેઓએ ભાખ્યો' શબ્દનો પ્રયોગ કરીને બન્ને વાત કહી છે. અગોપ્ય કહેવાઈ ગયું છે. તેનો અહીં ફરીથી ઉલ્લેખ કરશું. આમ વિચાર કરવાથી “અગોપ્ય' શબ્દ સમ્યગુષ્ટા માટે કે આંતદ્રષ્ટા માટે કે આંતરયોગી માટે, સ્વરૂપમાં રમણ કરનાર માટે ઘણો જ મહત્વપૂર્ણ છે. જો કે અહીં ‘ભાખ્યો” અત્ર ગોપ્ય” એમ કહ્યું હોત તો પણ સરવાળો એક જ આવતા, પરંતુ અહીં “અગોપ્ય” તે પ્રદર્શિત વાણીનું વિશેષણ છે અને ગોખે' તે આત્માનું વિશેષણ છે. આત્મતત્ત્વ તો ગોપ્ય જ છે પરંતુ તેને અગોપ્ય શબ્દોથી પ્રગટ કરશું એમ કહી અગોપ્ય તે ક્રિયા વિશેષણ છે તેમ સમજવાનું છે.
જેમ કે કોઈ કહે કે આ પહાડમાં ખજાનો ગુપ્ત પડયો છે. તેને અમે સ્પષ્ટ રીતે બતાવશું. તો ગુખ તે ખજાનાનું વિશેષણ છે અને સ્પષ્ટ રીતે બતાવશું તે ક્રિયાનું વિશેષણ છે. માટે અહીં ભૂલવું ન જોઈએ છે કે કવિરાજે અહીં “અગોપ્ય’ શબ્દનો પ્રયોગ શા માટે કર્યો છે? તેઓ તો અંતર્ધ્વષ્ટા હતા એટલે ગોપ્યને ગોપ્ય રાખી તેને અગાપ્ય વાણીમાં પ્રગટ કર્યો છે. તેમ કહી તેઓએ અગોપ્ય શબ્દથી બહુજ મહત્વપૂર્ણ એવા આત્મતત્ત્વનું વ્યાન કર્યું છે અને સાથે સાથે આ અગોપ્ય’ શબ્દથી મતાંતરની ઈન્દ્રજાળ છેદી નાંખી છે, અથવા ઈન્દ્રજાળમાં ફસાઈને ગોપ્ય તે ગોપ્ય રહી જાય અને જે ગોપ્ય નથી તેવા અન્ય અગોપ્ય ભાવોમાં સાધક ફસાય ન જાય તે માટે સ્વતઃ આ નિષેધાત્મક શબ્દથી ફેલાયેલી વિધેયાત્મક મોહજાળને તેઓએ શૂન્ય કરી છે.
અગોપ્ય શબ્દથી અમારું આંતર્મન નાચી ઉઠયું છે કે આ શબ્દ કેટલો ગૂઢ ભાવે પ્રયુકત થયો છે ? આગળ આપણે વ્યાકરણની દષ્ટિએ પણ આ શબ્દ ઉપર બીજો કેટલોક પ્રકાશ નાંખીએ. અતિ મહત્વપૂર્ણ એવી આ બીજી ગાથાને વાગોળતા વાગોળતા આગળ વધશું.
અહીં ગોપ્ય શબ્દ અને અગોપ્ય શબ્દ પરસ્પર વિરોધી શબ્દ નથી. કેટલાક તત્ત્વો એવા છે કે જેને નિષેધાત્મક શબ્દ જોડવાથી અભાવ સૂચક બને છે. ક્યારેક વિરોધાત્મક પણ બને છે પરંતુ આ બંને પક્ષોનો ત્યાગ કરીને કયારેક આવા શબ્દો પરસ્પર પૂરક બને છે. અહીં ગોપ્ય શબ્દ એ જ કક્ષાનો છે.
વ્યવહારિક દષ્ટિએ આપણે ગોપનો અર્થ ગોવાળ કર્યો હતો અને ગોવાળ જે ચીજો જતનથી સાચવીને રાખે તે બધી ગોપ્ય ગણાય છે. ઘી, દૂધ, માખણ, નવનીત વગેરે. સાથે સાથે ગોખમાં ગોપાલન પણ આવી જાય છે પરંતુ આ અગોપ્ય તત્ત્વની જે ભાવોથી જાણકારી થાય છે અને જે