________________
કોઈ બાહ્ય શબ્દોથી પણ તેની ગોપ્યતા પ્રગટ થઈ શકે તેમ નથી. આવુ ગૂઢ તત્ત્વ અંતર નિહિત છે. ઉપનિષદમાં પણ કહ્યું છે કે
" अणोरणीयान् महतो महीयान, धर्मस्य तत्त्वं निहितं गुहायां, तमकरतु पश्यति वितशोक धातु प्रसादात महीमानां मात्मनः "
આ શ્લોક તો ઘણોજ ગંભીર છે. તેનું પૂર્ણ વિવેચન તો અહીં પ્રસ્તુત કરવું બહુ આવશ્યક નથી પરંતુ સારું લખ્યુ છે કે ધર્મનું તત્ત્વ ગુફામાં છૂપાવીને રાખેલું છે. અર્થાત્ તે ગોપ્ય છે. ગોપ્ય હોવા છતાં તે વીતશોક છે, અર્થાત્ વીતરાગ છે તે નિર્મળ અધ્યાત્મ પરિણામોથી આ મહિમાવાળા, મહિમા ભરેલા આત્મતત્ત્વને જોઈ શકે છે. તેથી અહીં ગોપ્ય અને અગોપ્ય બંને ભાવો પ્રગટ કર્યા છે. કવિશ્રીએ અહીં જે અગોપ્ય શબ્દ મૂકયો છે તે તાત્ત્વિક દષ્ટિએ નહીં પરંતુ વિપક્ષી મતાંતરોમાં જેઓએ મોક્ષમાર્ગને ગૂંગળાવ્યો છે તેને સ્પષ્ટ પ્રગટ કરી દર્શાવવાની બાહેંધરી આપી છે. અર્થાત્ અગોપ્ય ભાવે આ તત્ત્વનું તેઓ નિરૂપણ કરશે.
ઉપરના વિવેચનથી સ્પષ્ટ થયું કે બે પ્રકારે મોક્ષમાર્ગ ગોપ્ય બને છે. (૧) સ્વતઃ સહજ પ્રાકૃતિક રીતે તે આત્મતત્ત્વ અથવા મોક્ષમાર્ગ ઘણોજ ગોપ્ય છે, ઊંડાઈમાં રહેલો છે અને નિર્મળ પરિણામોથી જ તેને અગોપ્ય રૂપે નિહાળી શકાય તેમ છે. (૨) મતમતાંતરો દ્વારા મિથ્યાત્ત્વની આંધીમાં મોક્ષમાર્ગ ગોપ્ય બની ગયો છે અર્થાત્ જોઈ શકાતો નથી. વિપરીત રીતે તેની પ્રરૂપણા થઈ રહી છે, તેથી તે સહજ વિવેક રહિત સામાન્ય જીવ માટે ગોપ્ય બની જાય છે. વિવેકશીલ બુદ્ધિવાન જીવો પણ મુંઝાય જાય અને તર્કને આધારે જેમ જેમ વધારે અટવાય તેમ તેમ તે માર્ગ દૃષ્ટિથી અગોચર થઈ જાય છે.
પ્રથમ ગોપ્યતા તે સ્વાભાવિક છે. જ્યારે આ બીજી ગોપ્યતા તે વિકૃતદશાનું પરિણામ છે. અર્થાત્ વિકૃત ચક્રવ્યૂહમાં ફસાય છે. રામકૃષ્ણ પરમહંસે ઠીક જ કહ્યું છે એક તર્કવાદી મુશ્કેલથી તરી શકે કે ન પણ તરી શકે અને બીજાને પણ તર્કવાદમાં ભૂલા પાડે છે. જ્યારે એક શ્રદ્ધાયુકત ભકત આ ગોપ્ય તત્ત્વનું અવલંબન કરી સહજ તરે છે અને બીજાને તારે છે અને અંતે પ્રત્યક્ષ આત્મદર્શન પામે છે. અસ્તુ.
અહીં આપણે ગોપ્ય શબ્દના ભાવાર્થ, ગૂઢાર્થ અને શબ્દાર્થનું વિવેચન કર્યું. હવે શબ્દના આધારે ગોપ્ય શબ્દના મૂળની તપાસ કરીએ. મૂળમાં ‘ગોપ' શબ્દ રહેલો છે. ‘ગો’ એટલે ઈન્દ્રિયો અને ‘પ' એટલે તેનું પાલન કરનાર. ઈન્દ્રિયોનો અધિષ્ઠાતા એવો આત્મદેવ તેને ‘ગોપ' કહ્યો છે. જ્યારે વ્યવહારમાં ‘ગો’ એટલે ગાય, તેમનું પાલન કરનાર ગોવાળને ગોપ કહ્યો છે. પ્રથમ આપણે ગોપ શબ્દનો આધ્યાત્મિક અર્થ લઈ આત્મદેવનો ઉલ્લેખ કરશું. આ આત્મદેવ ગોપ છે. તેનાથી નિષ્પન્ન થયેલો શબ્દ ગોપ છે. ગોપ્યનો ભાવ બન્ને પક્ષમાં અર્થનું ઉદ્ઘાટન કરે છે. સ્વપક્ષમાં આત્મદેવે પોતાના અનંત ગુણાત્મક શુદ્ધ ભાવોને પોતાના ઉદરમાં છીપાવીને રાખેલા છે અને મોહદશાવાળા જીવો માટે તે ખરેખર ગોપ્ય છે. જેમ કોઈ ગૃહસ્વામી હીરાનો હાર તિજોરીમાં જાળવીને, સાચવીને મૂકે અને સામાન્ય કોઈ દુષ્ટ ચોરની નજર ન પડે તેનું ધ્યાન રાખે અથવા ચોરોને કલ્પના જ ન આવે કે અહીં આવો કિંમતી હાર છે. તો તે હાર ગોપ્ય બની જાય છે. પરંતુ
૩૭